🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

બજારૂ મોટા ભાગના આઈસ્કીમમાં ઇંડાનો રસ વગેરે પ્રાણીજ દ્રવ્યો હોવાની સંભાવના છે

આગળના ભાગમાં આપણે ઉકાળેલા પાણીની જયણા તેમજ​ જમણવારોની જયણા કેવી રીતે પાળ​વી તે વિશે જોયું હતું…

હ​વે આગળ

H - જયણા


  • પશ્ચિમ જીવનશૈલી અને વિચારસરણીને રંગે રંગાયેલી યુવા પેઢીમાં ઈન્સટન્ટ ફૂડ “રેડી ટુ ઈટ” ફૂડે જબરુ આકર્ષણ જમાવ્યું છે.
  • બજાર પરનાં આ ફાસ્ટ ફૂડનો ખોરાક નિરર્થક ચરબીના તત્ત્વોવાળો અને પોષણ આપવાની ક્ષમતા વગરનો હોય છે.

  • આ ફાસ્ટ ફૂડના વેચાણનો આંક જેમ જેમ ઉપર વધતો જાય છે તેમ તેમ તેને ખાનારાઓનો આરોગ્યનો આંક નીચે આવતો જાય છે અને તેઓ જાત જાતની બીમારીઓના ભોગ બનતા જાય છે. માટે ઈન્સ્ટન્ટ (જલ્દિથી) મોત આપનારા ફૂડથી સાવધાન રહો

ચીજ વસ્તુના વપરાશમાં જયણા

  • જીવન વપરાશની અનેક ચીજોમાં પ્રાણીજ પદાર્થોનો ઉપયોગ થાય છે.
  • તે ચીજો માટે મોટા પાયે પ્રાણીઓની હિંસા થાય છે.
  • વળી, વિલાયતી દવાઓ વગેરેની બનાવટ પૂર્વે પ્રાણીઓ ઉપર ક્રૂરતાપૂર્વકના અખતરાઓ થાય છે. આવી ચીજ વસ્તુઓને સદા માટે તિલાંજલી આપવી દરેક ચીજના અહિંસક વિકલ્પો બજારમાં ઉપલબ્ધ હોય જ છે.

નીચેની હિંસક કે હિંસાપ્રોત્સાહક ચીજોનો ત્યાગ કરો.

  • જીલેટીન: પ્રાણીઓનાં હાડકાનો પાવડર છે, જેનો ઉપયોગ જેલી, આઈસ્ક્રીમ,પિપરમેન્ટ, કેપ્સુલ, ચ્યુંઇગ​-ગમ વગેરેમાં થાય છે.

  • શેમ્પૂઃ ટેસ્ટિંગ માટે સસલાં વગેરે પ્રાણીઓ ઉપર પ્રયોગો કરવામાં આવે છે

  • ચામડાના ચપ્પલ, બૂટ, પર્સ, પાકીટ, બેગ: પ્રાણીઓની કતલમાંથી ચામડું મેળવવામાં આવે છે

  • વિલાયતી દવાઓ: અનેક વિલાયતી દવાઓમાં પ્રાણીજ દ્રવ્યો હોય છે. શક્યતઃ વિલાયતી દવાનો ત્યાગ કરવો, લેવી જ પડે તો પ્રાણીજ દ્રવ્ય તેમાં ન હોય તેની ખાતરી કરી લેવી

  • કસ્ટર્ડ પાવડર: ઇંડાનો રસ તેમાં હોય છે

  • ચરબીવાળા સાબુઃ નહાવાના કે ધોવાના સાબુમાં પ્રાણીજ ચરબી વપરાતી હોય છે. તેથી, સાબુ ચરબી વગરના અહિંસક ખાત્રીપૂર્વકના જ વાપરવા

  • આઈસ્ક્રીમ: બજારૂ મોટા ભાગના આઈસ્કીમમાં ઇંડાનો રસ વગેરે પ્રાણીજ દ્રવ્યો હોવાની સંભાવના છે

  • નુડલ્સ પેકેટ: ચિકન ફલેવર તેમાં ભેળવવામાં આવે છે

  • એનીમલ ટાઈપ બિસ્કિટ: (જનાવરોના આકારના) જુદાં જુદાં પશુઓનાં આકારના જેમ કે : હાથી, ઘોડો, વાંદરો, માછલું વિગેરે આકારના હોય છે.તે ખાવાથી મેં ઘોડો ખાધો, સિંહ ખાધો, એવા હિંસક સંસ્કારો બાળકોમાં પડે છે. માટે ખાવાં નહીં અને બાળકોને જાગૃતિ આપવી.

  • ક્રાફ્ટ ચીઝ: રેનેટ ફ્રોમ કાઉઝ (૨-૩ દિવસનાં જન્મેલાં વાછરડાંની હોજરીના રસનાં મિશ્રણથી બને છે. તેનો ઉપયોગ બ્રેડ ઉપર લગાડવામાં તથા પીઝા બનાવવામાં થાય છે. માંસાહારનો દોષ લાગે છે.

  • ચ્યુંઈગમ: બીફ, ટેલો અને હાડકાનો પાવડર તેમાં ભેળવવામાં આવે છે
  • મેન્ટોસ: તેની બનાવટમાં બીફ ટેલો, બોન પાવડર તથા જીલેટીન વપરાય છે.

  • ઉપરની બન્ને વસ્તુઓ(ચ્યુંઈગમ, મેન્ટોસ) સ્કૂલ તથા કૉલેજના વિદ્યાથીઓ પુષ્કળ ખાય છે. મોઢામાં ચગળે છે. જીભને ચટકો લગાડવા જેવો નથી. તે શાકાહારીને માંસાહારી બનાવે છે.

  • ટુથ-પેસ્ટ: લગભગ જેમાં ઈડાનો રસ, હાડકાનો પાવડર તથા પ્રાણીજ ગ્લિસરીનનું મિશ્રણ હોય છે. સવારના પહોરમાં દાંત સાફ કરવા લગાડતા હિંસક વસ્તુઓના દોષ લાગે છે. તેનાથી બચવા આયુર્વેદિક નિર્દોષ મંજન નો ઉપયોગ કર​વો.

  • ઇન્સ્યુલીન​ ઇંજેક્શનો: કતલ કરેલા ઘેટાં-બકરાં-ભૂંડના પેન્ક્રિયાસ નામના અવયવમાંથી બને છે.

  • સુપ પાવડર તથા સુપક્યુબ્ઝઃ તેમાં ચીકન ફલેવરનું મિશ્રણ થાય છે

  • ચોકલેટ: ઇંડાના રસની સંભાવના છે. અનેક રીતે અભક્ષ્ય છે. તેમાંથી કીડાઓ નીકળવાની ફરીયાદો ખૂબ સંભળાય છે

  • જાજાબ્સ: રંગબેરંગી નરમ આ પીપરમાં જીલેટીનનું મિશ્રણ હોય છે

  • વાઈન બિસ્કીટ: ઈંડાના રસનું મિશ્રણ હોય છે. આદિ પ્રાણીજ દ્રવ્યો છે

  • આઈસ્ક્રીમ પાવડર: તેમાં જીલેટીન હોય છે

  • પોલોઃ આ સફેદ એસ્ટ્રાસ્ટ્રોંગ​ પીપરમાં જીલેટીન આદિ પ્રાણીજ દ્રવ્યો છે

  • સેન્ડવીચ સ્પ્રેડ તથા મેયોનીઝ: તેમાં ઇંડાનો રસ મિક્સ કરાય છે અને બ્રેડ ઉપર લગાડીને ખાવામાં તેનો ઉપયોગ કરાય છે. બ્રેડપાઉંમાં અભક્ષ્ય મેંદો, ધનેરા-ઈયળનો નાશ, આથો લાવતાં ત્રસજીવોનો અગ્નિમાં નાશ, પાણીના અંશથી વાસી રહેતાં કરોડો (લાળીયા) જીવો ઉપજે છે. તેથી અભક્ષ્ય અને સચિત છે
  • બટર​: માખણમાં અસંખ્ય ત્રસ જંતુઓ છે જે વિકાર અને રોગ કરે છે
  • ચાયના ગ્રાસ: જે દરિયાઈ વનસ્પતિ લીલ​-સેવાળના મિક્ષણથી બને છે.

  • સૌદર્ય પ્રસાધનો:

    • લિપસ્ટીક, આઈબ્રો - જનાવરોના હાડકાનો ભુકો, લાલ લોહી તેમજ જુદા જુદા અવયવોના રસમાંથી અને ચરબીમાંથી તૈયાર થાય છે.
    • સસલા-વાંદરા-ઉંદર પર તે પદાથોનો પ્રયોગ થાય છે. તેમાં અસંખ્ય જનાવરો મરી જાય છે. અંધ બની જાય છે. મેકઅપમાં શરીરના સુશોભન માટે સ્ત્રીઓ અને પુરુષો તેનો ભરપૂર ઉપયોગ કરે છે, એનો દરેક અહિંસા પ્રેમીએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
    • લિપસ્ટીકમાં ચરબી-લોહી-તથા માછલીના શરીરના ભીંગડા સૂકવીને ઉપયોગ થાય છે તેથી જેટલી વાર જીભ હોઠ ઉપર લાગે તેટલીવાર માંસના અણુઓ પેટમાં જાય છે.

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો