ભાગ ૪૪: ગદગદ દિલે સંગમ નામના છોકરાએ મુનિને ખીર વહોરાવી તો એ મહાસમૃધ્ધ શાલિભદ્ર થયો...
ગઇ કાલના ભાગમાં આપણે પ્રભુના દર્શન અહોભાવપૂર્વક કરવાનું જોયું…
તેના માટે આપણે શુ કરવું જોઇએ?
૨૦A.અહોભાવપૂર્વક દર્શન કઇ રીતે કરવા?
- મન એકાગ્ર રહેવું જોઇએ. જો મન એકાગ્ર ન હોય તો શુધ્ધ સાધના થતી નથી…
- ફક્ત એકાગ્રતા જ નહીં પરંતુ મન ગદગદ પણ થવું જોઇએ એટલે કે જો એકાગ્રતાથી થતી હોય પરંતુ લુખ્ખી-સુક્કી થતી હોય પરંતુ ભાવવાળી ન હોય તો હૈયાને ધર્મથી ભાવિત નથી કરી શકતી…
- જો હૈયું ધર્મસાધના પુર્વે જેવું મોહથી અને દુન્યવી વસ્તુથી ભાવિત હતુ તેવુ જ સાધના પછી પણ રહે તો એ સાધનાથી આપણે શું પામ્યા?
- વીતરાગ પ્રભુનુ દર્શન માત્ર કરીએ અને હૈયું ભાવિત ન થાય, તો એવા હજારો દર્શનની પણ કિંમત શું?
- આત્માનું શુ ભલું કરે? ધર્મસાધના તો ઉચ્ચ ફળ લાવે છે. દ્રષ્ટાંતથી આપણે જોઇએ..
સુદર્શના રાજપુત્રી દ્રષ્ટાંત
- ભરૂચના જંગલ વિસ્તારમાં એક સમડી શિકારીના બાણથી ઘવાઇને જીવન અને મોત વચ્ચે ઝઝુમતી નીચે પડી હોય છે. ત્યારે ત્યાથી પસાર થતા એક મુનિ પાસેથી શ્રીનવકારમંત્ર સાંભળતા, ભાવિત દિલે (ભાવિત એટલે કે ગદગદ દિલે…) એની કરેલી શ્રવણસાધનાએ, પછીના ભવમાં શ્રીલંકાના રાજ પરિવારમાં તેનો જન્મ થયો…અને તેનું નામ શકુનિકા રાખવામાં આવેલ (જે સુદર્શના રાજપુત્રી તરીકે પણ ઓળખાય છે)
- એકવાર રાજસભામાં બેઠેલા કોઇને છિંક આવે છે, અને તે “ૐ નમો અરિહંતાણં” બોલે છે, હવે જ્યારે રાજકુમારી તે સાંભળે છે ત્યારે તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે… અને એ રાજકુમારીને પુર્વભવ યાદ આવે છે કે જેમાં પોતે સમડી હતી એ યાદ આવે છે…પછી તે રાજકુમારી શ્રીલંકાથી ભરૂચ આવે છે અને ગુરૂની પ્રેરણાથી ત્યાં સમડી વિહાર (શકુનિકા વિહાર) શ્રીમુનિસુવ્રત સ્વામિનું દેરાસર બનાવે છે…
- આ હતો ગદગદ દિલે શ્રવણ કરેલ શ્રીનવકારમંત્રનો પ્રભાવ
આવું જ આપણે બીજું દ્રષ્ટાંત ગદગદ દિલે સંગમ નામના છોકરાએ મુનિને ખીર વહોરાવી તો એ મહાસમૃધ્ધ શાલિભદ્ર થયો…
શાલિભદ્ર દ્રષ્ટાંત
- શાલીભદ્રે સંગમના ભવમાં એક જ વાર ખીર ભાવપૂર્વક વહોરાવી અને તેના ફળ રૂપે અઢળક ઋદ્ધિના સ્વામી થયા.
- એ જ્યારે નાનપણમાં શેરીમાં રમતો હોય એ વખતે નાના છોકરાઓ મહાત્માને તેડી લાવે, પોતાના ઘરે વહોરવા લઈ જાય, આ પણ સાથે જાય. પોતાની શક્તિ નથી, છતાં મનોરથ કરે, ક્યારે હું પણ મારા ઘરે તેડી જઈશ, વહોરાવીશ?
- સંગમ રોજ મનોરથ કરે છે, ક્યારે સાધુ મહાત્મા પધારે ને હું વહોરાવું.
- અહીં જુઓ કે એને બે ટાઈમ પોતાને વાપરવાના ફાંફા છે ભયંકર દરિદ્રતા છે, આખો દિવસ મા મહેનત કરીને રોટલો કમાય છતાં પેટ ભરાતું નથી એવા અંતરાય ઉદયમાં છે પણ આવી સ્થિતિમાં કેવા ઉત્તમ મનોરથ છે?
- બધાના ઘરેથી લાવેલી વસ્તુઓમાંથી એ ખીર બનાવી. જીંદગીમાં પ્રથમવાર ખાવા મળી છે.
- છતાં મનોરથ છે કે કોઇક સાધુ મહાત્મા પધારે તો વહોરાવું, ને આજે જ મહાત્મા પધારે છે, માસક્ષમણના તપસ્વી છે, આજે સામગ્રી પણ ઉત્તમ અને મહાત્માનું પાત્ર પણ ઉત્તમ પોતાના ભાવ તો ઊંચા છે જ.
- જે કદી પહેલા ચાખી પણ નથી એવી પણ ખીર પોતાના માટે રાખ્યા વગર બધી વહોરાવી દીધી.
- મહાત્મા ગયા પછી એમ થયું કે આજે બેડો પાર થઈ ગયો પછી તો મા એને બીજી વધેલી ખીર આપે છે. પણ એનાથી અજીર્ણ થાય છે.
- પણ આનું મન એક જ કે કેવો સુંદર લાભ મળ્યો સતત આ જ ભાવમાં છે ને એવી અનુમોદના કરી કે પુણ્યના ગુણાકાર થયા ને તે એવા કે તે રાત્રે જ મૃત્યુ પામી ને ભદ્રામાતાની કુક્ષિમાં આવ્યા, મનુષ્યજન્મ ને એમાં પણ જન્મતા જ શ્રીમંતાઈ. જન્મતા જ પાર વગરની ઋદ્ધિ ને થોડા મોટા થયા ને દેવતાઈ ઋદ્ધિ, વળી, સાધુના દાનથી મળ્યું એટલે ભોગવવાની મૂર્છા ન જાગી પણ છોડવાની બુદ્ધિ જાગી. સત્વ મળ્યું. પૂર્વ ભવમાં સાધુ ભગવંત મળ્યા તો આ ભવે મહાવીર ભગવાન મળ્યા. બધી રીતે પુણ્યના ગુણાકાર થયા.
- શાલીભદ્રના ભવથી અનુત્તર વિમાનમાં ને ત્યાંથી મહાવિદેહમાં મનુષ્ય થઈ મોક્ષે જશે.
આ હતો ગદગદ દિલે વહોરાવવાનો પ્રભાવ !
હવે પછીના ભાગમાં આપણે અવ્યગ્રતા વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶