🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૫: ધર્મ જાગરિકા ભાગ​(૨/૨)

ધર્મ જાગરિકામાં પંચસૂત્રકાર ૩ ચિંતન કર્તવ્યમાંથી પહેલા ૨ કર્તવ્ય આપણે આગળનાં ભાગમાં જોયા, આ ભાગમાં આપણે ત્રીજા કર્ત​વ્ય વિશે જોઇશું.

૩. આ અવસરને યોગ્ય મારે કર્ત​વ્ય શું?

  • અનંત​-અનંતકાળ દુર્ગતિઓના દુ:ખને અનુભવીને આવેલો આજે મનુષ્ય અવતાર અને તેમાં પણ જિનશાસન મળ્યું છે તો આ અવસરને યોગ્ય કર્તવ્ય:
    • દુ:ખથી ગભરાય ન જ જઇએ કે દીન ન બનીએ,
    • આર્તધ્યાન કે કષાયો ન કરીએ,
    • અનંતકાય, અભક્ષ્ય કે રાત્રિભોજન ન કરીએ,
  • ક્રોધ - માન -માયા - લોભ ના બદલે ક્ષમા - નમ્રતા - લધુતા - સરળતા - નિસ્પૃહતાને કેળ​વીએ.

  • આમ​, માન​વભ​વમાં આપણને વિશિષ્ટ બુદ્ધિશક્તિ મળ​વાથી સ્યાદ​વાદ​, આત્માના ઉત્થાન માટે તેમજ દોષોને નિર્મૂળ કરી ગુણોની પ્રાપ્તિ કરવી એ જ અવસરને યોગ્ય માન​વભ​વનું કર્તવ્ય છે.

તે ઉપરાંત નીચે મૂજબ વિચારણા (આત્મચિંતા) કરવી:

  • હું ક્યાંથી આવ્યો?
  • મરીને ક્યાં જવાનો?
  • સાથે શું લઈ આવ્યો?
  • અહીંથી સાથે શું લઈ જવાનો?
  • મારો ધર્મ કર્યો?
  • મેં કરવા યોગ્ય કયા કાર્યો કર્યા?
  • મારે કરવા યોગ્ય કયા કાર્યો બાકી છે?
  • શક્તિ હોવા છતાં પ્રમાદી બની કયા હિતકાર્ય હું કરતો નથી?
  • મારામાં રહેલા કયા દોષોને હું છોડતો નથી?
  • મારે કયા અભિગ્રહો નિયમો-બાધાઓ છે?
  • આજે કઈ તિથી છે?
  • આજે કયા તીર્થંકર ભગવાનનું કયું કલ્યાણક છે?

  • પ્રત્યેક જૈન માટે શ્રી જિનેશ્વર પરમાત્મા એ સવારે ધર્મ જાગરિકાનું કાર્ય જેમાં શુભ વિચારણા કરવાથી આત્મા જાગૃત બને છે, દોષોનો ત્યાગ થાય છે અને સદગુણોની પ્રાપ્તિ થાય છે અને તે પછીના દિવસ દરમ્યાન કરવાના મંગળકાર્યો એવા ફરમાવ્યા છે કે જે આચરીને માનવીમાંથી મહામાનવ બની પૂર્ણમાનવ બની જ​વાય​.

હ​વે પછીનાં ભાગમાં આપણે ધર્મ જાગરિકા પછી દેરાસરે જઇ પરમાત્માના દર્શન​, પ્રણામ અને સ્તુતિ વિશે જોઇશું




શેર કર​વા નીચે ક્લિક કરો