🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૦૯: મર્યા પછી સ્વર્ગ મળે કે મોક્ષ મળે, એનાથી અમારે શું નિસ્બત?

આગળના ભાગમાં આપણે જોયું કે

  • ખાધા વિના ન ચાલે
  • પૈસા કમાયા વિના ન ચાલે
  • બજારમાં ગયા વિના ન ચાલે

આ હૈયે બેસી ગયું છે એની ગરજ રહે છે જ​…

પણ ધર્મ માટે આવું હૈયે બેઠું છે કે ધર્મ વિના ન ચાલે?

  • વિષયોની-વિષયસુખની લંપટતા છે અને ધર્મ એ વિષયસુખની આડે આવે છે, માટે ધર્મ વિના ચાલે એવું માની લેવાય છે.

  • અભવી જેવાને વિષયલંપટતા છે, છતાં એ માને છે કે ધર્મ વિના ન ચાલે,
    • અને વળી એમ માનીને વિષયભોગમાં બેસી નથી રહેતા, પણ એ છોડીને ઠેઠ ચારિત્રધર્મ સુધી અપનાવે છે ખરા, પરંતુ ત્યાં ધર્મ વિના ન​ ચાલે એ માનવામાં ધર્મ કરીને ઊંચા વિષયસુખો મેળવ્યા વિના ન ચાલે એવું માન્યું છે.
  • એટલે ખરું તો વિષયસુખોની આંધળી લંપટતા યાને વિષય પરિણતિ ઊભી જ​ છે

  • દિલમાં આ પરિણતિ હોય ત્યાં ધર્મની પરિણતિ ન આવે.

  • તો અંતરમાં શુદ્ધ ધર્મ પરિણતિ વિનાના બાહ્ય ધર્મની કિંમત કેટલી?

    • અંતરમાં જૂઠ રમતું હોય ને બહારથી સામાને આકર્ષવા પહેલા સાચું બોલે

    • અંતરમાં મોટી ધાપ​ લગાવવાનું બેઠું હોય ને બહારથી કોઈ સોદામાં નીતિ કે ઉદારતા દેખાડે

    • અંતરમાં પારણે મારે સારું અને ખુબ ખાઈ-પી શકાય​ અને તગડા બની શકાય એ માટે બહારથી ઉપવાસ કરે

  • આવા બાહ્ય સત્ય-નીતિ-ઉદાર​વ્ય​વહાર અને ઉપ​વાસની કિંમત કેટલી?

  • અંતરમાં સુંદર વિષયો જ મેળવવા-ભોગવવાની લગન રમતી હોય ત્યાં ધર્મપરિણતિ શાની ઊભી શકે?

અને એ લગનથી જ બાહ્ય કર્મ​ કરે એની કિંમત શી?

  • એટલે એવાને ધર્મ વિના ન ચાલે એવું માનવાનું હોતું જ નથી.

  • સારા વિષયસુખો વિના ન ચાલે, ને એ ધર્મથી જ મળે માટે ધર્મ કરો એજ એની માન્યતા હોય છે.

  • આવો વિવેક હોય અને સદબુદ્ધિ હોય, તો તો ધર્મની ભુખ જાગે, ધર્મનો ય​થાશક્તિ પુરુષાર્થ થાય પરંતુ વિષયસુખોની લંપટતા જ રાખવી હોય તો ધર્મ​ શાનો પોષાય?

  • ધર્મનો પુરુષાર્થ નથી થતો ત્યાં દોષ કર્મ કે ભ​વિત​વ્યતાને દેવો નહીં પરંતુ વાંક જાતનો ને જાતની વિષય લંપટતાનો જોવો કે ધર્મ વિના ચાલે એવી માન્યતાનો જોવો

લોકો કહે છે તમારો ધર્મ અમારે શું કામનો?

  • તમારો ધર્મ ઉધાર છે, અમારે તો રોકડો ધર્મ જોઈએ.

  • મર્યા પછી સ્વર્ગ મળે કે મોક્ષ મળે, એનાથી અમારે શું નિસ્બત? અમારે તો આ જ ભવમાં ફળ જોઈએ.

  • અમને રોકડા ધર્મમાં રસ છે, ઉધાર ધર્મમાં નહીં

ધર્મના રોકડા ફાયદાઓ:

  • રોગ-રહિત તન

    • ધર્મ કરનારો માણસ રાત્રિભોજન આદિ છોડીને એકાસણા, બેસણા કે ઉપવાસ કરતો થાય એટલે સ્વાભાવિક રીતે જ રોગ દૂર ભાગે.
  • સંક્લેશ - રહિત મન​

    • ધાર્મિક પુરૂષ​ કર્મસત્તા પર વિશ્વાસ રાખતો હોવાથી ગમે તેવા પ્રસંગોમાં પણ સંક્લિષ્ટ વિચારોથી મનને ગ્રસ્ત બનવા દેતો નથી. વળી, પ્રભુ-ભક્તિ પણ મનને સંક્લેશથી બચાવે છે અને ચિત્તને શાંતિ મળે છે
  • ક્લેશ રહિત વચન

    • મન સંક્લેશ ગ્રસ્ત હોય તો જ વચન કલેશયુક્ત​ નીકળે, પ્રસન્ન અને મધુર વાણી, પ્રસન્ન અને મધુર મનની નિશાની છે,
  • ભય-રહિત હ્રદય​.

    • ધર્માત્મા કદી ભયભીત નથી હોતો. અભયને આપનાર પ્રભુને જેણે પકડી લીધા તેને ભય કેવો ? તેથી આત્માને સ્વસ્થતા મળે છે.
  • વાસના-રહિત ઈન્દ્રિય

    • પ્રભુની ઉપાસનામાં જે ઇન્દ્રિયો મસ્ત બની જાય તેને વાસના શી રીતે સતાવે ?
  • સ્વાર્થ-રહિત સંબંધ

    • ધર્મી-આત્મા અન્ય સાથે નિર્મળ સંબંધ જોડે છે, બીજા સંસારી માણસોની જેમ એના સંબંધમાં સ્વાર્થની બદબૂ નથી આવતી.
  • હિંસા-રહિત જીવન

    • આ બધાનો ફળરૂપે જીવનમાં અહિંસા આવે જ છે, અહિંસા એ ધર્મરૂપી વેલનું અમૃત ફળ છે.

આમ છેવટે ધર્મથી જ અંતકાળ સુખદ બને છે

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો