ભાગ ૨: ધર્મની રક્ષા કરવા ઇશ્વર વખતો વખત જન્મ લે છે?
આપણે આગળનાં ભાગમા જોયું કે જીવ, કર્મસંયોગ અને જગત અનાદિ છે. આ ભાગમાં આપણે જોઇશું કે શું ધર્મની રક્ષા કરવા માટે ઇશ્વર વખતો વખત ધરતી ઉપર આવીને જન્મ લે છે?
અજૈનો ના મતે:
- ભગવદ ગીતામાં લખ્યું છે કે “સંભવામિ યુગે યુગે” એટલે કે, દુષ્ટ લોકોનો સંહાર કરવા માટે તથા ધર્મની રક્ષા કરવા માટે હું વખતો વખત ધરતી ઉપર આવીને જન્મ લઇશ.
જૈનોના મતે:
- ભગવાન મોક્ષે ગયા પછી ફરીથી સંસારમાં જન્મતા જ નથી.
- જે એક વખત શુદ્ધ બુદ્ધ નિરંજન બન્યા તે ફરીથી કદાપિ કર્મોથી લેપાતા નથી.
- તથા પોતાના સ્થાપેલા તીર્થ પ્રત્યે પણ રાગદ્વેષ ન હોવાથી સંસારમાં ફરીથી જન્મવાનું કોઈ પ્રયોજન નથી.
- અને જેઓ સંસારમાં જન્મ ધારણ કરે છે તેઓ સાચા પરમાત્મા કે ભગવાન નથી માત્ર સાંસારિક દેવગતિને પામેલા દેવો છે
અજૈનો ના મતે:
- જો ભગવાન્ જગત્ ઉદ્ધાર માટે પુનર્જન્મ ધારણ કરતા ન હોય તો રાવણ જરાસંઘ આદિ અસુરોના વિનાશ માટે રામ- કૃષ્ણાદિના અવતાર ની વાત કેમ સમજવી?
જૈનોના મતે:
- રાવણ જરાસંધ જેવા બળવાન અને દુષ્ટ પ્રકૃતિવાળા જે જે અસુરો થયા તેના વિનાશ માટે રામ અને કૃષ્ણાદિના જે અવતાર થયા છે, તે વાત સત્ય છે.
- પરંતુ રામ અને કૃષ્ણ તરીકે જન્મ પામનારી વ્યક્તિઓ ગયા ભવમાં ભગવાન ન હતા, તેઓ આ સંસારમાં જન્મ-મરણ પામતા પામતા કોઈ વિશિષ્ટ પ્રકારનું પુણ્યકર્મ કરી વાસુદેવ તરીકે જન્મ્યા છે સંસારમાં જ હતા, અને સંસારમાંથી જ જન્મ્યા છે.
અજૈનો ના મતે:
- સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, દરીયો, વગેરે બનાવનાર તો કોઇક હોવું જ જોઇએ તેથી જ ઇશ્વરને જગતકર્તા માનવામાં આવે છે
જૈનોના મતે:
- સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, દરીયો વગેરે કુદરતના પદાર્થો છે, તેના માટે “ઇશ્વર” ને કલ્પવાની જરૂર નથી.
- પદાર્થ માત્રના ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્ય ધર્મો છે. તેમની રીતે જ તે કામ કરતા રહે છે.
- દરેક વસ્તુનો પોતાનો સ્વભાવ હોય છે.
- કાંટા માં જે તીક્ષ્ણતા છે, વાયુ જેમ તીરછો ગતિ કરે છે, અગ્નિ જેમ ઉંચો જાય છે; તે તેમના સ્વભાવ છે.
- વળી જગત ઉત્પતિ છે જ નહીં તે હંમેશ હતું અને હંમેશ રહેશે.
- જેમ કે સૂર્ય ગરમી ફેંકે અને દરિયા વગેરેના પાણી ગરમ થાય, વરાળ બને, વાદળ થાય, અથળાઇ અને વરસાદ થાય.
- આ બધામાં ઇશ્વરની કલ્પનાની જરૂર પડતી જ નથી.
હવે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે જો ઇશ્વર દયાના સાગર હોય તો ઇશ્વર શા માટે કોઇ પણ આત્માને ગરીબ, રોગી કે નારકીના જીવ બનાવે?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶