🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪૦: માત્ર ભકિત જ નહીં પણ ભકિતની જેમ પ્રભુ બહુમાન પણ ખુબ જ અગત્યનું છે....

આગળના ભાગમાં આપણે પ્રભુ પ્રત્યેની આપણા ભકિત-પ્રેમ કેવા હોવો એ વિશે જોયું…

આ ભાગમાં આપણે ભક્તિ અને બહુમાનના ભેદનું દ્રષ્ટાંત જોઇએ…

૧૭ ભક્તિ અને બહુમાન


ભક્તિ અને બહુમાનના ભેદનું શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે.

 • એક મહાદેવનું મંદિર છે. રોજ પૂજારી મહાદેવની પૂજા ભક્તિ કરે છે. પરમાત્માની સારસંભાળ કરે છે. તેવા સમયે એક જંગલનો ભીલ હાથમાં તીર લઈને અને મોમાં પાણીનો કોગળો રાખી ત્યાં મહાદેવની પાસે આવી તીરથી મૂર્તિ ઉપર રહેલાં બધાં ફૂલને વિખેરી નાંખે છે અને પછી તેના ઉપર મોમાં રહેલ પાણીનો કોગળો બહાર કાઢે છે અને પછી

 • ભીલ: મહાદેવ ! મઝામાં છો ને?
 • મહાદેવ: હું તો મઝામાં છું પણ તું તો મઝામાં છેને ?
 • ભીલ: મારે તારા જેવો મહાદેવ મળ્યા પછી શું ચિંતા હોય? તારા પ્રભાવે મારે લીલાલહેર છે.

 • આ જોઇ પૂજારી વિચાર કરે છે કે, આ મહાદેવ કેવો છે ? રાત - દિવસ​ એની ભક્તિ કરીને હું મરી ગયો છતાં એને મારી સાથે વાત કરવાનું મન થતું નથી અને આ ભયંકર આશાતના કરનાર મોંમાંથી કોગળો ફેંકનાર ભીલ સાથે એને વાત કરવાનું મન થાય છે.
 • એટલે મહાદેવને પૂજારી ઠપકો આપે છે કે તું કોનો છે ? રાત - દિવસ ભક્તિ હું કરું છું અને વાત તું ભીલ સાથે કરે છે.
 • ત્યારે મહાદેવ કહે છે, એનામાં શું છે એ જોવું હોય તો તું આવતી કાલે આવજે.

 • બીજે દિવસે પૂજારીએ મંદિર ખોલ્યું તો મહાદેવને એક જ આંખ છે, બે નહિ.
 • આ જોઈને પૂજારી ચારેબાજુ બૂમો પાડે છે. મહાદેવની એક આંખ ચોરાઈ છે. ચારે બાજુ બુમરાણ મચાવ્યા પછી જ્યારે મળતી નથી તો શાંત થઈ જાય છે.
 • તે જ વખતે ભીલ દર્શને આવ્યો અને જોયું કે એક આંખ નથી તો ભીલ કહે છે - અરે પ્રભુ! આ શું?

તારા સેવકને બે આંખ અને તારે એક? આ કેમ ચાલે? તું તો મારો નાથ છે, સર્વસ્વ છે, મારે ભલે એક આંખ હોય પણ તારે તો બે જ જોઈએ.

 • એમ કહી ને ભાલાની અણી પોતાની આંખમાં ખોસી આંખ કાઢી મહાદેવને લગાવી દે છે અને પછી બે આંખવાળા તેને જોતાં આનંદ અનુભવે છે.
 • આ જોઇ પૂજારી તો આભો જ બની જાય છે કે આ ભીલ શું કરી રહ્યો છે?
 • ભીલમાં બહુમાન હતું, ભક્તિ નહિ, જ્યારે પૂજારીમાં ભક્તિ હતી, બહુમાન નહિ.
 • એ જ રીતે માત્ર ભકિત જ નહીં પણ ભકિતની જેમ પ્રભુ બહુમાન પણ ખુબ જ અગત્યનું છે….

૧૮A. ધર્મક્રિયામાં પ્રીતિ જરૂરી છે:


 • જેમ કોઇ કરોડપતિ બાપની દિકરીને કોઇ સામાન્ય ઘરનો યુવક ગમી જાય તો પછી તે દિકરી બંગલો છોડીને પણ સામાન્ય ઘર એટલે કે ભાડે રહેતા હોય તેવા ઘરમા પણ તે યુવક સાથે લગ્ન કરી રહેવા જાય છે…
 • જો તે જ રીતે એક વાર આપણને પ્રભુ ગમી જાય, પ્રભુ હૈયે વસી જાય તો કોઇ પણ ધાર્મિક ક્રિયા આપણને અઘરી ન લાગે…
 • જે કોઇ ધર્મક્રિયા આપણે કરીએ તેમાં આંતરપ્રીતિ હોવી જોઇએ અને જ્યાં સુધી અનાદિકાલીન પાપપ્રીતિ તૂટશે નહીં ત્યાં સુધી ધર્મપ્રીતિ થશે નહીં.
 • સંસારની પાપક્રિયાઓ પ્રત્યે ધૃણા-નફરતનો ભાવ પેદા કર​વો. શરૂઆતમાં ભલે કૃત્રિમ નફરત કરીએ… પણ ઘીરે-ઘીરે સ્વભાવિક નફરત પેદા થઇ જશે.
 • એ જ રીતે ધર્મક્રિયામાં શરૂઆતમાં પ્રીતિભાવ ભલે કૃત્રિમ હોય, પરંતુ ધીરે-ધીરે એ પ્રીતિભાવ સ્વભાવિક બની જશે. શુભ ભાવો જગાડનારી આ પ​વિત્ર ક્રિયા બતાવીને જિનેશ્વર ભગ​વંતોએ આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે, “કેટલી સુંદર ક્રિયા છે એ!!” એ રીતે વિચાર કર​વાથી પ્રીતિ દ્રઢ થતી જશે.
 • કેટલાક જીવોને પૂર્વજન્મના સંસ્કારોને લીધે પરમાત્મા પ્રત્યે સહજતાથી પ્રેમ હોય છે, તો કેટલાક જીવોને પ્રેમ બાંધ​વો પડે છે.

હ​વે પછીના ભાગમાં આપણે બહુમાન અને આદર વિશે જોઇએ…
શેર કર​વા નીચે ક્લિક કરો