🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૭૨: કેવળ આનંદ ખાતર કેટલા બધા જીવંત જીવોને દુ:ખ પહોંચાડ્યું?

આપણે આગળનાં ભાગમાં જોયું કે અઈમુત્તા બાળસહજ વૃતિથી તર૫ણી પર રહેલી કાચલી કાઢી એ ખાબોચીયા પર તરતી મૂકે છે…

ત્યારે વૃદ્ધ સાધુ તેમને ઠપકો આપતા કહે છે કે,

રમ​વું જ હતું તો સાધુ શા માટે થયો?

હ​વે દ્રષ્ટાંત આગળ જોઇએ…

પરદોષ


બાળમુનિને તો ભારે પસ્તાવો થાય છે કે

અરે! આ મેં કેવું હિંસાનું પાપ કર્યું !
પ્રભુએ તો મને પાપથી બચાવી લેવાનો અને ચારિત્ર આપ​વાનો નિ:સીમ મહાન ઉપકાર કર્યો, પણ મેં મુર્ખાએ પાછું આવું મહાપાપ આચર્યું.
હે પ્રભુ ! હું પાપી છું, મારો ઉદ્ધાર કરો.

 • બાળમુનિ તો સ્વદોષદર્શન કરી રહ્યા છે. જ્યારે વૃદ્ધમુનિ હજી પણ સામાની ભૂલ તરફ જોવામાં છે. પરદોષદર્શન માં છે.

તે વૃદ્ધ સાધુ સીધા ભગવાન પાસે પહોંચ્યા અને બાળમુનિનો ધજાગરો બાંધ્યો,

પ્રભુ ! આપે આ ટેણીયાને દીક્ષા આપી પણ તેનામાં આરાધના-વિરાધનાનું પૃથક્કરણ કરવા જેટલી અક્કલ તો છે નહિ…
આવાને દીક્ષા આપવાથી શો ફાયદો?
હમણાં જ તેણે પાણીમાં કાચલી તરાવી કેટલાં કર્મ બાંધ્યા?
બિચારો ક્યારે આ કર્મોથી છુટશે?
ક્યારે મોક્ષે જશે?

પ્રભુએ ધીર-ગંભીર સ્વરે કહ્યું,

મહાત્મન ! ચિંતા ન કરો.
એ અઈમુત્તો તો ચરમશરીરી છે.
આ જ ભ​વે મોક્ષે જશે.

 • વૃદ્ધમુનિઓ ચોંકી ઉઠ્યા, અરેરે… આપણે આ ભ​વ​-મુક્તિગામી આ મહાન આત્મા અઈમુત્તા મુનિની હલકાઇ ચિંત​વવાનું કેવું ઘોર પાપ કર્યું.

મોટામુનિઓ કેમ ભૂલ્યા?

 • ચારિત્ર લઇને મોહશત્રુને દબાવ્યો. પણ અત્યારે પાછા મોહશત્રુની પક્ડમાં પકડાયા.
 • બાહ્ય સંસારમોહની પકડમાંથી છૂટ્યા એટલે નિંરાત નથી થઇ જતી અને એવા વિશ્વાસે પણ ન રહેવાય કે સંસારથી છૂટ્યા એટલે મોહની પકડ ગ​ઈ.
 • ઉલ્ટાનું હ​વે તો વિશેષ સાવધાન રહેવાનું છે કે ઝીણી-ઝીણી બાબતોની પણ તાકાત છે કે બિન સાવધાન આત્માને મોહની પકડમાં ઝટ ફસાવી દે.

મોટા મુનિઓ એમાં ભૂલા પડી ગયા કે અઈમુત્તા મુનિએ હોડીની રમત કરી, તો જોવાનું એ હતું કે એ બાળ હતા અને બાળસ્વભાવે એમ કરાવ્યું, એમાં એમની હલકાઇ શું જોવી?

 • જો જોવું જો હોય તો બાળમુનિએ રાજપુત્રપણામાંથી જે વહાલસોયી માતા અને વૈભ​વી સંસાર છોડવાનું મહાપરાક્રમ કર્યું એ જોવાની જરૂર હતી.
 • પરંતુ અહીં તો મોહની પકડમાં ફસાયા અને અઈમુત્તા મુનિની હલકાઇ જોઇ અને જાતની વડાઇ માની જાતના અભિમાનમાં પડ્યા.

મોહની પકડને વધાવી રાખ​વામાં પગલે પગલે વિપત્તિ છે અને સુવર્ણભ​વની રાખ કર​વા બરાબર છે.

 • પાછું જાતનું તો અભિમાન આવ્યું પણ પ્રભુ આગળ પણ એનું પ્રદર્શન કર​વા ગયા

અને પ્રભુને પુછ્યું કે,

આ અઈમુત્તો કેટલા ભવ કરશે ?

 • પ્રભુને સ્વાભિમાન અને બીજાની ઘૃણા દેખાડ​વી એ કોઇ ગુણ નથી, સારો ભાવ નથી અને

એટલે જ પ્રભુએ કહેવું પડ્યું,

આ ભ​વે જ મોક્ષ પામનારા આ બાળમુનિની આશાતના ન કરો.

ભૂલેલા કોઇનીય ઘૃણા કર​વી એ આત્માની સંપત્તિ નથી પણ આપત્તિ છે અને ઘૃણા કર​વાથી નીચગોત્ર વગેરે કેટલાય પાપકર્મો બંધાય એ આપદા છે.

 • એના ફળરૂપે ન​વા ભ​વે તિર્યંચ કે હલકા અવતાર મળે એ આપત્તિ છે અને એ અવતાર મળ્યા પછી અનેક પાપાચરણો થાય​, અનેક દુર્ગુણો ફાલેફૂલે અને તેથી દુર્ગતિના ભ​વોની પરંપરા ચાલે.

બાળમુનિ તરત જ પ્રભુ પાસે પહોંચ્યા. પ્રભુના ચરણે માથું ઢાળી બાળમુનિ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

પ્રભુ ! મારાથી અપ્કાયની બહુ મોટી વિરાધના થઇ ગઇ છે.
હે પ્રભુ ! મને પ્રાયશ્ચિત આપો.

પ્રભુએ કહ્યું,

વત્સ ! ભૂલ થવી અસ્વાભાવિક નથી.
છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર !
તું ઇરિયાવહીયં કરી લે.
તારી શુદ્ધિ થઇ જશે.
બીજી તપ વગેરે ની કોઇ ઘોર સાધના કરવાની તારે જરૂર નથી.
ભાવપૂર્વકની ઇરિયાવહીયં એ જ તારી મોટી સાધના છે.

પ્રભુની વાત સ્વીકારીને બાળમુનિ ઇરિયાવહિયં કરવા લાગ્યા.

 • ઇરિયાવહિયં બોલતાં બોલતાં - પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા…. ઉતિંગ, પણગ​…. દગ​….. મટ્ટી… બોલતા દગ શબ્દ ઉપર વિચાર કરતા

જો મેં કોઇપણ પાણી, લીલોતરી અથ​વા માટીમાં જીવંત જીવને દુ:ખ પહોંચાડયું હોય તો હું માફી માંગુ છું.

 • તેના પ્રાયશ્ચિતનો કોઇ છેડો ન હતો.

પોતે જે કાંઇ કર્યું હતુ તેને માટે તેઓ દુ:ખી હતા તેઓ વિચાર​વા લાગ્યા,

મેં આ શું કર્યુ?
કેવળ આનંદ ખાતર કેટલા બધા જીવંત જીવોને દુ:ખ પહોંચાડ્યું?
હું આ પાપમાથી કેવી રીતે મુક્ત થઇશ​?
હે જીવો, હું તમારા દુ:ખનું નિમિત બન્યો છું.
મારા પાપો માટે મને માફ કરો….
ફરી આવા પાપ હું ક્યારેય નહીં કરૂં….

 • ઇરિયાવહિયં કરતાં-કરતાં બાળમુનિ એવા ભાવમાં ચડ્યા, એમના હૃદયમાં પશ્ચાત્તાપની એવી અગ્નિજવાળા પેદા થઇ કે જેમાં તેમના પાપકર્મો ઈધણની જેમ બળવા લાગ્યા.
 • બાળમુનિ એકદમ શુભધ્યાનમાં ચડ્યા. ક્ષપકશ્રેણિ પર આરોહણ કર્યું અને ઘાતી કર્મોના ભૂક્કા બોલાવી કેવળી બની ગયા. એમના જનમ-જનમના પાપ ધોવાઈ ગયા.

બીજાના દોષો તરફ દ્રષ્ટિ ન લઇ જતા સ્વદોષ તરફ દ્રષ્ટિ રાખશું તો પરદોષ દર્શન બંધ થશે, શુભ ભાવ ટકશે અને ધર્મ આરાધના સારી રીતે થશે.

હ​વે પછીના ભાગમાં આપણે અચ્યુંકારી ભટ્ટાનું દ્રષ્ટાંત જોઇએ…




શેર કર​વા નીચે ક્લિક કરો