🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

અનાજ તથા મસાલાની જયણા તેમજ જયણાનાં ઉપકરણો વિશે

આગળના ભાગમાં આપણે ઉકાળેલા પાણીની જયણા તેમજ​ જમણવારોની જયણા કેવી રીતે પાળ​વી તે વિશે જોયું હતું…

હ​વે આગળ

I - જયણા


અનાજ તથા મસાલાની જયણા

 • ખાંડ ને બરાબર સાફ કરીને ચૂસ્ત​ ડબામાં રાખો, તેને ભેજ લાગતા ઝીણી સફેદ ઈયળ થવાની સંભાવના છે

 • લાલ બોર મરચામાં તે વર્ણની પુષ્કળ જીવાત થવાની સંભાવના છે. ખૂબ જયણાપૂર્વક મરચા બરાબર જોઈ લેવા. તેલ અને પાકા મીઠાથી મોઇ દેવાથી લાલ મરચા સુરક્ષિત રહે છે

 • રાઈ, મરચા, ધાણાજીરૂ તથા અન્ય મસાલા સાફ કરીને બરણીમાં ભરો અને ઉપયોગ કરતાં પહેલાં પણ ખૂબ બારીકાઈથી જોઈ લો, આ ચીજોને ભેજ ન લાગે તેનું ધ્યાન રાખો

 • આખા ગંઠોડા માં પુષ્કળ જીવાતની સંભાવના છે. તેથી ગંઠોડા (પીપરામૂળ) નો તૈયાર પાવડર વાપરવો નહિ. તેમાં ગંઠોડા સાથે પુષ્કળ જીવાતો ફૂટાયેલી હોય તે સંભવિત છે. આખા ગંઠોડા લાવી, ખૂબ જયણાપૂર્વક જોઈને ઘરે ફૂટવાથી મોટી જીવવિરાધનાથી બચી જવાય છે. કરવાથી જીવાત પડતી નથી

 • ધાણાજીરૂ ના પાવડરમાં શેકેલું પાકું મીઠું મિશ્ર કર​વાથી જીવાત પડતી નથી

 • પીપરામૂળ ના ડબામાં પારાની થેપલી મૂકી રાખવાથી જીવાત પડતી નથી

 • ચાની ભૂકી ચાળીને વાપરવી. ચોમાસામાં કે ભેજવાળા વાતાવરણમાં તેમાં ઝીણી જીવાત થવાની સંભાવના ઘણી છે

 • ઘઉં-બાજરા વગેરેના ડબામાં પારાની થેપલી મૂકી રાખવાથી જીવાત પડતી નથી

 • અનાજના ડબામાં ઉપર લાલ આખા મરચા મૂકી રાખવાથી તેમાં જીવાત પડતી નથી

 • બાજરાના ડબામાં કડવા લીમડાના પાન મૂકી રાખવાથી જીવાત પડતી નથી

 • તુવેરની દાળ દીવેલથી મોયેલી હોય તો જીવાત થતી નથી

 • અનાજને બોરિક પાવડર ઘસી લેવાથી અનાજ સડતું નથી

 • ચોખા-મગને તેલ અથવા બોરિક પાવડરથી મોઈ દેવાથી જીવાત પડતી નથી

 • મસાલાના ડબામાં પાણીનાં છાંટા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું

 • મસાલાના ડબામાં કાચું મીઠું સાથે ન રાખવું. તે જુદા ડબામાં ભરવું, નહીંતર મીઠાના અંશો પડવાથી બીજો મસાલો પણ સચિત્તયુક્ત થઈ જશે.

જયણાનાં ઉપકરણો

 • ગળણું: પાણી ગાળવા માટેનું સુયોગ્ય કપડું.

 • સાવરણી: ઘરનો કચરો કાઢવા માટે મુલાયમ સ્પર્શવાળી સાવરણી.

 • પૂંજણી: ખાસ પ્રકારના સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પર્શવાળી નાની પીંછી

 • ચરવળો: સામાયિક-પ્રતિક્રમણમાં ઊઠતા-બેસતા પૂંજવા–પ્રમાર્જવા માટે જરૂરી ઉપકરણ

 • ચરવળી: લાકડાની નાની દાંડી પર ચરવળા જેવી ઊનની દસીઓ લગાવેલું આ ઉપકરણ છે. કબાટ વગેરે સાફ કરવા માટે જયણાનું સુંદર સાધન છે

 • મોરપીંછી: મોરનાં પીંછાંને બાંધીને બનાવેલું ઉપકરણ. પુસ્તકો, ફોટા વગેરે પૂંજવાનું ઉત્તમ સાધન છે

 • ચારણા: અનાજ, લોટ, મસાલા વગેરે ચાળવાના અલગ અલગ ચારણા

 • ચંદરવો: રંધાતી રસોઈમાં ઉપરથી જંતું ન પડે તે માટે રસોડામાં ઉપર બાંધવામાં આવતું કપડું

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો