🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩: અભક્ષ્ય ત્યાગ શા માટે?

૧૩. સર્વ પ્રકારની માટી:

  • માટી, ચોક, સ્લેટ પેન વગેરે માટી છે, તે ખાવાથી પેટમાં વિકલેન્દ્રિય જીવો તેમજ જીણાં દેડકાં જેવા પંચેન્દ્રિય જીવો પેદા થાય છે અને તે મહારોગને ઉત્પન્ન કરે છે.

૧૪. રાત્રિભોજન:

  • રાત્રિભોજન વિશે આપણે પહેલાં ઘણું જોયું, જેમાં વિજ્ઞાન, આરોગ્ય અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ નુકશાન કારક છે તેથી જ તે અભક્ષ્ય છે.

૧૫. અનંતકાય:

  • અનંતકાય ને નિગોદ પણ કહે છે, તે વિશે વધુ માહિતી આપણે આગળના ભાગમાં વિસ્તારથી જોઇશું.

૧૬. સંધાન:

  • સંધાન ‌એટલે બરાબર તડકાં ખાધા વિનાનું કે પાકી ચાસણી વિનાનું બોળ અથાણું.
  • લીંબુ, મરચાં, બીજોરા, વગેરેનું બોળ અથાણું અભક્ષ્ય છે.

૧૭. બહુબીજ:

  • જે ફળોમાં બીજો વચ્ચે અંતર ના હોય અથવા તો બીજો એક બીજાને અડીને રહેલાં હોય તેને બહુબીજ કહેવાય.
  • જેમ કે રીંગણાં, ખસખસ, રાજગરો, અંજીર વગેરે બહુબીજ છે. આમાં પ્રત્યેક બીજે અલગ- અલગ જીવ હોવાથી હિંસા ઘણી છે માટે અભક્ષ્ય ગણાય. - જે ફળ માં ઘણા બીજ હોવા છતાં અંતરપડ હોય છે તે અભક્ષ્ય નથી જેમ કે દાડમ, ટીંડોરા વગેરે.

૧૮. ઘોલવડા:

  • ઘોલવડા ને દહીંવડા પણ કહેવાય. ઉકાળેલા ગોરસમાં કરેલા હોય તો જ તે દિવસે ભક્ષ્ય છે.

૧૯. તુચ્છ ફળ:

  • જે ફળમાં ખાવાનું થોડું અને ફેકી દેવાનું વધુ હોય છે તે તુચ્છ ફળ ગણાય છે. વળી તુચ્છ ફળ ખાધા પછી ફેંકીદેવામાં આવતા ઠળિયાને મૂખની લાળ લાગેલી હોવાથી અસંખ્ય લાળીયા જીવો તથા અસંખ્ય સંમૂર્છિમ જીવો ઉત્પન્ન થાય છે. દા.ત. બોર, સીતાફળ, જાંબુ, સરગવાની સીંગ વગેરે તુચ્છ ફળમાં ગણાય છે.

૨૦. વૃત્તાંક:

  • વૃત્તાંક એટલે રીંગણા.
  • તેમાં બીજ ઘણા હોય છે.
  • તેની ટોપીમાં સુક્ષ્મ ત્રસ જીવો હોય છે.
  • વળી તે તામસી અને વિકારો પેદા કરનારા છે.
  • રીંગણાથી કફ અને પિત્ત વધે છે.
  • તાવ અને ક્ષય જેવા દર્દો ઉભા થાય છે.

૨૧. અજાણ્યા ફળ:

  • જે ફળ, ફુલ વગેરેની જાતિ કે નામ વગેરે જાણતા ન હોઇએ તે અજાણ્યા ફળ ગણાય. તે ખવાય નહીં કેમ કે તે ભક્ષ્ય છે કે અભક્ષ્ય તે આપણે જાણતા નથી.



શેર કર​વા નીચે ક્લિક કરો