ભાગ ૧૧૧: ધર્મપ્રેમ માપવાની પારાશીશી
આગળના ભાગમાં આપણે ધર્મ પ્રેમ વિશે જોઇ રહ્યા હતા…
આપણને ખરેખર ધર્મપ્રેમ છે કે કેમ?
આપણને એવું છે કે…
-
ધર્મ જ તારણહાર છે?
-
ધર્મ જ શાન્તિદાતા છે?
-
ધર્મ જ આપત્તિમાં પણ મહાન આશ્વાસનભૂત છે?
-
હૈયે ધર્મનો પ્રેમ જાગતો હોય તો જ ધર્મની હૈયા સાથે સગાઈ થાય. તેથી માપવું પડે કે હૈયામાં ધર્મપ્રેમ છે?
-
“ધર્મપ્રેમ” એટલે ધર્મરાગ, વીતરાગ સર્વજ્ઞ ભગવાનના ધર્મશાસન પ્રત્યે રાગ.
-
એ જો છે તો શાસનના અંગો પ્રત્યે પણ પ્રેમ-રાગ-મલકાટ હોવો જોઈએ. “શાસનના અંગો” એટલે શાસનપતિ તીર્થકર ભગવાનનું નામ, ભગવાનની મૂર્તિ, મંદિર, તીર્થ, શાસનના આરાધક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, શાસનનાં શાસ્ત્રો-આચારો-અનુષ્ઠાનો-વ્રત વિધાનો વગેરે.
-
શાસનના આ અંગો પર જો રાગ નથી, પ્રેમ નથી, એ જોતાં કે સાંભળતાં મલકાટ નથી થતો, તો પછી શાસન પર, ધર્મ પર પ્રેમ શો?
ધર્મપ્રેમ માપવાની આ પારાશીશી છે કે ધર્મના ઉપરોક્ત અંગો પર મલકાટ કેટલો થાય છે.
- શાસન પર પ્રેમ યાને ધર્મપ્રેમ ખરેખર જાગ્યો હોય તો એને શાસનના અંગો જોઈ-સાંભળી હૈયે મહા આનંદ-મલકાટ થાય.
- ત્યારે જો કશો આનંદ-મલકાટ થતો નથી, ને ઉપરથી એના બદલે ઉદ્વેગ, ઈર્ષ્યા, સૂગ, અરુચિ વગેરે થતું હોય, તો અંતરમાં ધર્મપ્રેમ ક્યાં રહ્યો?
અહીં મનને સહેજ ચમકારો લાગશે કે શું શાસનના અંગો પ૨ વળી અરુચિ ઉદ્વેગ થતા હશે?
- પરંતુ આપણા જીવનને તપાસવાની જરૂર છે. જીવનમાં જોઈશું તો દેખાશે કે કોઈ વાર સ્વાર્થ, અસહિષ્ણુતા, અહંત્વ, યા સ્વમાનરક્ષાની તમન્ના અથવા બીજા કોઈ દોષના લીધે ધર્મના અંગ ઉપર અરુચિ ઉદ્વેગ વગેરે સ્ફુરી આવે છે. જેમ કે,
- પુત્રે ઉપવાસ કર્યો અને માતાએ એના ૫૨ કકળાટ કર્યો ત્યાં ડેડીને એ ઉપવાસ પર અરુચિ થવા સંભવ છે,
- પોતે કોઈ દાન કર્યું ને કુટુંબીએ એના પર કલેશ કર્યો તો પોતાને એ દાન પર અભાવ થવાનો પ્રસંગ બને.
- સાધર્મિકવાત્સલ્ય નું જમણ કર્યું ને ચાર જણે એના પર ટીકા કરી તો સાધર્મિક પર ખેદ થવા સંભવ છે.
- દિકરો સામાયિકમાં બેઠો, ડેડીને લાગ્યું કે હજી એણે સ્કુલનું લેશન નથી કર્યું તો એને સામાયિક પર અરુચિ થવા સંભવ છે.
- સંઘમાં કોઈ ફાળો કરવામાં આવ્યો અને પોતાને એમાં રૂપિયા લખાવવાનું મન નથી પણ આગેવાન આગ્રહ કરે છે તો એ વખતે એ ટીપ ઉપર અભાવ થવા સંભવ છે.
- તીર્થમાં મુનિમે જુદા જુદા ખાતામાં નોંધાવવા આગ્રહ કર્યો ને પોતાને મન નથી તો ય ધર્મખાતા પર અરુચિ થવા સંભવ છે.
આમ જો ધર્મના અંગ પર અરુચિ થાય છે, તો એ વખતે મૂળમાં ધર્મપ્રેમ જાગ્યો છે કે કેમ એ વિચારવું પડે.
- ખરેખર ધર્મપ્રેમ ઝળહળતો હોય તો ધર્મના અંગ પર અરુચિ ન થાય.
- અરુચિ-દ્વેષ કદાચ આડું બોલનાર-વર્તનાર વ્યક્તિ પર થવા જાય, પરંતુ ધર્મની વસ્તુ ઉપર તો પ્રેમ જ બન્યો રહે.
- માટે આ સાવધાની હંમેશા બની રહેવી જોઈએ કે જો ધર્મ ગમે છે, તો કદી ધર્મની વસ્તુ પર અરુચિ ન થાય, એટલું જ નહિ પણ આનંદ-મલકાટ રહે.
મેતારાજ મુનિના જીવે પૂર્વભવમાં સાધુપણે “ગુરૂએ ચારિત્ર સારું આપ્યું પણ પરાણે આપ્યું તે ખોટું”
કાંઈ મારીને મુસલમાન કરાય?
હવે પછીના ભાગમાં આપણે જોઇશું કે મેતારાજ મુનિના આવા વિચારનું શું પરિણામ આવ્યું?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶