ભાગ ૧૧૮: મારા જાલિમ પાપો મિથ્યા થાઓ
આગળના ભાગમાં આપણે ધર્મ ગમ્યાની કસોટી તેમજ જોયું કે ધર્મ સૂગનાં પૂર્વ પાપનું વારણ કઇ રીતે કરવું?
હવે આગળ,
- ચતુ:શરણ સ્વીકાર રોજ ત્રિકાળ કરવાના છે અને ચિત્ત સંકલેશ હોય ત્યારે વારંવાર કરવાના રહે છે.
ક્યાં સુધી કર્યે જવાના?
- સિદ્ધ ન થઈએ ત્યાં સુધી
- સાધક અવસ્થા હોય ત્યાં સુધી તો એ સવાલ છે કે એ ત્રણ ઉપાયસાધના પ્રારંભિક સાધક, આગળ વધેલો સાધક, અને ખૂબ આગળ વધેલો સાધક એ બધાની સાધના સમાન કક્ષાની હોય?
- ગુજરાતી ચોથા ધોરણના ઈતિહાસના વિષયમાં “મોગલ” ને જે રીતે સમજે,
- એ જ રીતે શું એસ.એસ.સી વાળો સમજે?
- ને એ જ રીતે બી.એ. વાળો સમજે?
- ના, શાળામાં કક્ષા વધે એમ સમજ ઊંચી ઊંચી કક્ષાની જોઈએ. એવું અહીં છે, સાધનાની કક્ષા વધે એમ આ ઉપાયસાધના ઉચ્ચ ઉચ્ચતર હોવી જોઈએ.
- આ હિસાબે દુષ્કૃતગર્હાની સાધના ઊંચી ઊંચી અર્થાત વધુ ને વધુ જોરદાર કરવાની છે. તો જ પૂર્વે બાંધેલા સાનુબંધ પાપકર્મોમાંથી પાપાનુબંધો અધિકાધિક તૂટતા આવે એટલે એ પાપાનુબંધો જે પાપબુદ્ધિ જગાડયા કરતા હતા ને દુષ્કૃત-સેવન કરાવતા હતા, તે હવે નહિ જગાડે ને દુષ્કૃતસેવન અટકશે. દુષ્કૃતગર્હા જેમ જોરદાર, તેમ જોરદાર પાપાનુબંધનાશ, અને જોરદાર દુષ્કૃતનિરોધ.
પ્રારંભિક જીવની દુષ્કૃતગર્હા મોટા મોટા દુષ્કૃતની હોય.
જેમ કે,
- અજ્ઞાનતાવશ કેટકેટલી જીવહિંસાઓ કરી!
- જૂઠ બોલ્યો!
- ચોરી-લૂંટ-વિશ્વાસઘાત કર્યા!
- પરસ્ત્રી વેશ્યાગમન કર્યા!
-
પરિગ્રહના ઢેર એકલા ભેગા કરવાનું જ કર્યું.
- આવાં આવાં મારાં જાલિમ પાપ મિથ્યા થાઓ,
મિચ્છામિ દુક્કડં હું એને વોસિરાવું છું. મિથ્યા-ખોટા-અકર્તવ્ય માનું છું.
- જેમ જેમ તત્ત્વબોધ વધતો જાય, અને સૂક્ષ્મ સૂક્ષ્મ પાપની ઓળખ થતી જાય, તેમ તેમ એ નાના નાના પણ દુષ્કૃતની ય ગર્હા થતી જાય. દા.ત. પહેલાં જીવ એટલે બસ-હાલતાચાલતા કીડી-કીડા વગેરે, એટલી જ ઓળખ હતી, હવે વાશી વગેરેમાં અઢળક ત્રસ જીવોની ઓળખાણ થઈ,
- તો એની ભક્ષણાદિમાં થયેલ હિંસાદુષ્કૃતની પણ ગર્હા થાય એથી આગળ, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય સ્થાવર જીવોની ઓળખ થઈ,
- તો હવે એની હિંસા-આરંભ-સમારંભરૂપી દુષ્કૃતની ય ગર્હા થતી જાય…
- દુષ્કૃતગર્હાની કક્ષા વધે, પ્રબળતા થાય, એમાં હૈયે એનો કાળો કકળાટ રહે, અને શક્ય એટલો દુષ્કૃતત્યાગ થતો આવે.
- દુષ્કૃતત્યાગની મથામણ ચાલુ હોય સમજતો હોય કે ધર્મનું હાર્દ દુષ્કૃતત્યાગ છે, વીતરાગ બનાવનાર ઉત્કૃષ્ટ દુષ્કૃતત્યાગ જ છે.
- આમ, દુષ્કૃતથી થતા લૌકિક લાભ ગોઝારા લાગે.
-
અસંખ્ય સ્થાવર જીવોની હિંસા પર તૈયાર થયેલી ગરમાગરમ રસોઈ પણ દિલને ખટકતી હોય ત્યાં એ હિંસા દુષ્કૃતગર્હા જોરદાર છે એમ કહેવાય.
- એ દુષ્કૃતગર્હા વળી પ્રબળ થતી જાય એટલે તો એવી જાતનો પ્રમાદ, લેશ પણ કર્તવ્યસૂચક, સુક્ષ્મ પણ વિષયરાગ કષાયવિકાર, આપમતિ-અહંત્વ-આસક્તિ, શરીરરાગ, વગેરેનીય ભારે ગર્હા સંતાપ, ધૃણા ઉભા થાય, અને એથી આસક્તિ સાવ છુટે અનાસક્તભાવ આવે, સમત્વયોગ આવે, ને વીતરાગતા સિદ્ધ થાય બસ, ભવ્યત્વ પરિપાક પરાકાષ્ઠાએ પહોંચી ગયો.
- સાધ્વી મૃગાવતી દુષ્કૃતગર્હાની કક્ષા વધારતા વધારતા ત્યાં જ વીતરાગસર્વજ્ઞ બની ગયા
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶