🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દ્વિદળ સાથે ગોરસ કેમ ન ભેળ​વ​વું?

દ્વિદળ​ - ૧


દ્વિદળ (વિદળ​) એટલે શું?

  • દ્વિદળ એટલે સામાન્ય રીતે જેને આપણે કઠોળ કહીએ છીએ:
    • જેમાંથી તેલ ન નીકળે,
    • જે ઝાડના ફળ રૂપ ના હોય​,
    • જેની બે સરખી ફાડ થાય તે દ્વિદળ ગણાય​.
  • જેમકે

    • રાઇ, સરસ​વ​, તલ વગેરેમાંથી તેલ નીકળે છે માટે દ્વિદળ ન ગણાય​.
    • સાંગળી ઝાડના ફળરૂપ હોવાથી તે દ્વિદળ ન ગણાય​.
    • બાજરી, જુવાર​ વગેરેમાંથી તેલ નીકળતું નથી, ઝાડના ફળરૂપે નથી છતાં તેની બે ફાડ થતી ન હોવાથી દ્વિદળ ન ગણાય​.
    • ચણા, મગ​, મઠ, અડદ​, તુવેર, વાલ​, ચોળા, કળથી, મેથી, મસૂર​, લીલ​વા વગેરે કઠોળ દ્વિદળ ગણાય​. વળી એ દ્વિદળની ફળીઓ, લીલા-સૂકા પાંદડા, ભાજી, તેનો લોટ, દાળ​, કે તેની કોઇપણ બનાવટો વગેરે પણ દ્વિદળ જ ગણાય.
    • વાલોળ​, ચોળાફળી, ગુવારફળી, લીલા ચણા, કઠોળની સુક​વણી, સેવ​, ગાંઠીયા, પાપડ​, વડી વગેરે પણ દ્વિદળમાં ગણ​વા.

ગોરસ​

  • કાચા દૂધ​, દહીં, છાસ ને ગોરસ કહેવાય​.

દ્વિદળ સાથે ગોરસ કેમ ન ભેળ​વ​વું?

  • જ્યારે દ્વિદળની સાથે ગોરસ એટલે કે કાચું દૂધ​-દહીં-છાસ ભળે ત્યારે સમયે-સમયે અસંખ્ય બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે.
  • તે આપણા સર્વજ્ઞ પ્રભુએ પોતાના જ્ઞાનના બળે જોયું છે જે આજનું આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે.
  • માટે દ્વિદળ અને ગોરસને સાથે ઉપયોગમાં ન લેવું જોઇએ.

દ્વિદળ અને ગોરસને સાથે ઉપયોગમાં કેવી રીતે લેવું?

  • જો દૂધ-દહીં-છાસ એકદમ ગરમ કરી લીધા હોય તો કોઇ જ ચિંતા કર​વાની જરૂર રહેતી નથી.
  • દહીં-છાસ વધુ ગરમ કર​વા જતા ફાટી જાય છે માટે ઘણા લોકો દહીં-છાસ ને સામાન્ય ગરમ કરે છે પણ તે ચાલી શકે નહીં, તેમાં પણ દ્વિદળ નો દોષ લાગે જ​.
  • દહીં-છાસ ગરમ કરતા બાજરાનો લોટ કે બલ​વણ નાખીને વારંવાર હલાવતા રહેવાથી ફાટતા નથી.
  • તે રીતે પણ એકદમ સખત ગરમ કરવા પડે.
  • અંદરથી બુડ​-બુડ અવાજ આવે ત્યાં સુધી અથ​વા તો આંગળી નાંખો તો એકદમ દઝાય તેવા એટલે કે ઉભરો આવે એવા ગરમ કરવા પડે.
  • એક વાર ગરમ કર્યા પછી ઠંડા પડે તો પણ દ્વિદળ નો દોષ લાગતો નથી.

આવતા ભાગમાં જોઇએ, દ્વિદળ અને ગોરસના મિશ્રણથી થતા દોષથી બચ​વા માટે શું-શું કરી શકાય​?




શેર કર​વા નીચે ક્લિક કરો