🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૭૦: ચાર જ્ઞાનના સ્વામી શ્રી ગૌતમસ્વામી મહારાજ માટે શું અશક્ય હોય?

આગળનાં ભાગમાં આપણે પરદોષ વિશે જોઇ રહ્યા હતા…

આ ભાગમાં આપણે અઈમુત્તા મુનિનું દ્રષ્ટાંત જોઇએ.

પરદોષ


રાજગૃહી નગરીમાં ગૌતમ સ્વામી ગોચરીએ નીકળ્યા છે.

ત્યાં રમત રમતા અઈમુત્તા બાળકે આ મુનિને જોયા અને બાળ ભાવે મુનિને પૂછે છે કે

આવા ભરબપોરે ઉઘાડા પગે કેમ ભમો છો?

ગૌતમ સ્વામી રાજકુમાર અઈમુત્તાને સમજાવે છે કે,

અમો શુદ્ધ દૂષણ વગરની ભિક્ષા ઘરેઘરેથી લઈએ છીએ. અમારા આચાર પ્રમાણે - પગે જોડા પહેરતા નથી અને ગાડી વગેરેમાં બેસી ક્યાંય જતા આવતા નથી.

મહારાજનો દાંડો પકડીને અઈમુત્તાએ કહ્યું,

મહારાજ ! મારે ઘેર વહોરવા પધારો.

  • મહારાજને ગોચરીનો ખપ ન હતો. તેઓ ના પાડવા લાગ્યા, પણ અઈમુત્તા એ તો દાંડો બરાબર પકડી રાખ્યો. મહારાજને આખરે માનવું જ પડ્યું.

  • અઈમુત્તાના ઘેર આવવું જ પડ્યું. અઈમુત્તા ફુલાયો કે મેં મહારાજને પકડી લીધા…
  • પણ ખરેખર તો મહારાજે જ અઈમુત્તાને પકડી લીધો હતો.
  • સંભવ છે મહારાજે ત્યારે જ અઈમુત્તાનું ભવિષ્ય જાણી લીધું હોય, એટલે જ ત્યાં પધાર્યા હોય.

ચાર જ્ઞાનના સ્વામી શ્રી ગૌતમસ્વામી મહારાજ માટે શું અશક્ય હોય?

  • અઈમુત્તા અને તેના માતાજીએ મહારાજને ભાવથી લાડવા વહોરાવ્યા.
  • મહારાજની ઝોળી એકદમ વજનદાર બની ગઇ.

અઈમુત્તાએ કહ્યું,

મહારાજ ! મને ઉપાડવા દો.

પણ મહારાજે કહ્યું,

એના માટે “મહારાજ” બનવું પડે, સંસારનો ત્યાગ કરવો પડે. અઈમુત્તાએ હા પાડી.

  • કોણ જાણે કેમ? પણ અઈમુત્તાને નાનપણથી જ મહારાજ બહુ ગમતા.
  • એમને જોતાં જ અઈમુત્તા એમની પાસે દોડી જતો.
  • એમના જેવા બનવાનું મન પણ થઇ આવતું.

માતાજી પણ અઈમુત્તાને ઘણીવાર કહેતા

બેટા! સંસારમાં રહેવા જેવું નથી. મુનિ જ બનવા જેવું છે. સંસારનો ત્યાગ કર્યા વિના મુનિ બની શકાય નહિ.

  • અઈમુત્તાને માતાજીની આવી વાતો બહુ ગમતી.
  • ગૌતમસ્વામી મહારાજે પણ અઈમુત્તાને આવી જ વાતો કહી, સંસારની અસારતા અને સંયમની સાર્થકતા સમજાવી, અઈમુત્તાએ મનોમન નક્કી કરી જ લીધું મારે દીક્ષા જ લેવી છે

ગૌતમ સ્વામીએ કહ્યું કે,

અમો તારાં માબાપની રજા સિવાય સાધુ ન બનાવીએ. એટલે અઈમુત્તાએ ઘરે જઈ માતાજીને સમજાવી.

  • માતાજીએ સાધુ થાય તો શું શું કરવું પડે એ સમજાવ્યું, જે માતા પહેલાં મને દીક્ષા લેવા સમજાવતી એ જ માતા હવે ફરી ગઈ, દીક્ષા માટે આનાકાની કરવા લાગી.

બેટા ! તું બહુ નાનો છે. દીક્ષા પાળવી બહુ કઠણ છે, એમાં તારું કામ નહિ. દીક્ષા લેવા જેવી ખરી, પણ હમણા નહીં. મોટી ઉંમર થાય ત્યારે લે જે.

  • આવું કહી ને દીક્ષા લેતાં રોકવા લાગી. પણ એવી સમજાવટની અઈમુત્તા પર કોઈ અસર ના થઈ. અઈમુત્તા તેના ધ્યેયમાં મક્કમ હતો.

અઈમુત્તાએ કહ્યું,

હું જાણું છું છતાં જાણતો નથી. હું નથી જાણતો છતાં જાણું છું.

  • આવી “અવળ” વાણી માતા સમજી શકી નહિ.

એટલે તેના આગ્રહથી અઈમુત્તાએ જ ખુલાસો કરતાં કહ્યું,

હે મા ! હું જાણું છું કે એક દિવસ હું મરી જવાનો છું, પણ ક્યારે મરવાનો છું, તે જાણતો નથી.

  • એટલે જ હું કહું છું કે હું જાણું છું છતાં નથી જાણતો અને એને જ ઉલટાવીને એમ પણ કહેવાય કે હું નથી જાણતો છતાં જાણું છું.
  • મારું મૃત્યુ ક્યારે થશે એ હું જાણતો નથી પણ એક દિવસ તો અવશ્ય થશે જ એ તો હું જાણું જ છું.
  • એટલે હું એમ કહેવા માંગું છું કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે.
  • મૃત્યુના દરબાર માં નાના-મોટાનો કોઇ ક્રમ નથી.
  • જો હું ગમે ત્યારે મરી શકું તો તારી વાત મોટો થઇને તું દીક્ષા લે જે એ શી રીતે માની શકાય?
  • અઈમુત્તાની મા તો મોટા માણસ જેવી અઈમુત્તાની દલીલો સાંભળી છક્ક જ થઇ ગઇ.
  • એ ચૂપ જ થઇ ગઇ! ચૂપ જ થઇ જાય ને ! અંત્તમુહૂર્ત માં દ્વાદશાંગી બનાવનાર ગુરૂ ગૌતમસ્વામીનો અઈમુત્તા પર હાથ ફર્યો હતો.
  • આખરે ઘણી આનાકાનીના અંતે અઈમુત્તાની માતાએ દીક્ષા માટે રજા આપી.
  • ગમે તેમ તોય તેના હૈયામાં જૈન શાસન વસેલું હતું.
  • દીક્ષા તેને પ્યારી લાગેલી હતી.

હ​વે પછીના ભાગમાં આપણે જોઇએ કે,

એક વૃદ્ધ સાધુ સીધા ભગવાન પાસે પહોંચ્યા અને બાળમુનિનો ધજાગરો બાંધ્યો,

પ્રભુ ! આપે આ ટેણીયાને દીક્ષા આપી પણ તેનામાં આરાધના-વિરાધનાનું પૃથક્કરણ કરવા જેટલી અક્કલ તો છે નહિ… આવાને દીક્ષા આપવાથી શો ફાયદો?




શેર કર​વા નીચે ક્લિક કરો