ભાગ ૧૧૪: મહારાજા કુમારપાળને દયાધર્મ પ્રત્યે કેટલી બધી કર્તવ્યબુદ્ધિ!
આગળના ભાગમાં આપણે જોયું કે સાધના વિના સિદ્ધિ નહિ.
હવે આગળ,
ધર્મમા વિકાસ કરવાનો એટલે શું?
ધર્મ પર પ્રેમ-અહોભાવ વધારો
- પહેલું તો ધર્મ પર પ્રેમ અને અહોભાવ વધારવાનો. ગુરૂ પાસેથી કોઈ દેવદર્શન-પૂજા કે સામાયિકનો ધર્મ તો લીધો,
- પરંતુ પછીથી
ચાલો, બાધા લીધી છે એટલે પહેલાં દર્શન પતાવો, પૂજા પતાવો, સામાયિક પતાવો,
એમ ધર્મને પતાવવાની વસ્તુ બનાવાય ત્યાં ધર્મ પર એવો પ્રેમ-ઉલ્લાસ રહે નહિ
- ધર્મ પર અહોભાવ આવે નહિ!
- અહો કેવો સુંદર આ વીતરાગ પ્રભુનાં દર્શનનો ને પૂજાનો પવિત્ર ધર્મ!
- મારા જેવા ભારેકર્મી જીવને આ પવિત્ર તારણહાર ધર્મ મળ્યો…
- ધન્ય ઘડી! ધન્ય અવતાર! કેવી પ્રભુની મારા પર કરુણા!
- આમ રોજ ને રોજ ઊછળતા પ્રેમ અને અહોભાવ સાથે ધર્મ સેવાતો જાય તો ધર્મમાં વિકાસ થતો જાય.
ધર્મમાં અત્યંત કર્તવ્યબુદ્ધિ લાવો
- વિકાસ માટે વળી આ કરવાનું કે જે ધર્મકાર્ય હાથમાં લીધું એના પર અત્યંત કર્તવ્યબુદ્ધિ અત્યંત ઉપાદેયબુદ્ધિ જાગતી રહે,
- અત્યંત કર્તવ્યબુદ્ધિ એવી, કે એ ધર્મકાર્યની સામે બીજા સુખ-સાધન, પૈસા-મોટર-બંગલો વગેરે ઊભા કરવાનું કે એ સુખ-સાધન ભોગવવાનું કોઈ વિસાતમાં ન લાગે એટલું કિંમતી આ ધર્મકાર્ય લાગે.
- તેથી પેલાં કાર્યો કરતાં આ ધર્મકાર્ય અતિશય કર્તવ્ય લાગે
કેવી રીતે?
- પૈસાટકા વિષય-વિલાસ વગેરે તો નાશવંત છે, અને રાગ-દ્વેષ ને ભારે પોષનારા છે, તેથી ભવોનાં ભ્રમણ ફેરા વધારનારા છે!
- ત્યારે આ ધર્મકાર્ય રાગદ્વેષને ઘટાડનાર અને ભવના ફેરા કાપનાર અવિનાશી કાર્ય છે, માટે આ જ કર્તવ્ય હોય, આ જ ઉપાદેય ગણાય.
આવશ્યકતાઓ ઓછી કરો
- ઘણી બધી આવશ્યકતાઓ હોય ને ઘણી બધી એષણાઓ હોય મન એ પૂરવા બન્યું રહે છે. ત્યાં એનો પ્રેમ ધર્મપ્રેમ કરતાં વધી જાય છે, એથી ધર્મ સાધતાં સાધતાં મન ધર્મમાંથી ઊઠી ઊઠીને એમાં જતું રહે છે.
- ધર્મ પામ્યા પછી દુન્યવી એષણાઓ એટલે કે ઈચ્છાઓ-લાલસાઓ કાંઈક પણ ઓછી કરતા જવાય, ને આવશ્યકતાઓ-જરૂરીયાતો ઓછી કરતા જવાય
રાજા કુમારપાળે આવશ્યકતા કેવી ઘટાડી?
- કુમારપાળ મહારાજ મોટા અઢાર દેશના સામ્રાજય વૈભવવાળા છતાં ધર્મપ્રેમ વધારવા, ધર્મમાં વિકાસ કરવા, જરૂરિયાતો એષણાઓ એમણે કેવી ઘટાડી નાખેલી કે દર ચોમાસુ બેસે એટલે ચાર મહિના માટે પૂર્ણ બ્રહ્મચર્ય!
- પાટણ બહાર જવાનું નહિ!
- પાટણમાં ય પ્રાયઃ મંદિર ઉપાશ્રય સિવાય બીજે જવાનું નહિ!
- નિત્ય એકાસણું!
- પાંચ વિગઈનો ત્યાગ!
- લીલોતરી ત્યાગ!
- મહારાજા કુમારપાળને દયાધર્મ પ્રત્યે કેટલી બધી કર્તવ્યબુદ્ધિ કે ત્યાં પોતાના શરીર સુખાકારિતાની એવી એષણા નહિ ત્યારે તો પૌષધમાં પગ પર મંકોડો ચોંટી ગયો તો એની દયાખાતર મંકોડા નીચેની પોતાના શરીરની ચામડી ઉખેડી, એ ચામડી સાથે મંકોડાને અખંડ ક્ષેમકુશળ રાખી બહાર મૂકી દીધો ! ત્યાં શરીરે સુખાકારિતાની એષણા બાજુએ મૂકી દીધી.
ધર્મમૂડી મળ્યા પછી આપણે ક્યાં ઊભા છીએ?
એને એવો ને એવો જ સાચવવાનો કે, એને વિકસાવવાનો કે?, એને દુબળો પાડવાનો?
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶