ભાગ ૧: ધર્મ ના કરીએ તો
ધણા લોકોનો ધર્મ ન કરવા પાછળ તર્ક હોય છે કે જો ધર્મ ન કરીએ તો:
- વિધાર્થી વધુ સમય વિદ્યાભ્યાસ કરી શકે,
- વેપારી વધુ સમય ધંધામાં આપી શકે,
- ગૃહિણી વધુ સમય પરીવાર માં આપી શકે.
- ફેસબુક, વોટ્સએપ અને ઇન્ટરનેટ પર વધુ સમય વ્યતિત કરી શકાય.
- આ કાંઇ પણ ન કરનાર પણ ટી.વી. ની સિરીયલો, નાટક, સિનેમા વગેરેમાં સમય વ્યતિત કરી શકે.
તો પછી ધર્મ કરવાની જરૂર શા માટે છે?
- આમ તો આપણે, આપણી સર્વ પ્રવૃતિઓની પાછળ રહેલા હેતુને અથવા તો જીવનનું લક્ષ્ય શું છે એ તપાસવા પ્રયત્ન કરીએ તો તદ્દન અંધકાર અથવા અવ્યવસ્થા માલૂમ પડશે.
- આપણા અંતરાત્માને પૂછીએ કે
- આ સર્વ દોડાદોડી શાને માટે?
- કોને માટે?
- કેટલા વખત માટે?
- પરિણામે મેળવવાનું શું?
-
તો આનો સ્પષ્ટ જવાબ કોઇ આપી નહીં શકે. જવાબ શૂન્યમાં જ આવશે. આમ તો ૧૦૦૦ માંથી ૯૯૯ માણસો શાને માટે દોડાદોડી કરે છે તે જાણતા નથી, વિચારતા નથી, સમજતા નથી, સમજવા પ્રયત્ન પણ કરતા નથી.
-
આપણે કાયાની શક્તિ અને ઇન્દ્રિયોની શક્તિનો તો સતત ઉપયોગ કરીએ છીએ, ધન કમાવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.
-
પણ આ બધી શક્તિઓ મન અને આત્માની શક્તિઓ કરતા નીચી કોટિની છે. માનસિક અને આત્મિક શક્તિઓ ખુબ જ કિંમતી છે, નીચી કોટિની એટલે કે કાયા ઇન્દ્રિયો ની શક્તિઓનો ઉપયોગ કરી લેવાય અને ઉચ્ચ કોટિની એટલે કે મન અને આત્માની શક્તિનો ઉપયોગ ન કરાય કે ઓછો કરાય તો એ મુર્ખતા નથી?
-
આ તો એના જેવું થયું કે આપણી પાસે મર્સિડીઝ કાર હોય અને બળદગાડામાં ફરીએ!
- જો આત્મિક શક્તિનો ઉપયોગ નહીં કરીએ અને મૃત્યુની છેલ્લી પળ સુધી ધન કમાવવા અથવા તો નિરર્થક પ્રવૃતિઓ પાછળ સમય વેડફી નાખશું તો
શું આપણે બળદગાડામાં ફર્યા તેવું નહી ગણાય?
હવે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે આ આત્મિક શક્તિનો ઉપયોગ એટલે શું?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶