🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨: અભક્ષ્ય ત્યાગ શા માટે?

૨. મધ:

  • મધમાખીની વિષ્ટા અને લાળ એટલે મધ.
  • મધ એકદમ ગળ્યું અને ચીકણું હોવાથી તેમાં બીજા સેંકડો કીડાંઓ પેદા થઇ જાય છે.
  • મધ પાડતી વખતે મધમાખીઓની હિંસા અને મધ પાડ્યાં પછી તેને ગાળવામાં આવે ત્યારે અંદરના સેંકડો કીડાંઓનો સંહાર થાય છે. માટે મધ અભક્ષ્ય છે.
  • જો કોઇને ઔષધમાં મધનો ઉપયોગ કરવાનો હોય તો, મધની જગ્યા એ પાકી ચાસણી, મુરબ્બાનો રસ અથવા ઘી-સાકર લઇ શકાય.

૩. માંસ:

  • ઇંડા, આમલેટ, ચીકન, માછલાં વગેરે સર્વ માંસાહારી ચીજો નો ત્યાગ કરવો જોઇએ કારણ કે માંસમાં અગણિત ત્રસ જીવોની અને અનંતા નિગોદ જીવોની હિંસા છે. વળી, તે શરીર, મન અને આત્મા ત્રણેયને ભ્રષ્ટ કરે છે.
  • શક્તિની દવાઓ જેમ કે કોડલીવર ઓઇલ વગેરે પણ માંસ માં ગણાય.

૪. માખણ:

  • માખણ જ્યાં સુધી છાસ સાથે ભળેલું હોય ત્યાં સુધી તે અભક્ષ્ય નથી બનતું પણ જો છાસથી છુટું પાડવામાં આવે તો તરત જ અસંખ્ય બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઇ જાય છે.

૫ - ૯: વડ, પીપર, ઉદુંબર, પીપળા, કાકોદુંબર:

  • આ પાંચના ટેટા વગેરે ફળો માં મચ્છર આકારના અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો હોવાથી તે ખાઇ શકાય નહીં.

૧૦. બરફ:

  • વિજ્ઞાન મુજબ પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ હાલતા ચાલતા જીવો છે. આ પાણીનું ઘન રૂપ એટલે બરફ.
  • બરફ એટલે વિશાળ જળરાશિ.
  • બરફમાં અસંખ્ય બે ઇન્દ્રિય જીવો હોય છે તેને પરમાત્માએ અભક્ષ્ય કહેલ છે માટે બરફ વાપરી શકાય નહીં.
  • બરફનો ઉપયોગ કેરીનો, શેરડી નો રસ, શ્રીખંડ, શરબત વગેરેમાં કરતાં તે ભક્ષ્ય ચીજો પણ અભક્ષ્ય બની જાય છે.
  • બરફની જેમ આઇસ્ક્રીમ, ગુલ્ફી, ઠંડા પીણાં, ફ્રીઝનું પાણી વગેરે પણ અભક્ષ્ય છે.
  • જો આરોગ્યની દ્રષ્ટિએ જોઇએ તો, આ બરફ પેટની ઉર્જાનો નાશ કરે છે જેથી જઠરાગ્નિ મંદ પડે છે જેનાથી અનેક રોગો થાય છે.

૧૧. કરા:

  • આકાશમાંથી પડતાં બરફના ટુકડાને કરા કહેવામાં આવે છે. તે પણ બરફની જેમ અભક્ષ્ય છે.

૧૨. વિષ:

  • સોમલ, સાપનું ઝેર, વીંછીનું ઝેર, વચ્છનાગ, અફીણ, ઝેરકોચલા, ડી.ડી.ટી., ડાલ્ફ, જંતુનાશક દવાઓ વગેરેનો સમાવેશ વિષ માં થાય છે. તેનાથી પેટમાં રહેલા ઘણા જીવોનો નાશ થાય છે અને મૃત્યુ પણ થઇ શકે છે.
  • તમાકું, ગાંજો, ચરસ, બીડી, સીગરેટ થી ફેફસા બગડે, કેન્સર, ટી.બી. થાય અને આરોગ્યની બરબાદી થાય.



શેર કર​વા નીચે ક્લિક કરો