ભાગ ૭૩: દોષ બીજાનો હોય અને આપણે તે ન જોઇએ તો લોકો આપણને નમાલા ન સમજે?
આપણે આગળનાં ભાગમાં અઈમુત્તા મુનિનું દ્રષ્ટાંત જોયું…
પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન
- પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન કરવાથી આત્મ-જાગૃતિ રહે છે.
- આમાં ફક્ત એટલું જ કરવાનું છે કે જ્યાં આપણે બીજાના દોષ જોવા પ્રેરાઇએ છીએ, ત્યાં એમ ન કરતાં આપણા
- પોતાના દોષ જોવા.
- એટલું જ નહીં, આપણા દોષ હાલતાં અને ચાલતાં જોયા કરવા જેથી આપણી ખામીઓનો સચોટ ખ્યાલ રહેવાથી નવી ભૂલો ઓછી થાય
- તેમજ, બીજાના દોષને બદલે આપણા દોષ જોવાથી એ લાભ થાય કે બીજા ઉપર ગુસ્સો કરી જેમતેમ બોલવાનું બંધ થઇ જાય અને આપણી સજ્જનતા વધે.
હવે પ્રશ્ન એ થશે કે જો દોષ બીજાનો હોય અને આપણે તે ન જોઇએ અને આપણે આપણા જ દોષ જોઇએ રાખીએ તો લોકો આપણને નમાલા ન સમજે?
- આ મોટી ભૂલ છે. જો દોષ સામાનો હોય અને આપણે હ્રદયમાં સાચેસાચ આપણા દોષ જોવાની વૃતિ ઉભી થાય ત્યારે એની અસર સામા ઉપર પણ સરસ પડે છે.
- આપણા મન ઉપર પણ સુંદર અસર થવાથી આપણો વર્તાવ કુદરતી આકર્ષક બને છે તેમ છતા જો કોઇ આપણને નમાલા ગણે તો તેથી કરીને શું આપણે આપણી ગુણસંપત્તિ ગુમાવવી?
પરદોષ દર્શન અને સ્વદોષનું અ-દર્શન એ ગુણસંપત્તિ ગુમાવવાનો રસ્તો છે. આ અંગે આપણે શાસ્ત્રમાં આવતું એક દ્રષ્ટાંત “અચ્યુંકારી ભટ્ટા” નું જોઇએ.
અચ્યુંકારી ભટ્ટા
-
અચ્યુંકારી ભટ્ટા આઠ ભાઈ પછી જન્મેલી, અને એનું નામ હતું ભટ્ટા, પણ લોકો તેને અચ્યુંકારી ભટ્ટા તરીકે ઓળખતા….
- સામાન્ય રીતે માણસ પુત્રીના જન્મ વખતે આનંદિત નથી થતો… અરે એ જમાનામાં ઘણીવાર તો એવું બને કે મા-બાપ જ બાળકીને ‘દૂધ-પીતી’ કરી નાખે.
- દીકરી એટલે દુઃખનો ભંડાર !
-
દીકરી એટલે સાપનો ભારો !
- દીકરીનો પિતા હંમેશ દુઃખી જ હોય !
- દીકરીને પરણાવતાં પહેલાં તો દુઃખી હોય જ, પરણાવ્યા પછી પણ કંઈક ને કંઈક ઉપાધિ ઊભી જ હોય.
- માટે જ કન્યાને ઉપાધિનું પોટલું સમજીને માણસ તેનો ‘નિકાલ’ કરી દેતો હોય છે.
- આજે ગર્ભ-પરીક્ષણ આટલા માટે જ થાય છે ને? ખબર પડી જાય કે ગર્ભ બાળકીનો છે, એટલે તરત જ ‘નિકાલ’ !
બિચારી સ્ત્રી ! વગર વાંકે માનવ-ભવ હારી જાય !
પણ અચ્યુંકારી ભટ્ટા એ અર્થમાં ભાગ્યશાળી હતી.
- ઘણા-ઘણા અરમાનો પછી એ જન્મેલી હતી.
- ભટ્ટાનાં માતા-પિતા તો તેને સાક્ષાત લક્ષ્મી જ ગણતા.
તેના પિતાએ તો બધાને કડક સૂચના આપેલી,
ખબરદાર ! કોઇએ આની સામે ચૂં પણ કર્યું છે તો !
એટલે તેની સામે કોઇ ચૂંકારો પણ કરતું નહિ.
આથી તેનું નામ પડ્યું અચ્યુંકારી ભટ્ટા !
પ્રેમનો અભાવ બાળકના વિકાસને ગુંગળાવી નાખે છે,
તેવી જ રીતે અતિશય પ્રેમ પણ બાળકને બગાડી નાખે છે.
- વરસાદના અભાવે દુકાળ પડે છે, તેમ અતિશય વરસાદથી પણ લીલો દુકાળ પડતો રહે છે.
અચ્યુંકારી ભટ્ટા પર પ્રેમની અતિવૃષ્ટિ થઇ રહી હતી.
- બધાય તેને લાડ લડાવે, બધાય તેને સલામ ભરે, બધાય તેનું કહ્યું કરે એટલે તે અત્યંત અહંકારી, સ્વકેન્દ્રિત બની ગઇ.
-
તેને એમ જ લાગવા માંડ્યું કે આખી દુનિયા તેના માટે જ બની છે.
- વિશ્વ આખુંય તેની આસપાસ ચક્કર લગાવે છે, કેન્દ્રમાં તે જ છે, અતિશય પુષ્ટ થયેલો અહંકાર આવું જ શીખવે ને ?
હવે આગળના ભાગમાં આપણે જોઇએ કે અચ્યુંકારી ભટ્ટા ને તેનો અહંકાર અને સ્વકેન્દ્રી પણું ક્યા લઇ જાય છે?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶