ભાગ ૧૯: દેરાસરમાં ધંટનાદ શા માટે કરવામા આવે છે?
ભાગ ૧૮માં આપણે પ્રદક્ષિણા વિશે જોયું હવે પ્રદક્ષિણા પછી જ્યારે દેરાસરમાં પ્રભુના દર્શન માટે પ્રવેશ કરીએ:
દેવદર્શન એટલે શું તે આપણે ભાગ ૩ માં જોયું કે જેમાં “મારૂં આજે અહોભાગ્ય, મારી આજે ધન્ય ઘડી કે જેથી મારા તારક પરમાત્માના મને સાક્ષાત દર્શન થયા.”
પ્રભુ દર્શન શા માટે?
- પરમાત્માનું દર્શન પરમ કલ્યાણકારી અને મહા મંગલકારી છે.
- પરમાત્માનું દર્શન પાપનો નાશ કરે છે.
- પરમાત્માના દર્શન સ્વર્ગ પ્રાપ્તિનું કારણ છે.
- જ્યાં સુધી આત્મા પૂર્ણ અવસ્થા પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી દર્શનથી શુભ કર્મ બંધાય છે અને દર્શનનું અંતિમ ફળ મોક્ષ છે.
- જેમ અરીસામાં જોવાથી મોઢાના ડાધ દેખાય છે તેમ પ્રભુના દર્શનથી આપણા આત્મામાં રહેલા દોષો દેખાય છે.
આ ભવસાગરમાં હે પ્રભુ મેં કદી આપને કદી કોઇ ભવે સાંભળેલા નહીં હોય કારણ કે આપનું નામ સાંભળ્યા પછી તો આપતિ આવે જ નહીં એટલે હું સ્પષ્ટ પણે માનું છું કે પૂર્વભવોમાં મેં કદી એક વાર પણ મેં આપના દર્શન પણ નહીં કર્યા હોય એટલું જ નહીં પરંતુ આપનું નામ પણ સાંભળ્યું નહીં હોય, નહીં તો આવા કર્મબંધ મને કેમ નડે?
અથવા તો
મેં આપને સાંભળ્યા પણ હશે, દર્શન પણ કર્યા હશે અને પૂજ્યા પણ હશે પરંતુ ખરેખર ભક્તિથી ચિત્તમાં ધારણ કરેલ નથી (ભાવ વગરની ક્રિયા કરી હશે) નહીં તો હું ક્યારનો સિદ્ધગતિ પામી ગયો હોત.
દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યારે પહેલા જમણો પગ મૂકી પગથીયા ચઢવાની શરૂઆત કરવી.
- પુરૂષોએ પ્રવેશદ્રારમાં (પ્રભુની)જમણી બાજુએ થી અંદર જવું
- સ્ત્રીઓએ (પ્રભુની)ડાબી બાજુએથી પ્રવેશ કરવો
ધંટનાદ
- દેરાસરમાં પ્રવેશતા એકવાર ધીમેથી ધંટ વગાડવો
- ધંટ વગાડતી વખતે આપણા હાથની હથેળી આપણા મુખ તરફ હોય તે રીતે વગાડવો.
ધંટનાદ શા માટે કરવો જોઇએ?
- ધંટનાદ એટલે જાગૃત થવું… બીજાને જાગૃત કરવા..
- નાથનો સંદેશ ઝીલવાની પ્રેમભરી પ્રેરણા એના નાદમાં માદકતા છે આત્માની.. નાશકતા છે મદ અને માનની…
- એના ઘોષમાં પોષ છે પરમાત્મભાવનો.. પ્રકિયા છે વૈજ્ઞાનિક..
- ઘંટ સમવસરણ માં વગાડવામાં આવતી દેવ દુંદુભિનું પ્રતિક છે..
- પ્રભુ મંદિરમાં પેસતાં જ પ્રભુનાં દર્શન કરતાં …. ધંટ વગાડવાનું એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે જ્યારે આપણે ઘંટ વગાડીયે છીએ અને તેની નીચે ઉભા રહીએ છીએ ત્યારે તેના ધ્વનિ તરંગોથી આપણાં સાંસારિક વિચારોની ધારા તુટી જાય છે.. અને એ વિચારો પર એક ઝાટકો લાગે છે… અને આપણા વિચાર ધાર્મિક થવા લાગે છે… આમ ધંટ એ જાગરણનું પ્રતિક છે…
- પ્રવેશ સમયે ધંટનાદ ન કરવો તે અવિધિ છે.
- જોરથી ધંટનાદ કરવો જેનાથી બીજાઓને પોતાની આરાધનામાં વિક્ષેપ પડે તે અવિધિ છે.
- વારંવાર ઘંટ વગાડવો એ અવિધિ છે.
આવતા ભાગમાં જોઇએ કે ઘંટ વગાડી શું કરવું જોઇએ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶