🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪૬: આ ઘાણીમાં તમારે તલની જેમ પીસાઇ જવાનું છે !

૨૦C.અહોભાવપૂર્વક દર્શન કઇ રીતે કર​વા?


આગળના ભાગમાં આપણે જોયું કે પાલકના મનમાં વેરની ગાંઠ બંધાઇ ગઇ હોવાથી, તે સ્કંધકાચાર્યને ફસાવી શિક્ષા આપ​વા માંગતો હતો. એટલે જ તેણે પોતાના માણસો સાથે રાત્રે આવી સ્કંધકાચાર્ય જ્યાં ઉતર્યા હતા તે ઉદ્યાનમાં ઠેર​-ઠેર શસ્ત્રો દટાવ્યા અને હ​વે પાલક રાજાને શું કહે છે તે આપણે જોઇએ.

  • પાલક​: રાજન​! તમારા સાળા સ્કંધકાચાર્ય ૫૦૦ શિષ્યોની સાથે અહીં આવ્યા છે તે સમાચાર આપને મળ્યા?
  • રાજા: હા, મને મળ્યા અને મને ખુબ જ આનંદ થયો અને હું એમનું જોરદાર સ્વાગત કરીશ અને કાલે મારા પરિવાર સાથે દેશના સાંભળીશ​.
  • પાલક​: હે રાજા! આપ ભોળા છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે બધી વાતમાં શંકા ઉઠાવ​વી, કારણ કે જે વિશ્વાસમાં રહે છે તે છેતરાય છે.
  • રાજા: એટલે તું એમ કહેવા માંગે છે કે મારે આ આચાર્ય ઉપર અવિશ્વાસ કર​વો?
  • પાલક​: હા, હું એમ જ કહેવા માંગુ છું, હું એને મહાત્મા નહીં પણ અધમાત્મા કહીશ​. સાચી વાત તો એ છે કે તે મહાત્મા સંયમ જીવનથી કંટાળ્યા છે એટલે જ અહીં આવ્યા છે. એમનો ઉદ્દેશ છે : તમારું રાજય પચાવી પાડવું ! આ ૫૦૦ શિષ્યો એ ખરેખર શિષ્યો નથી, પણ એમના સૈનિકો છે. તમે વંદન કરવા જશો ત્યારે તમારું ડોકું વધેરાઈ જવાનું ! પછી રાજ્ય સીધું એમને કબજે થઇ જવાનું !”
  • રાજા: પાલક! કંઇક વિચારીને બોલ. આવા મહાત્મા પર આવી આળ આપતાં શરમ નથી આવતી ? તું શાના આધારે આ બધા ગપગોળા હાંકે છે?
  • પાલક​: હે રાજા! મને ખબર જ હતી કે મારી વાત આપને નહિ ગમવાની. હિતકારી પણ હોય અને મીઠું પણ હોય, એવું વચન સાચે જ દુર્લભ છે. પણ રાષ્ટ્રના મંત્રી તરીકે મારી ફરજ છે કે આપને સાચી વાત જણાવવી. આપને માઠું લાગશે તો? એ બીકે જો હું આપને સાચી વાત ન સંભળાવું તો હું સ્વ-ધર્મ ચૂક્યો ગણાઉં ! મેં આ વાત માત્ર અનુમાનના આધારે નથી કહી, પાકી ખાતરી કર્યા પછી કહી છે. મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો આજ રાતે આવજો મારી સાથે. હું તમને પુરાવાઓ બતાવીશ.” મંત્રીની વાતની ખાતરી કરવા રાજા ઉદ્યાનમાં આવ્યા. પૂર્વયોજના મુજબ જમીનમાં છુપાયેલા શસ્ત્રો જોઇ મહારાજાનો ક્રોધ ભભુક્યો. આ સાળા સ્કંધક આવા દુષ્ટ છે? કે આખરે સાલો “સાલો“ જ નીકળ્યો. પણ કાંઇ વાંધો નહિ. એમને કઇ જાતની સજા કરવી એ બધું કામ હું તને સોપું છું. પાલકને મન-ભાવન કામ મળી ગયું. ભાવતું’તું ને વૈદે કીધું. એની યોજના સફળ થઇ !

  • બીજે જ દિવસે પાલક પોતાના સાગરીતો સાથે સ્કંધકાચાર્ય પાસે આવી પહોંચ્યો, અને કહે છે,

“મહારાજ ! ધરમના ઢોંગ ઘણા કર્યા… હવે એ ઢોંગ-બોંગ મૂકી દો. ચાલો મારી સાથે… તમને તમારા ધર્મનું સાક્ષાત ફળ બતાવું. તે દાડે તો તમે મને હરાવ્યો હતો. હવે આજે તમે જોજો, કોણ જીતે છે ? ધર્મ કે અધર્મ? રાજાનો આદેશ છે, તમારા સૌનો વધ કરવાનો ! ચાલો, મારી સાથે.

  • ત્યારે સ્કંધકાચાર્ય વિચારે છે પ્રભુએ કહ્યું હતુ કે મરણાન્ત કષ્ટ આવશે અને એની તૈયારી સાથે જ પોતા શિષ્યો સાથે આવેલા. પૂર્ણ સ્વસ્થતાથી, જરા પણ ઉકળાટ કે ઉદ્વેગ વિના તેઓ તૈયાર થઇ ગયા.
  • પાલક એક મોટા વાડામાં બધાને લઇ ગયો. ત્યાં માણસો પીલી શકાય તેવી એક ઘાણી હતી.
  • પાલકે ગર્જના કરતાં કહ્યું :

“આ ઘાણીમાં તમારે તલની જેમ પીસાઇ જવાનું છે ! તમારો ધર્મ આમાંથી તમને બચાવશે. લો… આવી જાવ.. એક પછી એક.. હું તમને આજે મજા ચખાવીશ.. તમારા ધર્મની અસલી મજા… જિંદગીમાં પહેલીવાર અને છેલ્લી વાર… ચાલો.. એક પછી એક આવો.”

  • આવા મર્મવેધક વાક્યો સાંભળવા છતાંય જરાય ગુસ્સો લાવ્યા વિના સ્કંધકાચાર્યના શિષ્યો લાઇનસર ઊભા રહી ગયા. કોઇના મુખ પર ભય, ક્રોધ કે વ્યાકુળતાની આછી રેખા પણ દેખાતી ન્હોતી! બધા સંપૂર્ણ સ્વસ્થ હતા! બધા અવ્યગ્ર હતા!

  • જાણે મૃત્યુ મહેમાનનું સ્વાગત કરવા ઊભેલા યજમાનો! સામે મૃત્યુ હોવા છતાંય કોઇ ભય નહિ! આમાં તો મારું અપમાન છે - આમ વિચારી નીડર અને સ્વસ્થ મુનિઓને જોઇને કદાચ મૃત્યુ પણ શરમાઇ ગયું હશે.

હ​વે પાલક શું કરશે, એ આપણે હ​વે પછીના ભાગમાં જોઇએ…




શેર કર​વા નીચે ક્લિક કરો