🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧: શું આત્મા હોય છે?

દુનિયાના દરેક વ્યક્તિના મનમાં ક્યારેકને ક્યારેય તો આ પ્રશ્ન ચોક્કસ થયો જ​ હશે કે આખરે જીવન અને મૃત્યુનું રહસ્ય શું છે? શું આત્મા હોય છે કે નહીં?

અમુક તર્ક​વાદી લોકો કહે છે કે, “જે વસ્તુ નજરે દેખાય જ​ નહીં તેનું અસ્તિત્વ માનવું જ કઇ રીતે?” એટલે કે આત્મા દેખાતો નથી માટે આત્મા નથી.”

પરંતુ….

 • પવન કે વાયુ નજરે કોઇ જોઇ શકે છે? (તો શું પ​વન નથી?)
 • વૃક્ષની ડાળી હાલવા લાગે એટલે સૌ બોલે છે કે પવન ને લીધે હલે છે. આમ, પવન નજરે દેખી શકાતો નથી પણ તેના કાર્ય વડે જે આપણે તેને જાણી શકીએ છીએ.
 • દૂધમાં ઘી છે કે નહીં? (દૂધમાં ઘી દેખાતુ નથી માટે દૂધમાં ઘી છે જ નહીં. તો શું એ સત્ય છે?)
 • હવે જો કોઇ દૂધમાં મેળવણ નાંખી તેનું દહીં જમાવે પછી તેની છાસ કરે પછી વલોણા ચલાવે ત્યાર બાદ જે માખણ નીકળે તેને અગ્નિ શસ્ત્ર આપે તો ઘી બની જાય છે. માટે દૂધમાં ઘી ન દેખાય તો પણ દૂધમાં ઘી છે જ.
 • આપણે કોઇને પૂછીએ કે તમારા દાદા હતા કે નહીં? તેમના દાદા હતા? અને તેમના પણ દાદા હતા? શું આપની ૧૦૦મી, ૧૦૦૦મી પેઢી હતી કે નહીં? (આ પેઢીઓ નજરે દેખાતી નથી તો શું આ પેઢીઓ ન હતી?)
 • આ પેઢીઓ નજરે ન દેખાતી હોવા છતા તેનો જવાબ તો હા માં જ આવે છે.

 • સ્વામી વિવેકાનંદ ને અમેરિકામાં એક વકીલે પૂછ્યું, “આત્માનું અસ્તિત્વ હોય તો મને બતાવો”

 • સ્વામીજીએ એક સોય મંગાવી અને વકીલ ના હાથમાં ખુંચાડી. વકીલ ચીસ પાડી ઊઠ્યા, “મને વેદના થાય છે” સ્વામીજીએ કહ્યું, “ક્યાં છે વેદના? મને બતાવો.”

 • વકીલે કહ્યું, “વેદના તો અનુભવની ચીજ છે એને પ્રત્યક્ષ કઈ રીતે બતાવી શકાય?” સ્વામીજીએ કહ્યું, “વેદના ની જેમ આત્મા પણ અનુભવ ની ચીજ છે એને પ્રત્યક્ષ બતાવી શકાય નહીં”

 • આ ઉપરથી એ ફલિત થાય છે કે જે વસ્તુ નજરે ન દેખાતી હોય પણ તેનું કાર્ય દેખાતુ હોય તો તે અસ્તિત્વમાં છે.

પણ​ શું આત્માનું કાર્ય દેખાય છે?

 • એક માણસ મૃત્યુ પામે ત્યારે શરીર તો એનું એ જ હોય છે એ જ મુખ, એ જ નાક, એ જ કાન, એ જ આકૃતિ, બધુ એનું એ જ. છતા, તે મૃત્યુ પામ્યા પછી કંઇ કરી શકતો નથી. પ્રથમ ભૂખ લાગતી ત્યારે જમતો, તરસ લાગે ત્યારે પાણી પીતો, હવે વગર માગ્યે મોં માં અન્ન નો કોળીયો મૂકીએ તો ખાય ખરો?

 • પહેલા જો કોઇ સળગતી દીવાસળી ચાંપે તો ગરમ થઇ જતો હવે આખો ને આખો સળગાવી દેવામાં આવશે પણ ગરમ થશે નહીં તેનું કારણ શું? જે ખાનારો, પીનારો, બોલનારો હતો તે ચાલ્યો ગયો. આમ, નક્કી થાય છે કે આ બધા કાર્યો શરીર ના નહીં પણ આત્માના જ હતા.

 • “હું દેહ” નથી બોલતા પરંતુ “મારો દેહ” બોલાય છે તો એનો અર્થ હું આત્મા થયો અને મારો દેહ થયો આમ હું અને મારો એ પણ દેહ અને આત્મા જુદાં છે એ બતાવે છે.

જો કોઇ એમ પ્રશ્ન કરે કે આત્મા આંખેથી ભલે ન દેખાય તો બીજી ઇન્દ્રિયથી તો અનુભવી શકાવો જોઇએ ને?

 • જો આપણને માથાનો દુખાવો થયો હોય તો આંખેથી, કાનેથી, નાકથી, જીભથી કે ચામડીથી એ દુખાવાને અનુભવ કરી શકીએ? નહીં જ ને, તો પછી દુખાવો નથી એમ કહેવાય? માથાનો દુખાવો તો છે જ પણ એક પણ ઇન્દ્રિયથી અનુભવી શકાતો નથી છતાં છે જ​ એવી જ રીતે આત્મા હોવા છતા એક પણ ઇન્દ્રિયથી અનુભવી શકાતો નથી.

શું આત્મા છે કે નહીં? આ જ પ્રશ્ન ૧૪ વિદ્યાના પારંગત અને ૫૦૦ શિષ્યોના પરિવાર વાળા એવા શ્રી ઇન્દ્રભૂતિ-વિપ્ર(ગૌતમ સ્વામી) ને પણ​ હતો.

હ​વે પછીનાં ભાગમા આપણે જોઇશું કે મહાવીર સ્વામી એ ઇન્દ્રભૂતિ-વિપ્ર નો આત્મા અંગેનો સંશય કઇ રીતે દુર કર્યો?
શેર કર​વા નીચે ક્લિક કરો