🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪: અભક્ષ્ય ત્યાગ શા માટે?

૨૨. ચલિત રસ:

  • ખાદ્ય પદાર્થોને ટકવા માટે અમૂક સમય મર્યાદા હોય છે. પછી તે બગડવા માંડે છે, એના ગંધ, સ્વાદ વગેરે બદલાય જાય છે તેને ચલિત રસ કહેવામાં આવે છે. આવા ચલિત રસ વાળા પદાર્થો અભક્ષ્ય છે કારણ કે તેમાં અસંખ્ય બે ઇન્દ્રિય જીવો તથા નીલ ફુગ ઉત્પન્ન થાય છે, વળી તેનાથી ફુડ પોઇઝન, ઝાડા-ઉલ્ટી વગેરે પણ થાય છે.
  • રોટલા - રોટલી, ભાખરી, થેપલા, ઇડલી, ઢોંસા, કચોરી, સમોસા વગેરે જે દિવસે બનાવ્યા હોય તે જ દિવસે ચાલે, બીજે દિવસે વાસી ગણાય છે. તેમાં પાણીનો અંશ હોવાને કારણે લાળીયા બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે માટે તે ખવાય નહીં તેમજ કુતરા કે અન્ય પ્રાણીને પણ ખવડાવાય નહીં.
  • પાકી ચાસણી વિનાના પેંડા બીજે દિવસે ન ચાલે.
  • દૂધની મલાઇ રાત રહેવા માત્રથી વાસી થાય છે, આજની મલાઇમાં સાંજે મેળવણ નાંખ્યું હોય તો મલાઇ બે રાત્રિ પછી અભક્ષ્ય બને છે.
  • સવારે દોહેલ દૂધ ૪ પ્રહર સુધી જ ભક્ષ્ય છે. (૪ પ્રહર એટલે લગભગ ૧૨ કલાક)
  • ડેરીના દૂધ અભક્ષ્ય છે.
  • બાસુંદી, શ્રીખંડ વગેરે બીજે દિવસે ન ખવાય.
  • જલેબીના આથામાં જીવોની ઉત્પત્તિ થાય છે માટે અભક્ષ્ય છે.
  • લીલો સુકો હલવો, ઘંઉના લોટને સડાવીને બનાવાય છે માટે તે અભક્ષ્ય છે.
  • ખંભાતનું હલવાસન પણ અભક્ષ્ય છે.
  • શેકેલો પાપડ જે દિવસે શેક્યો હોય તે જ દિવસે ચાલે.
  • તેલ કે ઘી માં તળેલો પાપડ બીજે દિવસે વાપરી શકાય પણ જો હવાઇ જાય તો ના ચાલે.
  • જો ચટણી વાટતા પાણી નાંખ્યું હોય અથવા મેથી, દાળીયા, ચણા નો લોટ વગેરે ભેળવ્યો હોય તો ચટણી બીજે દિવસે વાસી બને છે. પણ જો લીંબુ નો રસ નાખ્યો હોય અને પાણી કે લોટ નાખ્યા વિના વાટેલી હોય તો ત્રણ દિવસ સુધી ચાલે છે.
  • ચટણી બનાવતા કોથમીર, મરચાં પાણી થી ધોયા હોય તો પાણી ચટણીમાં રહી જવાથી તે ચટણી બીજે દિવસે અભક્ષ્ય બને છે.
  • બજારના પાઉં, બ્રેડ, બિસ્કીટ વગેરે અભક્ષ્ય હોય છે.
  • મેથી, કોથમરી, ફુદીનો વગેરે ઉનાળા-ચોમાસા માં ચાલે નહીં.
  • ચોમાસામાં લીલું ટોપરું આજે ફોડેલ આજે જ ખવાય.
  • આદ્રા પછી કેરી અભક્ષ્ય છે.

  • આ અભક્ષ્યો સર્વથા પ્રકારે ત્યાગ કરવાથી અસંખ્ય અને અનંત જીવોને અભયદાન આપ્યાનું ફળ મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે

એક જીવને અભયદાન આપો કે સુવર્ણના મેરુ જેટલું દાન આપો તો તેમાં એક જીવને અભયદાન આપ્યાનું ફળ વધશે.

પાંઉ, બ્રેડ, કેમ ન ખવાય?

  • પાઉં મેંદામાં થી બને છે, મેંદો ઘંઉ માંથી તૈયાર થાય છે, ફ્લોર મીલમાં જે ઘંઉની ગુણીઓનો સ્ટોરેજ કરેલો હોય છે તે ખોલવામાં આવે તો અગણિત ઘનેરા પડેલા જોવામાં આવે છે. તેને ગરમ પાણીમાં નાંખતા કે ઘંટીમાં નાંખતા, જીવો પીસાયને મરે છે.
  • ભીના ઘંઉને સુકવી અને દળતા જીણો લોટ મેંદો પેક થાય છે અને તે મહિનાઓ સુધી પડી રહે છે જેથી અગણિત જીવો પડે છે. આવો મેંદો બેકરી વાળા વેચાતો લે છે, આથા માટે ખાટો પદાર્થ નાંખતા અગણિત જીવો મરે છે.
  • બોરો નાંખ્યા પછી આથો આવતો જાય તેમાં ફુગ પણ આવે છે અને નવા ત્રસ જીવો ઉદભવે છે, જેને ઓવનમાં મૂકતા અગણિત ત્રસ જીવો નાશ પામે છે.
  • થોડા પાણીનો ભાગ રહેતા પાઉં બહાર કાઢી લેવામાં આવે છે. રાત્રિ પસાર થતા સવારે અનેક ત્રસ જીવો તેમાં ઉત્પન્ન થાય છે.
  • તેના રોગીષ્ટ જીવો પેટમાં જવાથી બીમારીના ભોગ બનવું પડે છે અને એલોપેથીક દવાઓ દ્રારા પેટના જંતુઓનો નાશ થાય છે, આમ, પાંઉ, બ્રેડ ખવાય નહીં.



શેર કર​વા નીચે ક્લિક કરો