🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૧૫: પહેલાં પ્રભુ-પૂજા શરુ કરી ત્યારે જે ભારે ઉલ્લાસથી પૂજા થતી હતી તે ઉલ્લાસ, અફસોસ કે આજે પૂજામાં નથી થતો!

આગળના ભાગમાં આપણે જોયું કે ધર્મમૂડી મળ્યા પછી આપણે ક્યાં ઊભા છીએ?

એને એવો ને એવો જ સાચવવાનો કે, એને વિકસાવવાનો કે?, એને દુબળો પાડવાનો?

જેમ કે

  • દાનનો કે શીલનો, યા તપનો કે ઉપધાનનો, અથવા જિન ભક્તિનો કે સાધુ-સેવાનો… વગેરે કોઈ ને કોઈ ધર્મ તો પામ્યા જ હોઇએ ને? પછીથી એવો ને એવો જ પાળ્યો? કે એને વિકસાવ્યો? અથવા એને દુબળો પાડયો? સરવૈયું કાઢીએ કે આપણે ક્યાં ઊભા છીએ?
  • મોટા ભાગે ઘાટો જ દેખાશે

ધર્મમાં ઘાટાના દષ્ટાન્ત:

  • પહેલાં પ્રભુ-પૂજા શરુ કરી ત્યારે જે ભારે ઉલ્લાસથી પૂજા થતી હતી તે ઉલ્લાસ, અફસોસ કે આજે પૂજામાં નથી થતો!
  • રોજ નવકારશી કરતાં પહેલાં જે ઊંચા તપના ભાવ રહેતા, ને વચમાં વચમાં પોરિસી કરી લેતા, તે ઉલ્લાસ આજે નથી! આજે નવકારશી તો થાય છે, પરંતુ ઉલ્લાસ વિના જ ટેવાઈ ગયા એટલે થાય છે. નવકારશીમાંથી પોરિસીમાં જવાનું મન નથી થતું.
  • પહેલાં ઉલ્લાસથી દાન કરતા હતા, હવે એવો ઉલ્લાસ નથી થતો !
  • પહેલાં સ્વાધ્યાયની ધૂન લાગેલી એવી આજે નથી.
  • આમ સરવૈયામાં ઘાટો કેમ?

ધર્મમૂડીમાં ઘાટા ન આવે એનો ઉપાય:

  • ધર્મમાં વિકાસ કરવા માટે ધર્મને સાધતો સંવેગ-વૈરાગ્ય તથા ત્યાગ અને ક્ષમાદિગુણો વિકસાવતા ચાલીએ તો ધર્મમાં ઘાટો ન આવે.
  • આમાં “સંવેગ” એટલે હૃદયમાં દેવ, ગુરુ અને ધર્મ પર પ્રીતિ બહુમાન ખૂબ ઉછળતા રાખવા તે.
  • વૈરાગ્ય એટલે સંસારને નરકાગાર અને કારાગાર સમાન લેખી હૈયે એના પ્રત્યે અભાવ-અરુચિ અનુભવવી તે.
  • ત્યાગ એટલે સુખ-ચેન-આરામી પર કાપ મૂકતા ચાલવું તે.
  • ક્ષમાદિગુણો એટલે ક્ષમા-નમ્રતા-નિરહંકાર-ગંભીરતા સહિષ્ણુતા-ઉમદાદિલ-પરાર્થવૃત્તિ અને મૈત્રી આદિ ભાવો.
  • થોડો પણ ધર્મ સાધતા જઈએ અને સાથે આ સંવેગ-વૈરાગ્ય, ત્યાગ અને ક્ષમાદિ વધારતા જઈએ તો એ થોડો પણ ધર્મ વિકાસવાળો બને.
  • ધર્મની થોડી ગરજ ઊભી થઈ એટલે ધર્મક્રિયા તો થાય છે. પરંતુ તે ક્રિયા અને ક્રિયાના સાધન પ્રત્યે બહુમાન સાથે નહીં. દા.ત. પ્રભુને હાથ જોડશું તો જેમતેમ, ખમાસમણ પણ જેમતેમ આપશું !

બહુમાન અંગે આપણે એક દ્રષ્ટાંત જોઇએ

  • એક ગામની નજીકમાં જંગલમાં એક સુંદર કાષ્ઠનું ઝાડ હતું એ કાષ્ઠ મકાન બાંધવા સુંદર ઉપયોગી થાય એમ હતું તેથી રાજા અને મોટા શ્રીમંતોએ એમાંથી કાઇ કાપી લાવવા મજુર દ્વારા પ્રયત્નો કરતા પરંતુ એ વૃક્ષ દેવાધિષ્ઠિત હોવાથી દેવ વૃક્ષ છેદવા આવતા મજુરોને મોતને ઘાટ ઉતારી દેતા. પછી તો એ કાષ્ઠને કાપી લાવવા કોઈ તૈયાર જ નહીં…..
  • એમાં રાજાએ એ કાષ્ઠ લાવનારને ઈનામ જાહેર કર્યું, પણ કોણ હિંમત કરે?
  • ત્યાં તો એક ગરીબ કારીગરને સહાયતા કરવા એક સમજદાર શ્રાવકે કહ્યું,

જો આ દેવનો માલ છે, એ આપણે એમની બહુમાનથી પૂજા-ભક્તિ કરીને રજા માગ્યા વિના ઉપાડીએ તો એ કેમ સહન કરે ? એક સામાન્ય માણસ પણ પોતાનો માલ ચોરીથી ઝડપ કરનારને સહન નથી કરતો, તો મહાન દિવ્ય શક્તિવાળા દેવતા કેમ સહન કરે ? માટે પહેલાં એ દેવનાં બહુમાનભર્યા પૂજન કર, પછી આજ્ઞા માગ, પછી વૃક્ષ કાપ, તો તને કાંઈ નહીં થાય.

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો