ભાગ ૬: દેરાસરની અંદર તેમજ બહાર થતી ઘોર આશાતનાથી બચવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો
આગળનાં ભાગમાં આપણે ધર્મ જાગરિકા વિશે જોયું. ધર્મ જાગરિકા પછી દેરાસરે જઇ પરમાત્માના દર્શન, પ્રણામ અને સ્તુતિ કરવી.
- પોતાના ઘરમાં દેરાસર હોય તો પહેલા ત્યાં દર્શન કરવા જવું અને પછી સંઘના દેરાસરે પોતાના કુટુંબ-પરિવાર સાથે જવું.
દેરાસરમાં જતા પહેલા ઘોર આશાતનાથી બચવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ:
- બર્મુડા - હાફ્પેન્ટ - સ્લીવલેસ - નાઇટી - મેક્સી આદિ ઉદભટ વસ્ત્રો પહેરીને દેરાસરે ન જવાય.
- દેરાસરમાં બહેનોએ માથે ઓઢીને આવવું જોઇએ.
- નાના બાળકો અને બાળકીઓને પણ પુરેપુરા અંગોપાંગ ઢંકાય તેવી રીતે લાવવા જોઇએ.
- મુગટ, કુંડલ, હાર, સજાવેલી વેણીપુષ્પ વગેરે પણ લઇને ન જવાય.
- સ્કુલબેગ, ઓફીસબેગ, કોસ્મેટીક, પર્સ, મોજા, વગેરે દેરાસરે લઇને ન જવાય.
- શક્ય હોય તો દેરાસરે મોબાઇલ લઇ ન જવો અને લઇ જવો પડે તો દેરાસરમાં જતા પહેલા સ્વિચ ઓફ કરી દેવો.
- જોગીંગ દ્રારા પસીનાથી રેબઝેબ થયેલા વસ્ત્રો પહેરીને ન જવાય.
- એંઠા મોઢે દેરાસરમાં પ્રવેશ ન કરવો.
- પોતાના ખિસ્સામાં રાખેલા મુખવાસ - સિગારેટ - પાન - દવા વગેરે તમામ પદાર્થોનો દેરાસરમાં પ્રવેશ કરતા પહેલા ત્યાગ કરી દેવો જોઇએ. જો ભુલથી પણ ખિસ્સામાં રહી જાય તો તેનો ઉપભોગ બિલકુલ કરી શકાય નહીં.
દેરાસરમાં થતી આશાતનાથી બચવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- દેરાસરમાં કોઇ પણ બાબતને લઇને લડાઇ - ઝઘડો ના કરવો જોઇએ. ઉંચા અવાજે બોલવાનું પણ ટાળવું જ જોઇએ.
- દેરાસરની અંદર કે પટાંગણમાં:
- વાળ ઓળવા ન જોઇએ,
- નખ ન ઉતારવા જોઇએ,
- ગુમડાં-ચાંદા વગેરેની ચામડી ન ઉતારવી,
- દાંત પડે તો દેરાસરમાં ન નાખવો,
- દાંત - આંખ - નખ - નાક - કાન - માથાનો તથા શરીરનો મેલ ન નાખવો.
- સુખડી વગેરે ન ખાવું જોઇએ
- પગ લાંબા કે પહોળા કરીને ન બેસવું
- આખા ગામની પટલાઇ કરવા અડ્ડો ન જમાવવો.
- ભગવાનના પક્ષાલનું નમણ નાભિથી ઉપરના અંગમાં જ લગાડાય, નાભિથી નીચેના ભાગમાં લગાડવાથી તેની ઘોર અશાતના થાય છે.
- દેરાસરમાં સ્તવન વિગેરેની ચોપડીઓ ફાટેલી, તુટેલી ના રાખવી, ટ્રસ્ટીઓને પુછ્યા વગર ગમે તે પુસ્તકો, ફોટા, પંચાંગો દેરાસરમાં મુકવા ન જોઇએ.
- દેરાસરમાં સંસારને લગતી લગ્ન પ્રત્રિકા મુકી શકાય નહીં.
- વેપારને લગતી જાહેરાતો દેરાસરની અંદર કે બહાર લગાવાય નહીં.
- ભગવાનને પુંઠ કરી દેરાસરમાંથી બહાર ન નીકળવું જોઇએ.
દેવદર્શનનું ફળ:
- દેરાસરે જવાની ઇચ્છા કરતા ૧ ઉપવાસ નું ફળ,
- દેરાસરે જવા ઉભા થતા ૨ ઉપવાસ નું ફળ,
- દેરાસરે જવા પગ ઉપાડતાા ૩ ઉપવાસ નું ફળ,
- દેરાસર તરફ ચાલવા માંડતા ૪ ઉપવાસ નું ફળ,
- દેરાસર તરફ થોડું ચાલતા ૫ ઉપવાસ નું ફળ,
- દેરાસર ના અડધે રસ્તે પહોંચતા ૧૫ ઉપવાસ નું ફળ,
- દેરાસર નાં દૂરથી દર્શન કરતાં ૩૦ ઉપવાસ નું ફળ,
- દેરાસર પાસે આવતા ૬ માસના ઉપવાસ નું ફળ,
- દેરાસરના ગભારા પાસે આવતા ૧ વર્ષના ઉપવાસ નું ફળ,
- પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપતા ૧૦૦ વર્ષના ઉપવાસ નું ફળ,
- પ્રભુજીની (અષ્ટપ્રકારી) પૂજા કરતા ૧૦૦૦ વર્ષના ઉપવાસ નું ફળ,
- પ્રભુજીને હાથેથી ગુંથેલી સુગંધી પુષ્પની માળા પહેરાવતા ૧ લાખ વર્ષના ઉપવાસ નું ફળ મળે છે.
હવે પછીનાં ભાગમાં આપણે ત્રિકાળ પૂજા અને ૫ અભિગમ વિશે જોઇશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶