🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૧: પ્રભુ પર્યાવરણ વિચારના પરમ પિતા હતા

આગળનાં ભાગમાં આપણે જોયું કે કે જૈન ધર્મ ત્રણે કષ, છેદ અને તાપની પરીક્ષામાં પાસ થવાથી સો ટચના સોના જેવો શુદ્ધ છે.

તો ચાલો આ ભાગમાં આપણે જાણીએ કે

જૈન ધર્મ કઇ રીતે શ્રેષ્ઠ અને સર્વોત્કૃષ્ટ​ છે?

 • જૈન દર્શનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ કર્મની પદ્ધતિ, સૂક્ષ્મતમ ફિલોસોફી, નવ તત્વોનું સુંદર સ્વરૂપ, ચાર અનુયોગનું અનુપમ નિરૂપણ, ચાર નિક્ષેપાનું રમ્ય વર્ણન, સપ્તભંગી અને સપ્તનયનું સત્ય સ્વરૂપ, સ્યાદ્વાદ​-અનેકાન્તવાદની વિશિષ્ટતા, અહિંસાની પરાકાષ્ઠા, તપની અલૌકિકતા, યોગની અજોડ સાધના અને વ્રત-મહાવ્રતોનું સૂક્ષ્મ રીતે પરિપાલન વગેરેને પહોંચવાને કોઈ પણ દર્શન સમર્થ થઈ શક્યું નથી.

 • આચારની બાબતમાં આભને આંબે એવી ઉંચાઇ અને તત્વજ્ઞાનની બાબતમાં પાતાળ સુધી પહોંચે એટલી ઉંડાઇ એ જૈનદર્શનની સૌથી મોટી વિશેષતા છે….

 • જૈન ધર્મનાં આચારો વ્ય​વસ્થિત, નિયમબધ્ધ, શાસ્ત્રીય પધ્ધતિ ઉપર સ્થિત અને પાત્ર પ્રમાણે ઉપયોગની સગ​વડોથી ભરપૂર છતાં સાધારણ પ્રયત્નથી તેની ફુલગુંથણીનો ઉકેલ કરવો ખુબજ મુશ્કેલ છે.

 • જેમ જેમ ઉંડો અભ્યાસ વધતો જાય તેમ તેમ એક સાદામાં સાદી બાબતમાં પણ ખૂબ જ ઉંડાણ જોવામાં આવે છે…

 • આમ કલ્પના કરીએ તો એક ગાઢ જંગલમાં અનેક જાતના વૃક્ષો, છોડવાઓ અને વેલાઓ તથા તેઓના ફળો, પાંદડા, ડાળા, રંગ વગેરેનું વર્ગીકરણ જેમાં જૈન ધર્મ એક ગીચ ગાઢ જંગલ જેવો અને તેના આચારો વગેરે વૃક્ષો, છોડ​વાઓ અને વેલાઓ વગેરે

 • મહાન પૂર્વશ્રુતધરોએ એ પૃથક્કરણ કેટલું બધું વ્ય​વસ્થિત રીતે કર્યુ છે કે તેમાથી આચારોનાં અગાધ રહસ્યોની ઝાંખી થાય છે. તેની પાછળ પણ અનેક વિજ્ઞાનો લાગેલા છે આમ શાસ્ત્રીય વિજ્ઞાન, અધ્યાત્મ શાસ્ત્ર તથા માનસ શાસ્ત્રનો પણ સમાવેશ થાય છે.

 • જૈન ધર્મનું પોતાનું મૌલિક તત્વજ્ઞાન છે. પરંપરામાં કસાયેલી આચાર વ્યવસ્થા છે, નિરાળી વિચાર વ્યવસ્થા છે. અનેકાન્ત્વાદની અનોખી દ્રષ્ટિ છે જેનાથી વિશ્વના પ્રત્યેક પદાર્થને સાચા આયામમાં જોઇ-જાણી શકાય છે.

 • જૈન ધર્મનો સ્યાદવાદના સિદ્ધાંત ને જો અમલી બનાવાય તો કેટલાય સંધર્ષોનો અંત આવી જાય.

 • સામાની દ્રષ્ટિએ ન્યાય આપી અને એની દ્રષ્ટિએ દેખાતા અનુકૂળ-પ્રતિકૂળ નો સમન્વય કરાય તો સંધર્ષ થાય જ નહીં

 • જેમ કે ધનની કમાણી ઓછી હોય તો બીજા વધુ આવકવાળા ને જોઇને મન દુખી થવા લાગે છે પરંતુ જો ઓછી આવકવાળાની દ્રષ્ટિએ વિચારાય તો મનને આશ્વાસન મળે.

પરમાત્મા પર્યાવરણ વિચારનાં પરમ પિતા હતા

 • આજે પણ તેમના શ્રમણો પર્યાવરણમય જીવન જીવે છે પર્યાવરણને દુષિત કરીને કોઇ પણ વસ્તુનો ઉપભોગ તેઓ કટ્ટર પણે કરતા નથી…

 • પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં રહેલા જીવ તત્વોનું પ્રતિપાદન કર​વાની સાથે જો જૈન ધર્મનો વિશ્વમાં શક્યાંશે પણ અમલ કર​વામાં આવે તો

  • ફર્ટિલાઇઝર​, જંતુનાશક​, ટ્રેકટરોની ખેડ​, પેટ્રોલ ડીઝલ માટે ના ફીલિંગ અને માઇનીંગ થી થતી પૃથ્વીકાય હિંસા
  • પાણીનાં અક્ષમ્ય વેડફાટવાળી જીવન શૈલીના કારણે થતી અપકાયની હિંસા
  • થર્મલ પાવર પ્લાન્ટ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી લઇને મોટા-મોટા કારખાનાઓમાં થતી અગ્નિકાયની હિંસા
  • પેટ્રોલ ડીઝલ નાં ધુમાડા અને કારખાનાનાં પ્રદુષણથી થતી વનસ્પતિકાયની હિંસા

વગેરે હિંસા આપોઆપ અંકુશમાં આવી જાય​ અને પર્યાવરણ દુષિત થતું પણ અટકી જાય​.

તો શું પરમાત્માની કોઈ પણ વાત સંશોધનનો વિષય બની જ ન શકે? આ વિષે આપણે હ​વેં પછીના ભાગમાં જોઇશું.
શેર કર​વા નીચે ક્લિક કરો