ભાગ ૧૨: દેરાસરની વ્યવસ્થા એ કોની જવાબદારી છે?
આગળનાં ભાગમાં આપણે મહામંત્રી પેથડશાહ ‘નિસીહી’ નું કેવું અદભુત પાલન કરતા એ વિશે જોયું.
પ્રથમ નિસીહી નું કર્તવ્ય:
- આપણે નિસીહી બોલીને દેરાસરમાં પ્રવેશ કર્યા બાદ પહોંચ અને અધિકાર હોય તો દેરાસરની પેઢી ઉપર કામગીરીની તપાસ કરવી…
- આપણને યોગ્ય હોય એવો સાથ સહકાર દેવો અને પેઢીના વહીવટ માં પોતે પણ ભોગ દેવો.
તે ઉપરાંત:
- દેરાસરમાં પૂજારી વગેરે વફાદારી પૂર્વક કામ કરે છે ને?
- પૂજા કરવામાં કામ આવતા વાસણો બરાબર સાફ અને સ્વચ્છ રહે છે ને?
- અંગલૂછણા પણ મેલા નથી ને?
- ક્યાંય લીલોતરી ઉગી નથી ને?
- ક્યાંય નિગોદ (લીલ-કાંજી) જામી નથી ને?
- આદિ બાબતની પોતે ઝીણવટભરી તપાસ કરે… અને ક્યાંય એવી અજુગતિ પ્રવૃતિ લાગે કે દેરાસરની આશાતના જેવું લાગે તો તેને દૂર કરવા માટે સ્વયં પ્રયત્ન કરવો જોઇએ.
- આપણે દેરાસરમાં રાડો ન પાડવી જોઇએ! બૂમાબૂમ ન કરવી જોઇએ કે વ્યવસ્થાપક-ટ્રસ્ટીઓને ભાંડવા નહીં.
દેરાસરની વ્યવસ્થા એ આપણી જવાબદારી છે.
- આપણે કોઇના માથે સીધું જવાબદારી નું પોટલું ઠાલવી,
“કોઇ જાતની વ્યવસ્થા નથી.. બસ બેસી ગયા પોસ્ટ પર અને પોતાનું ધાર્યું જ કરે છે..”
- તેવા શબ્દો કહી આપણી જવાબદારીથી દૂર ના ભાગવું જોઇએ.
- જેટલી તેમની જવાબદારી છે તેટલી જ આપણી પણ જવાબદારી છે.
જો આપણે નિસીહીના આ કર્તવ્યને સમજી અદા કરીએ તો એક સાથે ઘણા લાભ સંભવી શકે:
- દેરાસરની આશાતના નાબૂદ થાય.
- દેરાસર સ્વચ્છ-સુંદર-સુઘડ રહે.
- નોકર-ચાકર પોતે સાવધાન બની દરેક કાર્ય વફાદારી પૂર્વક કરતા રહે.
- વ્યવસ્થાપકો પણ સુપેરે વહીવટ સંભાળી શકે.
આજે આ બધું ભુલાતું જ જાય છે. જાણે દેરાસર એટલે ટ્રસ્ટી, વહીવટદારોનું કે વ્યવસ્થાપકોનું! આપણી તો કોઇ જવાબદારી જ ન હોય.
- આપણે દેરાસરમાં સમય દેતા નથી અને જો સમય આપીએ તો દેરાસરની વ્યવસ્થામાં મદદરૂપ થવાને બદલે બૂમાબૂમ કરશું. તે કેટલું ઉચિત્ત?
નિસીહી બોલ્યા બાદ જો નીચે મૂજબ કરીએ તો નિસીહીનો અર્થ શું?
- દેરાસર એટલે મિલનસ્થાન
- માણસો દેરાસરની અંદર અને બહાર એકબીજાને મળે, વાતો કરે, સગા-સંબંધીઓને મળવા દેરાસરે બોલાવે
- દેરાસરમાં જ વ્યવહારિક કામ પતાવે!!! જેમ કે છોકરા-છોકરી જોવાનું કામ!
- સાજા-માંદાના ખબર-અંતર પૂછવાનું કામ
- દુકાને મળવાના, ઘરે જમવાના, માંડવે કે સાદડીમાં પધારવાના આમંત્રણો આપવા
- આજનું બજાર (શેર બજાર) કેવું છે? કયો ઇસ્યુ ભરવા જેવો છે? કેટલું પ્રિમિયમ બોલાય છે?
- વોટ્સએપ - ફેસબુકની વાતો..
હવે પછીનાં ભાગમાં આપણે તિલક વિધી વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶