ભાગ ૩: ધર્મની દ્રષ્ટિએ રાત્રિભોજન શા માટે નહીં?
આગળના ભાગમાં આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોયું, તો ચાલો હવે, ધર્મની દ્રષ્ટિએ રાત્રિભોજન શા માટે નહીં તે જોઇએ.
૩. ધર્મની દ્રષ્ટિએ:
पउमचरियम ગ્રંથમાં શ્રી વિમલાચાર્યજીએ કહ્યું છે, “જે અસંયત અને વ્રતરહિત મનુષ્યો રાત્રિભોજન કરે છે તે લોકો નરકગતિ અને તિર્યંચગતિમાં અનંતકાળ જન્મ-મરણ કરે છે, દુ:ખ અનુભવે છે, ગમે તે પ્રકારનું મનુષ્ય જીવન પામે છે અને અનાથ-અસહાય બને છે.”
- સૂર્યાસ્ત પછી વાતાવરણમાં જીવોની ઉત્પત્તિ ઘણી થઇ જાય છે, વીજળીના પ્રકાશમાં પણ તે જીવો દેખાતા નથી, પણ ભોજનમાં પડે છે, આનાથી શારીરિક નુકસાન તો થાય જ છે, જીવહિંસા પણ થાય છે.
- મહાભારતમાં પણ કહ્યું છે, જેઓ દારુ, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે, તેમના તીર્થયાત્રા, જપ-તપાદિ અનુષ્ઠાનો નિષ્ફળ જાય છે.
- માર્કંડ પુરાણ માં કહ્યું છે, સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી બરાબર છે અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે.
પ્રભુએ રાત્રિભોજનના ત્યાગ કરવાની જે વાત કરી છે તેમાં મુખ્ય કારણ અતિ જીવહિંસા છે. પ્રભુ સર્વે જીવોને અભયદાન કરવાના પ્રરૂપક હતાં. સૂર્ય આથમ્યા પછી જે જીવ સૃષ્ટિ સૂર્યના તાપને સહન નહીં થતા ખુણે-ખાંચડે પડી રહેતી તે તમામ ઉડવા લાગે. જે માણસ રાત્રે જમવા બેસે તેને ભાણામાં અસંખ્ય જીવો પડે. તે બધાને તે માણસ જીવતા જ ખાઇ જાય.
- આજનો બુદ્ધિજીવી વર્ગ એમ માને છે કે પહેલાના જમાનમાં લાઇટ ન હતી અને આજે સૂર્ય પ્રકાશ જેવી લાઇટ આવી ગઇ છે તેથી રાત્રિભોજનમાં જીવહિંસાનો સવાલ ઉદભવતો નથી પરંતુ એવા અસંખ્ય સુક્ષ્મ જીવાણુંઓ એ વીજળીના પ્રકાશમાં હોય છે જે નરી આંખે દેખી પણ સકાતા નથી. તેથી જીવહિંસાનું પાપ તો જરૂરથી લાગે જ.
રાત્રિભોજન કરવાથી:
- અગણિત સૂક્ષ્મ જીવો, ત્રસજીવોની હિંસા થાય છે.
- મનની પવિત્રતા ધટે છે.
- આત્મા તિર્યંચગતિ, નરકગતિ, અશાતાવેદનીય વગેરે પાપકર્મ બાંધે છે.
- મરણમાં અસમાધિ, પરલોકમાં દુર્ગતિ અને દુ:ખની પરંપરા ચાલે.
- ધુવડ, કાગડા, બીલાડા, ગીધ, સાબર, ભૂંડ, સાપ, વીંછી અને ગીધ વગેરેના હલકા અવતારો મળે.
- નરકગતિની કાતિલ, કાળઝાળ વેદના ભોગવવી પડે.
- પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ લાગે
-
રાત્રિભોજનની ટેવને લીધે મન બરાબર કાર્ય નથી કરી શકતું જેથી ખરાબ ભાવનાઓ વધતી જાય છે અને ખરાબ ભાવનાઓ હોવી એ અધર્મ ગણાય છે. - - આજ કારણથી ભારતીય સંસ્કૃતિના સર્વ ધર્મોમાં રાત્રિભોજનને મહત્ત્વ નથી આપ્યું.
- જ્ઞાની પુરૂષોએ રાત્રિભોજનને તિર્યંચ અને નરકનું આશ્રવદ્રાર કહ્યું છે. નરકમાં ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું આયુષ્ય હોય છે, તેથી વધીને લાખ વર્ષ, ૫૦ લાખ વર્ષ, કરોડો વર્ષ, અસંખ્ય વર્ષ સુધીના પણ આયુષ્ય હોય છે.
- રાત્રિભોજન કરવાથી મોટા ભાગના માણસો નરકને ધામ પહોંચી જતા હોય છે. માની લો કે રાત્રિભોજન કરવાથી આપણે લાખો વર્ષના આયુષ્ય સાથે આવતા ભવમાં નરકમાં પહોંચી ગયા તો શું?
- ત્યાં દુ:ખો કેટલા ભયાનક!
- પરમાધામી તરફનો ત્રાસ કેટલો ભયંકર!
- તે કરતા, આ ભવમાં રાત્રી ભોજનનો ત્યાગ કરવું શું ખોટું?
- ખરેખર તો શ્રાવકે એકાસણું જ કરવાનું હોય છે. ત્રણ ટાઇમ ખાઇને શરીર બગાડીએ છીએ અથવા તો બિયાસણું કરી જેમાં નવકારશી તથા બપોરનું ભોજન વાપરી અને સાંજના ભોજનનો ત્યાગ કરી શકાય. છતા કોઇ એકાસણું તથા બિયાસણું ન કરી શકતા હોય તો તેમના માટે ટીફીન લઇ જઇ શકાય, સુકુ ખાઇને ચલાવી શકાય, આવા તો ઘણા બધા વિકલ્પો હોય છે. પરંતુ તે માટે ફક્ત રાત્રિભોજનને ત્યાગ કરવાના મજબુત મનોબળની જ જરૂર છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶