અથાણા તેમજ સુકવેલા કપડાની જયણા
R - જયણા
અથાણાં અંગે:
-
કેરી, લીંબુ વગેરેની સાથે નહીં ભેળવેલા ગુવાર, ગુંદા, ડાળાં, મરચા, ચીભડાં વગેરેના અથાણાં ખટાશ વિનાના અથાણાં હોવાથી જે દિવસે બનાવ્યા હોય તે જ દિવસે ચાલે, બીજે દિવસે અભક્ષ્ય છે.
-
ખાટા રસમાં બનાવેલું અથાણું, તડકા દીધા ન હોય તેવું, ત્રણ દિવસ સુધી ચાલે, પછી અભક્ષ્ય છે.
-
કેરી, ગુંદા, ખારેક, મરચાં વગેરેનું સુકવેલું અથાણું બનાવવામાં આવે છે તે પણ જો બરાબર તડકો ન દેવાયો હોય અને લીલાશ રહેવાથી વાળ્યું વળી શકતું હોય તો તેવું અથાણું પણ ૩ દિવસ સુધી જ ચાલે.
-
જે અથાણાં માં મેથી વગેરે ધાન્ય, ચણા વગેરેનો લોટ કે દાળીયા ભેળવેલ હોય અથવા પાણી નાખ્યું હોય અથવા પાણી રહી ગયું હોય તે બધા અથાણાં બીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય બને છે.
-
કેરી, મરચાં, ગુંદા, વગેરેમાં મીઠું ભેળવી ને તેને તડકે મુકવામાં આવે છે, તડકાથી ઘીરે ઘીરે પાણી સુકાતુ જાય છે. આ તડકા “ત્રણ જ દિવસ આપવાના” એવું નથી જ્યાં સુધી કેરી, મરચાં, ગુંદા, વગેરે સુકાઇને કડક ન થાય ત્યાં સુધી ત્રણ-પાંચ-સાત-દશ દિવસ સુધી તડકા આપવા પડે. તે પછી તેની ઉપર ગોળ, રાઇ વગેરે ચઢાવી તેને તેલમાં ડુબાડુબ ડુબાળવામાં આવે છે.
-
તડકામાં કેરીનો છુંદો વગેરે બનાવાય છે. કેરીની છીણમાંથી ખાટું પાણી કાઢી અને મીઠું તથા સાકર ભેળવી તડકે મુકવામાં આવે છે. જેમ જેમ તડકા થતા જાય તેમ તેમ ચાસણી કડક થતી જાય અને પાણી સુકાતુ જાય. જ્યારે ચાસણી ૩ તાર વાળી થાય ત્યારે પાકી ચાસણી થઇ સમજવી, પછી છુંદો - મુરબ્બો લાંબા સમય સુધી ચાલે છે.
-
છુંદો - મુરબ્બો વગેરે ચુલ્લા ઉપર પણ કરવામાં આવે છે, એમાં પેલા ખાંડને ચુલ્લે ચઢાવી તેમાં છુંદાની છીણ કે મુરબ્બા ના કટકા નાખવામાં આવે છે, પછી ચાસણી ૩ તાર વાળી થાય ત્યાં સુધી હલાવતા રહેવું પડે છે. ચાસણી પાકી થઇ ગયા બાદ તેને ચુલ્લેથી ઉતારી, ઠંડુ થઇ ગયા બાદ કાચની બરણીમાં ભરી દેવાય છે. આવા છુંદો - મુરબ્બો લાંબા સમય સુધી ચાલે છે.
-
અથાણાં વગેરે કરતા પાણીનો અલ્પ પણ સ્પર્શ ન થવા દેવો, પાણી વાળા હાથ હોય તો બરાબર કોરા કરવા.
-
અથાણાં વગેરે ભરવાની બરણી ગરમ પાણીથી બરાબર સાફ કરી કોરી કરવી, જરૂર પડે, તડકામાં ખુલ્લી પણ મુકવી, અંદર ક્યાંય પણ પાણીનો અંશ પણ રહેવો જોઇએ નહીં, નહીંતર તેમાં ભરેલા અથાણાં બગડી જતા વાર લાગશે નહીં.
-
અથાણાં વગેરે હાથથી બહાર કાઢવા નહીં, એકદમ કોરા ચમચાથી બહાર કાઢવા. કાઢતી વખતે પાણીનો અંશ પણ દાખલ થઇ ના જાય તેની સંભાળ લેવી.
-
જરૂર પડે તેટલું અથાણું વગેરે કાઢી તુરંત જ બરણી બંધ કરી દેવી, ખુલ્લી ના રાખવી.
-
બરણી ઉપરનું ઢાંકણ સખત હોવું જોઇએ, પોલું ના ચાલે, વળી ઢાંકણ બંધ કર્યા પછી, ઢાંકણ કપડાથી મજબુત રીતે બાંધવું, ટૂંકમાં હવા પ્રવેશ થવો જોઇએ નહીં. જો ભેજ વાળી હવા અંદર પ્રવેશી જાય તો બગડી જાય.
-
બરણી ઉપર કીડી-મકોડા વગેરે ના ચઢે તેની સંભાળ લેવી. બરણી યોગ્ય સ્થાને રાખવી, અંધારામાં ના મુકવી.
-
અથાણું વગેરે લેતા નીચે છાંટો ના પડી જાય તેની સંભાળ લેવી. નહીંતર માખી-કીડી વગેરે ભેગા થઇ જશે અને વિરાધના થશે.
-
બજારૂ અથાણાં માં આવી કોઇ કાળજી લેવાતી નથી માટે તે અભક્ષ્ય છે. વળી બજારના અથાણાં માં તે બગડે નહીં તે માટે રસાયણો ભેળવવામાં આવે છે જે આરોગ્ય માટે હાનિકારક છે માટે બજારૂ અથાણા કદી વાપરવા નહીં.
-
લીલી હળદર, આદુ, મલબારનાં મીઠાનાં પાણીવાળા લીલા મરી વગેરે પ્રથમથી જ અભક્ષ્ય છે, માટે તે વપરાય નહીં.
આમ, અથાણાં સંબંધમાં ખુબ જ કાળજી લેવી જોઇએ, નહીં તો વાપરવા જ નહીં એ જ શ્રેષ્ઠ છે.
સુકવેલા કપડાની જયણા
- પાણીમાં મોટા જીવો માન્યા પછી અને પાણી ગળીને વાપરવાનું કહ્યા પછી, એ ગરણા પર જે હજારો પોરા જેવા સુક્ષ્મજીવો આવ્યા તેની રક્ષા(જયણા) અહિંસાના ઉપદેશનું ગજ્જું તીરર્થંકર ભગવાન સિવાય કોનું હોય?
- પાણી ગળાતા ગરણા પર આવેલા જીવોને બચાવવા માટે એ ગરણાને પણ એથી બમણા પાણીમા પાછા ભળી જાય એ રીતે જબોળવું જોઈએ…
- નહિંતર પોતાના ગળેલા પાણીમાતો ત્રસ જીવ ન લઇ અહિંસા કરી પરંતુ એ જીવોને ગરણા ઉપર સુકાઇ મરી જવા દઇ ત્યા જયણા ન થઇ
-
દોરી ઉપર કપડા સુકવ્યા હોય ત્યારે એક બાજુથી પકડી બીજી બાજુથી ઉથલાવવું, કપડા દોરી ઉપરથી ખેંચીને ન ઉતારવા
-
કપડા સુકાઈ જાય ત્યારે સાદા કપડા અને જાડા કપડા જેવા કે જીન્સના હોય તો બંને સાથેજ આપણે ઉતારતા હોઇએ છીએ જ્યારે ખરેખર તો નાના કપડાઓ રૂમાલ અથવા તો અન્ય વસ્ત્રો સુકાઇ જાય ત્યારે પ્રથમ ઉતારી લેવા જોઇએ અને જાડા કપડા હોય તો તે પછીથી ઉતારવા
-
કપડા સુકવ્યા હોય અને ફર ફર થાય ત્યારે વાઉકાયના જીવોની વિરાધના થાય
-
કપડા જોરથી ઝાંટકવા નહીં
-
થાળી લુછેલા કપડાએ ૪૮ મિનિટમા સુકાઇ જાય તેમ સુકવી દેવું જોઇએ.. તથા તે કપડાને સુર્યાસ્ત પહેલા ધોઈ નાખવું જોઇએ
- સાત ગરણા રાખવા જોઇએ
- પાણી ગાળવા
- ઘીની ગરણી
- તેલની ગરણી
- છાસનું ગરણું
- દુધનું ગરણું
- ઉકાળેલા પાણી ગાળાવા
- લોટ ગાળવા
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶