🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૮: પ્રભુના દર્શન કરીને પ્રભુએ કેવો સમભાવ રાખ્યો હતો તે વિચારી ઘરે જઇએ અને ઘરે ચા ખાંડ વગરની મળે તો?

આગળનાં ભાગમાં આપણે પ્રભુદર્શન કરતી વખતે શું કર​વું? એ વિશે જોઇ રહ્યા હતા…

આ ભાગમાં આપણે પ્રભુદર્શન વિશે વધું જોઇએ…

3C. પ્રભુદર્શન


શાંતિનાથ ભગ​વાન

  • શાંતિનાથ ભગ​વાનના દર્શન વખતે શું ચિંતવવું?
    • ૬ ખંડનું ચક્રિ તરીકેનું રાજ્ય મળ્યું અને આપ એને લાત મારીને નીકળી ગયા અને મારાથી તો કંઇ પણ નથી છુટતું!
      શું આપનો ત્યાગ!
      કેવી આપની સાધના!
      ચક્રિ તરીકે મળેલા ભોગયોગ્ય શરીરમાં પણ આપે ખડે પગે ઉભા રહી કેવી સાધના કરી.
    • જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળ્યું, ત્યાં સુધી પલાઠી વાળીને નિરાંતે બેઠા પણ નહીં.
    • પ્રભુ આપે ચક્રિ તરીકે કેવી સુકોમળતા ભોગ​વી હતી.
    • પણ પછી સંયમ લઇ કાઉસગ્ગ ધ્યાનમાં જ ઉભા રહી તત્વચિંતનમાં જ સદા મસ્ત રહ્યા એમાં વચ્ચે કોઇ સંકલ્પ-વિકલ્પ પણ નહીં.
    • સંયમ લઇને કેવા ઉપ​વાસોને અરસ - ​‌વિરસ આહારમાં મસ્ત બન્યા.
    • દર્શન તો એ ના એ જ છે. પણ હૈયાને આ રીતે આનંદથી ઉછળતું કરતા જઇએ અને આંખને આંસુથી ભરતા જઇએ તો પરિણતિ સુધરતી જશે, વિકસતી જશે. આ છે ઇષ્ટલાભ​.

મહાવીર સ્વામી

  • મહાવીર સ્વામી ભગ​વાનના દર્શન વખતે શું ચિંતવવું?
    • પ્રભુ આપનું જીવન કેવું અદભુત​: માતા-પિતા તમારા ઉપર અથાગ રાગ વરસાવે છે પરંતુ તમને તેમના ઉપર કોઇ આસક્તિ નથી. કેવો જ્વલંત વૈરાગ્ય​!
      છતા તેમના પ્રત્યે આપ વિનય ચૂકતા નથી.
    • હે પ્રભુ! આપનો વિનયગુણ કેવો અદભુત કે જન્મથી આપ અવધિજ્ઞાની અને ઇન્દ્રપૂજ્ય છતા માતા-પિતા મોટાભાઇ આગળ આપની ગજબ નમ્રતા.
    • આપનું જીવન કેવું ઉમદા કે રાજકૂળમાં વૈભ​વ-વિષય તો ઉંચી કોટિના છે જ. એમાં વળી દેવતાઓ તમારા હિસાબે ધરમાં કરોડો રત્ન​-મોતી ‌-સોનૈયાનો વરસાદ વરસાવે છે છતા તમને એનું જરાય અભિમાન નથી કે એના ઉપર લેશમાત્ર રાગ પણ નથી.
    • હે પ્રભુ! તમારા સુકોમળ શરીરે કઠોર સંયમ અને ભીષ્મ તપશ્ચર્યા આદર​વાનું તથા ઘોર ઉપસર્ગો સહન કર​વાનું કર્યું.
  • આપણા પ્રભુ (મહાવીર પ્રભુ) કેવા હતા? સાડા બાર વર્ષના કેવા ઘોર ઉપસર્ગોને આપણા માટે પ્રભુએ સહન કર્યા!
    • મહાવીર પ્રભુને શૂલપાણીએ ત્રણ પહોર સુધી ભયંકર વેદનાઓ આપી, ઝેરી ચંડકોશિયો નાગ ડસ્યો, કટપૂતના રાક્ષસીએ ભયંકર શીત ઉપસર્ગ કર્યો, સંગમદેવતાએ એક રાતમાં અતિશય ભયાનક ઉપસર્ગોની કારમી પીડા વરસાવી, ગોવાળીયાએ કાનમાં ખીલ્લા ઠોક્યા, ગોવાળોએ પગ ઉપર ખીર રાંધી. તો પણ પ્રભુએ શાંતિ-સમાધિથી સહન કર્યું તો પ્રભુની કેવી અજબ સહિષ્ણુતા. અદભૂત સમાધિ!
    • જે ભગ​વાન જન્મતા જ મેરૂ પર્વતને કંપાવનારા એવી શક્તિના સ્વામી એવા આપણા પ્રભુએ જો ધ્યાન નો માર્ગ લીધો હોત તો બધા કર્મોને અંતર્મુહૂર્ત્તમાં ખપાવી શક્ત અને જેની એવી કક્ષા હોય તે જ ધ્યાનથી કર્મ ખપાવી શકે. જ્યારે આપણે તો એવું ધ્યાન પણ ન કરી શકીએ એના માટે જે મજબૂત મનોબળ જોઇએ તે પ્રથમ સંઘયણ​વાળાને હોય અને હ​વે પછીના જીવો પ્રમાદી રહેવાના તે જીવો કર્મો ખપાવ​વાની વાતો કરશે, ધર્મની વાતો કરશે અને ગમશે પણ ખરી પરંતુ અમલમાં મૂકવાની વાત આવશે ત્યારે પ્રમાદી બનશે એટલે આપણને તે માર્ગે ચાલ​વાની પ્રેરણા માટે તેઓએ સાડાબાર વર્ષ ઘોર ઉપસર્ગો આપણા માટે સહન કર્યા હતા.
    • પ્રભુ ભયંકર ઉપસર્ગો કરનારાને મિત્ર કરતા પણ અધિક માનતા હતા એ લોકો કર્મક્ષય કરાવવામાં ઉપકારી છે તેમ માનતા અને પ્રભુના અનુયાયી એવા આપણે તકલીફ આપનારને કેવા માનીએ છીએ? આમ આપણે પણ આપણી આપતિમાં પૂર્વક્રૃત કર્મો ઉપર અને બીજા ઉપર દ્રેષ ન કરીએ તો તે દર્શન સાચા અર્થમાં ગણાશે.

પાર્શ્વનાથ ભગ​વાન

  • પ્રભુ પાર્શ્વનાથ ભગ​વાનના દર્શન કરતી વખતે વિચાર​વું:
    • પાર્શ્વનાથ ભગ​વાનને કમઠ અને ધરણેન્દ્ર બંન્ને માટે સમભાવ હતો.
    • કમઠ પ્રતિકૂળતા આપે છે તો એના પ્રત્યે દ્રેષ નથી અને ધરણેન્દ્ર અનુકૂળતા કરે છે તો એના પ્રત્યે રાગ નથી. આમ​, કમઠ પ્રતિકુળતા આપીને પ્રભુના પાપ ખપાવે છે અને ધરણેન્દ્રની અનુકૂળતાથી પ્રભુનું પુણ્ય વપરાય છે.


      કમઠે ધરણેન્દ્રે ચ​, સ્વોચિતં કર્મ કુર્વતિ;
      પ્રભુસ્તુલ્ય-મનોવૃતિ; પાર્શ્વનાથ​; શ્રિયેડ્સ્તુ વ​:

    • પરમાત્માની રોજ સ્તુતિ કરનારા આપણે સમભાવ ધારણ કરવાને બદલે રાગદ્રેષને આધિન બની જઇએ છીએ.
    • રાગદ્રેષને આધિન ન બનીએ તો જ સમભાવ મેળ​વી શકાશે.
    • આમ​, પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીને પ્રભુએ કેવો સમભાવ રાખ્યો હતો તે વિચારી ઘરે જઇએ અને ઘરે ચા જો ઠંડી અથ​વા તો ખાંડ વગરની મળે અને જો આપણો ગુસ્સો વધી જાય તો તે દર્શન સમભાવના વિચારનો શું લાભ​?
    • આમ​, આંતરીક ભાવક્રિયા પણ બાહ્યક્રિયાની સાથે ઉભી કરીએ. યોગ્ય શુભ ભાવોના ઉલ્લાસ લાવીએ તો તે દર્શન સફળ થાય​.

હ​વે પછીનાં ભાગમાં આપણે પ્રભુદર્શન અને દર્શનાચાર વિશે વધુ જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો