🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૧૦: શું ધર્મ અને સમૃધ્ધિ બંને ગમે એવું બને?

આગળના ભાગમાં આપણે ધર્મના રોકડા ફાયદા વિશે જોયું…

આપણને ધર્મ ગમે છે? ધર્મનો પ્રેમ છે?

 • તો આ ના જ​વાબમા આપણે તરત હા કહી દઇએ છીએ…
 • પણ જો એ વસ્તુ સાચી છે કે કેમ? તો આ માટેની પારાશીશી એ છે કે જો “મને ધર્મ ગમે છે” તો પછી ધર્મ દુનિયાની સમૃધ્ધિ-સતા-સન્માન કરતા કિંમતી લાગે છે?

શું ધર્મ અને સમૃધ્ધિ બંને ગમે એવું ન બને?

ના

 • ધર્મ શબ્દનો અર્થ જ એ છે કે હિંસાદી પાપ અને પાપ સાધનો કરતા વિરૂધ્ધ વસ્તુ.

 • જેમકે સત્ય એટલે અસત્યથી વિરૂધ્ધ ચીજ​… જેમ સત્ય અને અસત્ય બંને ગમે એવું ન બને, એમ ધર્મ અને પાપ બંને ગમતા ન બની શકે.

 • જો ધર્મ કિમતી લાગે છે તો પાપની પાપનાં સાધનની કશી કિંમત ન લાગે.
 • ધર્મ કર્યો અને પૈસા મળ્યા પરંતુ જો એ પૈસા કિંમતી લાગશે તો ત્યાં ધર્મ કિંમતી નહિ લાગે. તેથી એ પૈસા દાનમાં ઉછાળવાનું મન નહિ થાય, ને અગર મન થશે તો પૈસા સન્માનાદિ અધિક મળે એ માટે, તેથી ત્યાં કિંમતી તો પૈસા જ રહ્યા, ધર્મ નહિ.
 • એટલે ધર્મ કિંમતી લગાડવા ધર્મ આગળ પાપ-પાપસાધનો કિમત વિનાના લાગવા જોઈએ.
 • ધર્મ કિંમતી લાગે તો જ ધર્મ ગમ્યો ગણાય, ધર્મપ્રેમ જાગ્યો ગણાય.

“શુદ્ધ ધર્મપ્રેમ” એટલે પાપસાધનભૂત કોઈ સુખસંપત્તિ

 • સન્માનના પ્રેમથી ધર્મનો પ્રેમ નહિ, કિંતુ સ્વતંત્ર ધર્મપ્રેમ, પાપ અને પાપસાધનાના અણગમા સાથેનો ધર્મપ્રેમ, એવા ધર્મપ્રેમથી ધર્મસાધના કરવાની હ​વે જો કોઇ પુછે કે…

  • દેવદર્શનપુજા કેમ કરો છો ?
  • દાન કેમ કરો છો ?
  • તપ કેમ કરો છો ?
  • શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના કેમ કરો છો?

તો આ બધાનો જવાબ એક જ કે “મને ધર્મ ગમે છે માટે આ કરું છું.”

 • મનમાં પણ એ જ રાખવાનું કે જીવનમાં ધર્મ જ કર્તવ્ય છે, તો લાવ બને તેટલો વધુ ધર્મ કરું

 • પરંતુ એ નહિ કે “આનાથી પૈસેટકે સુખી રહીએ, સમાજમાં સારું માન મળે વગેરે

 • આ પાપસાધનો પોષવા માટે ચિંતામણિથી પણ અધિક એવા ધર્મને શા માટે વેચું?

 • બાહ્ય સુખસાધનો તો પૂર્વ કર્માનુસાર આવે છે, જાય છે, તેથી એના રાગ ખાતર ધર્મનો રાગ ગૌણ ન કરું એ ગમે છે માટે એના માટે ધર્મ ગમે એવું ન રાખું.
 • ધર્મથી ભવના ફેરા મટે, જન્મ-મરણની વિટંબણા ટળે, અહીંનું જીવન પશુજીવન ન બને માટે મને ધર્મ ગમે તો ધર્મ પ્રેમ શુધ્ધ કહેવાય​…

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો