ભાગ ૧૧૭: ધર્મ ગમ્યાની કસોટી
આગળના ભાગમાં આપણે જોયું કે દરેક ધર્મક્રિયા શરૂ કરતા પહેલાં એના પર હૈયામાં બહુમાન કરવું, અને પછી ધર્મક્રિયા શરુ કરવાથી અગણિત ફાયદાઓ થશે…
ધર્મ ગમ્યાની કસોટી:
- ધર્મ ગમે છે? કે ધર્મ પર સૂગ છે? એની આ કસોટી છે કે ધર્મમાં ધન ખરચાયું, શરીર ઘસાયું, સમય ખરચાયો, એ ગમે છે? કે ખૂંચે છે?
હાશ, આ ઠીક લેખે લાગ્યું.
- એમ થાય છે? કે
હાય! ક્યાં આ પૈસા બગાડયા? ક્યાં આટલો બધો વખત બગાડયો?
-
એમ હાય! થાય છે?
- ધર્મ પર સૂગ હોય તો એમાં ખરચાયેલ પર “હાય!” થાય
- ધર્મ પર પ્રીતિ હોય તો એમાં ખરચાયેલ પર “હાશ!” થાય
-
આપણને “હાય” થાય છે કે “હાશ”?
- સ્વાર્થ અને માન બહુ ભૂંડી ચીજ છે એ ધર્મ પર સૂગ લાવે.
-
ધર્મ પર સૂગ દુર્લભબોધિ બનાવે
- આ પરથી એ પણ સમજવા જેવું છે કે અહીં આપણને કોઈ દાનધર્મ, કોઈ શીલધર્મ, કોઈ વ્રત-નિયમધર્મ, તપધર્મ, ત્યાગધર્મ, મૈત્રીધર્મ, પૂજ્ય પ્રત્યે બહુમાનધર્મ, પ્રભુપૂજાધર્મ, સાધુસત્સંગધર્મ વગેરે કોઈ ધર્મ પ્રત્યે રુચિ ન થતી હોય, તો એનું કારણ એ, કે પૂર્વે ધર્મની સૂગ કરી હોવા સંભવ છે.
તો હવે આપણે જોઇએ કે ધર્મ સૂગનાં પૂર્વ પાપનું વારણ કઇ રીતે કરવું?
- દુષ્કૃત્યની ભારોભાર નિંદા-ગર્હા જુગુપ્સા કરવાની. જેમ કે દાન ધર્મને લઈને એમ થયા કરે
અરેરે ! મેં પૈસા અને સંસારની આંધળી આસક્તિમાં દાન પ્રત્યે કેવી સૂગ કેવી ઘૃણા-જુગુપ્સા કરી હશે ! સૂગ કેવી,
આ સાધર્મિક વાત્સલ્યમાં ને સંધપૂજનમાં આ ઉપધાન-ઉજમણા કે જિનેન્દ્રભક્તિ મહોત્સવમાં ફોગટ પૈસા વેડફી નાખવાનું શું કામ છે? એવો તારણહાર દાનધર્મ પર કેવો અભાવ કર્યો હશે? દાન કરનારને કેવા મૂરખ માન્યા હશે ! ને એમાં જાતની સદબુધ્ધિનું કેવું દેવાળું કાઢ્યું હશે !
- આ કેવી મારી ધનલંપટતા!
- ને કેવી મારી અધમ સંસારરસિકતા!
- સંસારમાં પત્નીને સહેજ રાજી રાખવા દાગીના પર દાગીના, અને સાડીઓ પર સાડીઓમાં હજારો ખરચતાં કશું વેડફી નાખવાનું ન લાગે!
- એમ મોહના ઘરના બીજા ઢગલો ખરચમાં કશું અજુગતું ન લાગે! ને હૈયાફૂટા મને તરણતારણ ધર્મમાં ખરચ પર સૂગ ચડી?
- આવા આવા પસ્તાવા, તે પણ હૈયાનાં રુદન સાથે થયા કરે તો પેલા ધર્મસૂગના પાપના અનુબંધ મોળા પડે એવું બીજા શીલધર્મ, ત્યાગધર્મ, તપધર્મ વગેરેની ધૃણાનાં દુષ્કૃત્યનો પસ્તાવો અને રુદન થયાં કરે તો એ પાપના અનુબંધ મોળા પડે, ને ધર્મસૂગનાં પાપ મોળાં પડે.
- મનને એમ પણ થાય કે
આ દાનાદિધર્મ તો જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે, તો હું કેવો નફફટ કે જિનાજ્ઞા પ્રત્યે જ મેં ધૃણા કરી !
એમ આ ધર્મો મહાન આત્માઓએ આચરેલા છે, તો એ ધર્મની ધૃણા કરવા જતાં મેં એ મહાપુરુષોની કેવી અવગણના કરીs!
કેવા એમને મેં મૂઢ અજ્ઞાન મૂરખ લેખ્યા!
પ્રભુ! પ્રભુ! મારી એ ધર્મધૃણા, જિનાજ્ઞા-બેપરવાઈ અને મહાપુરુષોની અવગણનાનાં પાપ મિથ્યા થાઓ.
- આ દાનાદિ ધર્મની ઘૃણા કરીને આપણે જાતને બુધ્ધિશાળી માનીએ છીએ! કેટલી હદે કરૂણા!
- એવી સ્વદુષ્કૃત-નિંદા-સંતાપ થયા કરે ધૃણાપાપના સંસ્કાર તુટે
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶