🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૨: પરમાત્માની કોઇપણ વાત સંશોધનનો વિષય બની જ કેમ ન શકે?

આગળનાં ભાગમાં આપણે જોયું કે પરમાત્મા પર્યાવરણ વિચારનાં પરમ પિતા હતા

એ ઉપરાંત​,

  • સૂક્ષ્મ નિગોદથી માંડીને મનુષ્ય, દેવ​, નારકાદિ ગતિના જીવોનું વર્ણન કરીને તેમના કુલ ૫૬૩ ભેદો જણાવીને પ્રભુએ કમાલ કરી છે.

  • એ આપી ને પછી જીવોની દયા, પ્રેમ અને અહિંસા પણ અનન્ય કોટીની શીખવી છે.

  • લગભગ​ બધા ધર્મ અહિંસામાં માને છે એમાં જૈન ધર્મની અહિંસા સૂક્ષ્મ કોટીની અને આગવી છે. માનવ જાતને આ એક મહાન બક્ષીસ છે.

તો હવે પ્રશ્ન એ થશે સૂક્ષ્મ જીવોની દયા જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય?

  • માનવ જીવનમાં દયાવૃતિ, કોમળભાવ અને પ્રેમ એ ખુબ જરૂરી છે.

  • એ વિના કઠોરતા વગેરેથી માનવ શિકારી પશુ જેવો બની જાય .

  • હવે જો સૂક્ષ્મ જીવોની દયા ન કરીએ તો માનવની જીવો પ્રત્યે નિર્દયતા-કઠોરતા થશે.

  • આ નિર્દયતા-કઠોરતા માનવીના જીવનમાં ફાલશે-ફૂલશે. ચિનગારીમાંથી જેમ મોટી આગ જન્મે એમ નાના દોષમાંથી મોટા દોષ ઉત્પન્ન થાય છે જેમ કે નાનપણમાં નાની વસ્તુની ચોરી કરનાર બાળકને જો સુધાર​વામાં ન આવે તો મોટો થતા મોટી વસ્તુનો ચોર બને છે.

  • આમ, સૂક્ષ્મ જીવોની ઓળખ અને દયા, પ્રેમ, અહિંસા એ જૈન ધર્મની બક્ષીસ છે.

પરમાત્માની કોઈ પણ વાત સંશોધનનો વિષય બની જ કેમ ન શકે?

  • સર્વજ્ઞ ભગ​વંતોએ પોતાના જ્ઞાન વડે એકેઇન્દ્રિય - સ્પર્શેન્દ્રિય વાળા જીવ તરીકે પૃથ્વીકાય, અપકાય , તેઉકાય , વાયુકાય અને વનસ્પતિકાયિક જીવો ની ગણતરી બતાવી છે અને અનન્ય જીવ વિજ્ઞાન આપ્યું છે.

  • “કીડીને ત્રણ ઇન્દ્રિય છે, ભમરાને ચાર ઇન્દ્રિય છે, માછલીને પાંચ ઇન્દ્રિય છે.” એ વાત પરમાત્મા પોતાના ગૌતમ વગેરે શિષ્યોને વાતો વાતો કરતા કહી દે!!

  • જ્યારે વૈજ્ઞાનિકો કરોડો-અબજો ખર્ચે પ્રયોગશાળામાં અપાર પરિશ્રમ કરી​, અનેક જીવ-હિંસાના ભોગે, અનેક યન્ત્રાદિકની સહાયથી જે સિધ્ધી મેળ​વે અને તે પણ સંપૂર્ણ નહિ!!!

  • એટલે કે વૈજ્ઞાનિકોએ જે જાણ્યું છે તેના કરતા જાણવાનું અનેક ગણું બાકી છે અને વળી તેમાં સત્ય કેટલું અને જગતની ઉપકારકતા કેટલી?

  • અને આજે જે સત્ય વૈજ્ઞાનિકોને લાગે છે તે ક્યારે અસત્ય પૂર​વાર થશે તે પણ કહી શકાતું નથી…

  • બાહ્ય સાધનની મર્યાદા હોય છે તેના દ્વારા વસ્તુનાં પૂર્ણ સ્વરૂપને જાણી શકાતું નથી.. તેના માટે જરૂર છે આંતરસાધનાની.

  • પ્રભુએ પોતાના શિષ્યોને જણાવ્યું તેની પૂર્વભૂમિકામાં પ્રયોગ નહિ પરંતુ યોગ હતા.

  • પ્રભુ યોગી હતા. પ્રયોગવીર ક્યારે નહિ.

  • સંશોધનમાં ભૂલો પડે. યોગમાં ક્યારે ય નહિ;

  • સંશોધનોથી પ્રસિદ્ધિ જરૂર મળે, સિદ્ધિનું નક્કી કહેવાય નહિ.

  • પ્રસિદ્ધિ પતન તરફ પણ દોરી જાય. સિદ્ધિમાં ઉત્થાન જ હોય.

  • પરમાત્માની કોઈ પણ વાત “સંશોધનનો વિષય બની શકે તેમ નથી” કેમ કે તે દરેક વાતનું અંતિમ સ્વરૂપ યોગ દ્વારા સુનિશ્ચિત થયેલું છે. સિદ્ધ થયેલું છે.

  • સિદ્ધ બનવારૂપે જેનો અંત​ આવી ગયો છે તે સિદ્ધાન્ત કહેવાય, સિદ્ધાન્ત બનેલા પદાર્થનું સંશોધન ન હોય.

  • જગતના મોટા વિજ્ઞાનીઓ, તત્ત્વજ્ઞો, ધુરંધર પંડિતો, વગેરે પણ તેની મુક્ત કંઠે એકધારી પ્રશંસા કરી રહ્યા છે, કે “જગતના ધર્મોમાં બધી રીતે પૂર્ણ કોઇ પણ ધર્મ હોય તો તે જૈન ધર્મ જ છે”.

  • જૈન ધર્મ એ એવો વૈજ્ઞાનિક ધર્મ છે એમ કહેવા કરતા આજે વિજ્ઞાન જૈન ધર્મનાં સિધ્ધાંતોની વધુ નજીક જઇ રહ્યું છે એમ કહેવું વધુ યોગ્ય ગણાશે.

  • એટલું જ નહિ, ભયંકર યુદ્ધના માર્ગે જઈ રહેલા રાષ્ટ્રોને વિશ્વશાંતિનો માર્ગ બતાવી શકે એવી ક્ષમતા રાખનારો કોઇ માર્ગ હોય તો તે માત્ર​ જૈન ધર્મના સિદ્ધાંતોમાં જ છે.”

હ​વે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે જૈન ધર્મ આટલો શ્રેષ્ઠ છે તેમ છતા આજનો યુવાન ધર્મ પ્રત્યે બેદરકાર કેમ છે?




શેર કર​વા નીચે ક્લિક કરો