🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૭૫: સામાન્ય સ્ત્રી પણ પોતાની હઠ ન મૂકે તો ભટ્ટા શાની મૂકે?

આગળનાં ભાગમાં આપણે જોયું કે ભટ્ટાએ તેનો વટહુકમ બજાવતા તેના પતિ(મંત્રી) ને કહ્યું કે,

જો તમારે મારો પ્રેમ જોઇતો હોય તો સૂર્યાસ્ત પહેલાં ઘેર આવી જવું.
જો આ વચનનો ભંગ થયો છે તો પરિણામ સારું નહિ આવે.

  • હવે રોજ તેના પતિ સૂર્યાસ્ત પહેલાં જ ઘેર આવી જવા લાગ્યા.
  • મનોમન ભટ્ટા પોતાના વટને વખાણતી…

એક દિવસ સૂર્યાસ્ત થયો છતાં તેના પતિ ન આવ્યા.

હ​વે આગળ,

પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન


  • બે-ત્રણ કલાક વીત્યા, છતાં ભટ્ટાના પતિ ન આવ્યા.
  • ભટ્ટાનું મગજ ફટક્યું, તેને દરવાજા બંધ કરી દીધા.
  • મનમાં નક્કી કરી નાખ્યું આજે તો ચમત્કાર બતાવવો જ પડશે, જેથી બીજીવાર આવું ન થાય.

ચમત્કાર બતાવ્યા વિના ક્યાં કોઈ સીધું ચાલે છે? ચમત્કાર ત્યાં નમસ્કાર !!

  • ચાર-પાંચ કલાક પછી બારણે ટકોરા પડ્યા.
  • અવાજ આવ્યો,

દરવાજો ખોલ.

  • ભટ્ટા સમજી ગઈ, આ પતિનો જ અવાજ છે.

ભલી થા અને દરવાજો ખોલ.
હું મોડો આવ્યો તેમાં મારો દોષ નથી.
રાજાએ મને રોકી રાખ્યો તો હું શું કરી શકું?
પરાધીન માણસ પર આ રીતે ગુસ્સો ન કરાય.
જરા ડાહી થા.

પણ ભટ્ટા કાંઈ ડાહી થાય?

  • ખરેખર તો તેના પતિને (મંત્રીને) રાજાએ જાણીને રોક્યા હતા.
  • મંત્રી રોજ વહેલા-વહેલા ઘેર કેમ જતા રહેતા હતા, તે રાજા જાણી ગયો હતો. માટે જ રમૂજ ખાતર આવું કર્યું હતું.

  • પણ ભટ્ટા આવું કશું જ વિચારવા તૈયાર હોતી. રાજા, બાળક અને યોગીની હઠની જેમ સ્ત્રીની હઠ પણ ભયંકર હોય છે.

સામાન્ય સ્ત્રી પણ પોતાની હઠ ન મૂકે તો ભટ્ટા શાની મૂકે?

  • ભટ્ટાતો વટનો પહાડ !

  • ભટ્ટાના પતિએ બારણાં બહુ ખટખટાવ્યા એટલે તેને દરવાજો ખોલ્યો તો ખરો, પણ એમની નજર ચૂકવીને તે ભાગી નીકળી.

  • આગળ-પાછળનો કોઇ જ વિચાર કર્યા વિના તે ચાલી જ નીકળી.

ગુસ્સાની આગ સાચે જ ખતરનાક હોય છે !

જો કલ્પના કરીએ કે મધરાતે અંધારામાં યુવાન સ્ત્રી દાગીના પહેરીને એકલી બહાર નીકળે તો શું થાય?

  • અને ખરેખર ભટ્ટાને ચોરોએ પકડી લીધી, ચોરો તેમના માલિક પલ્લીપતિ પાસે લઇ ગયા.
  • પલ્લીપતિને જોઇને ભટ્ટાતો ધ્રુજી ઊઠી. કાળું ભમ્મર ભરાવદાર શરીર! કાળું એટલે કેવું કાળું? જાણે કોલસા પર તેલ ચોપડ્યું હોય તેવું ! લીંબુના ફાડ જેવી મોટી બિહામણી આંખો ! ભૂંડ જેવા ઊભા વાળ!
  • એની આંખોમાં વિકારના સાપોલીયા રમતા દેખાયા.
  • ભટ્ટા ત્યારે અસહાય દશામાં હતી, છતાં સ્વસ્થ ઊભી રહી..
  • પલ્લીપતિએ ભટ્ટાનો હાથ પકડ​વા પ્રયત્ન કર્યો.
  • ફટ​… કરતી ભટ્ટા દૂર ભાગી ગઇ.

અને ભટ્ટાએ પલ્લીપતિને કહી દીધું,

સાંભળી લો, તમે મારા જીવતાં મારો સ્પર્શ નહિ કરી શકો,
જો તમે કોઇ એવો પ્રયત્ન કરવા ગયા તો સમજી લેજો કે મારી લાશ જ તમારા હાથમાં આવશે.

  • આવી શૌર્યભરી વાણી સાંભળી પલ્લીપતિ ધ્રુજી ઊઠ્યો.
  • ભટ્ટા ક્રોધી અહંકારી હતી, પણ કુલટા ન હતી.
  • ‌શીલ એ તો તેનું સર્વસ્વ હતું. બધું લૂંટાવા દઈને પણ શીલ-રક્ષા કરવા તત્પર હતી.
  • શીલ માટે પ્રાણોનું બલિદાન આપવા તૈયાર હતી. શીલ ગયા પછી જીવતરનો અર્થ શું? શીલ એ જ પ્રાણ છે. એ ગયા પછી રહ્યું શું? આ તેની દૃઢ માન્યતા હતી.

ભટ્ટાએ પલ્લીપતિને શીલના મહિમા વિષે એક વાર્તા કહી.

  • કોણ જાણે કેમ પણ એ વાર્તાનો એના પર એવો પ્રભાવ પડ્યો કે ભટ્ટાને શીલ રક્ષા માટે અભયદાન આપ્યું.
  • પલ્લીપતિએ ભટ્ટાને એક માણસને વેચી દીધી.
  • ભટ્ટા પશુની જેમ વેંચાઈ !

પલ્લીપતિએ ભટ્ટાને બર્બર કુળના કોઇ માણસને વેંચી

  • બર્બર કુળમાં ભટ્ટાને ત્રાસ પડવા શરૂ થયા.

  • શરૂ-શરૂમાં તો એ માણસે ભટ્ટાને પત્ની બનાવવાના ઘણા પ્રયાસો કર્યો, પણ ભટ્ટા એક ની બે ન થઈ, એટલે એને જોરદાર દાઝ ચડી.
  • ભટ્ટાના શરીરમાંથી લોહી કાઢી કાઢીને કપડાં રંગવા લાગ્યો.
  • મનુષ્યના શરીરમાંથી લોહી કાઢી કપડાં રંગવાનો તેનો ધંધો હતો !
  • રોજ ભટ્ટાના શરીરમાંથી લોહી કાઢે અને રોજ ભટ્ટાના ઘા ઔષધિથી રૂઝવી દે !
  • ભટ્ટા દિવસે-દિવસે દુબળી થવા લાગી.

એણે ભટ્ટાને ઘણી વાર કહ્યું,

તું જો મારી પત્ની બને તો આ દુઃખોથી હમણાં જ છોડી દઉં !

  • પણ ભટ્ટાએ સુંવાળો લપસણો માર્ગ પસંદ ન કર્યો, તે તો કાંટાની કેડી પર જ ચાલવા લાગી.
  • મરી જવાની પણ તેની તૈયારી હતી, ત્યાં લોહી કાઢવાની વેદનાની તો વાત જ કયાં?

  • ભટ્ટા હૃદયમાં વિશ્વાસ હતો કે દરેક રાતના અંતે પ્રભાત આવે છે, દરેક પાનખરના અંતે વસંત આપે છે. દરેક દુ:ખના અંતે સુખ આવે છે. કોઇના દુ:ખો કદી એવા તો નથી જ હોતા કે જેનો કદી છેડો જ ન આવે.

વધુ આવતા ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો