🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨: આરોગ્યની દ્રષ્ટિએ રાત્રિભોજન શા માટે નહીં?

આગળના ભાગમાં આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોયું, તો ચાલો હ​વે, આરોગ્યની દ્રષ્ટિએ રાત્રિભોજન શા માટે નહીં તે જોઇએ.

૨. આરોગ્યની દ્રષ્ટિએ:

રાત્રિભોજનથી આત્માને તો નુકશાન થાય જ છે સાથે સાથે મન ઉપર અને શરીરના આરોગ્ય ઉપર પણ તેની ઘેરી અસર પડે છે.

 • રાત્રિભોજનમાં જેમ ઘોર હિંસા છે તેમ તેમાં કામ​વાસનાની તિવ્ર ઉત્તેજના પણ રહેલી છે. આરોગ્ય શાસ્ત્રનો એવો નિયમ છે કે પેટ ભરીને ખાધા પછી ઓછામાં ઓછા ૪ કલાક ઊંઘ​વું ન જોઇએ. ૪ કલાકમાં મોટાભાગના ખોરાકનું પાચન થઇ જાય એટલે ખાલી પેટે સુવાય​. ભરેલા પેટે સુવાથી કામવાસના એકદમ ઉત્તેજીત થાય, પુષ્કળ શક્તિ ગુમાવીને અકાળે ઘરડા બની જાય​.

 • શરીર બિમાર અને આળસુ બને છે.

 • સૂર્યના પ્રકાશ દરમ્યાન ભોજન લેવાથી રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે. રાત્રિ દરમ્યાન શરીરમાં ઉષ્ણતાનું પ્રમાણ અને રક્તનું પરિભ્રમણ ઓછું હોવાથી પિત્ત અને વાયુની વૃદ્ધિ થાય છે માટે પણ રાત્રિભોજન ન કરવું જોઈએ.

 • રાત્રિ દરમ્યાન પેટ ખાલી રાખવાથી આંતરડાની સંપૂર્ણ સફાઈ થઈ જાય છે.

 • ભૂખથી શરીર કમજોર નથી થતું પરંતુ તાજું થઈ જાય છે અને આંતરિક શુદ્ધિ પણ થઈ જાય છે.

 • રાત્રિભોજનનો ત્યાગ કરવાથી શારીરિક કાર્યપ્રણાલી સક્રિય અને સુડોળ બને છે.

 • જેઓ રાત્રિભોજન કરે છે એમની એન્ઝાઈમ પ્રણાલી સક્રિય નથી રહેતી અને ગ્લાઈકોઝીન તૂટીને ગ્લૂકોઝમાં પરિવર્તીત નથી થઈ શકતા જેથી અનેક રોગોના હુમલા શરૂ થઈ જાય છે અને અંગોપાંગ, ત્વચા, હાડકાઓ, હૃદય, સ્નાયુઓ, પેન્ક્રીયાઝ, કીડની, ફેફસાં, મસ્તક અને ગ્રંથિઓ પર ઘાતક પ્રભાવ પડે છે.

 • રાત્રે સૂર્યપ્રકાશના અભાવને લીધે લોહીમાં હોર્મોન્સની કમી થાય છે જેથી માનસિક તથા શારીરિક તંત્રની ક્રિયાત્મકતા ઓછી થવાથી દરેક અંગની કાર્યક્ષમતા ઘટી જાય છે અને ભોજનની ઉર્ધ્વગતિ થાય છે તથા પાચનતંત્રમાં વધુ સમય વિતાવવાથી અને મસ્તક પર વધારાનો ભાર આવવાથી ગેસ થવાની શક્યતા વધે છે.

 • રાત્રિભોજન ન કરવાથી જઠરાગ્નિમાંથી નીકળતા પાચક રસ જેવા કે હાઈડ્રોક્લોરીક એસીડનો સ્રાવ ઓછો થવાથી એસીડીટી થતી નથી.

 • જેઓ રાત્રિભોજન કરતા હોય અથવા દિવસે ભોજન લઈને સૂઈ જ જતાં હોય તેમના આંતરડામાં પાચનક્રિયા બરાબર ન થવાને લીધે ગેસ ઉપર ચઢે છે. અલ્સર વગેરે દર્દની શક્યતા વધી જાય છે.

 • રાત્રે લીધેલા ભોજનમાં લાળ ભળતી નથી જેથી ડાયાબીટીસ થવાની સંભાવના વધે છે કારણ કે લાળનાં સાકર પચાવનારા રસાયણો પર્યાપ્ત માત્રામાં નથી મળતા અને તેથી જ આજકાલ ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે.

 • સગર્ભાવસ્થામાં જે સ્ત્રીઓ સૂર્યપ્રકાશથી દૂર રહે છે અને રાત્રિભોજન કરે છે તેમના બાળકો પૂર્ણતઃ સ્વસ્થ નથી હોતા.

 • રાત્રે હ્રદય અને નાભી સંકોચાઇ જ​વાથી તથા જઠરાગ્નિ મંદ પડ​વાથી રાત્રે પેટમાં પધરાવેલ ખોરાક બરાબર પચતો નથી, તેથી કબજીયાત, અજીર્ણ વગેરે પેટના દર્દો થાય છે. લોહીનું ભ્રમણ બરાબર થતું નથી, ખોરાકનું પાચન ન થ​વાથી પ્રમાદ, બેચેની, જડતા, શરીર તુટ​વું, શરદી, ખરાબ ઓડકાર​, ઝાડા, આંખનું તેજ ઘટ​વું, દાંતમાં સડો થ​વો, મગજ શક્તિ ઘટ​વી, ચીડીયો સ્વભાવ બનવો વગેરે અનેક દોષો પેદા થાય છે.

 • હૃદયકમલ સંકુચિત થવાથી ફેફસાંઓ પણ પૂરતી માત્રામાં ઑક્સિજન નથી મેળવી શકતા જેના પરિણામે પાચનતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે.

 • રાત્રે પ્રકાશની અલ્પતા હોવાથી ખાદ્યપદાર્થોમાં જીવજંતુ પડવાથી બુદ્ધિનો ક્ષય થ​વાની શક્યતા રહે છે. કીડની પર પણ અસર થાય છે અને પેશાબમાં બળતરા થાય છે. આ રીતે જો ભૂલેચૂકે પણ જૂ પેટમાં જાય તો જલોદર થવાની સંભાવના રહે છે.

 • ઉંદરની લીંડી પેટમાં જવાથી એલર્જીની સંભાવના રહે છે તથા વાળ ખવાઈ જવાથી સ્વર પર અસર થવાની અને માખીથી ઉલ્ટીઓ થવાની સંભાવના રહે છે. કરોળિયો પેટમાં જવાથી કુષ્ઠરોગ થવાની સંભાવના રહે છે.

 • રાત્રિભોજન ત્યાગ કરી જલ્દી સૂવાની અને જલ્દી ઉઠવાની ટેવ પાડવાથી મસ્તિષ્કને સંપૂર્ણ આરામ મળે છે. હૃદય અને નાડીની ગતિ સામાન્ય રહે છે, લીવરમાં રક્તપ્રવાહ સામાન્ય થઈ જાય છે અને માનસિક તાણ દૂર થઈ જાય છે

ધર્મની દ્રષ્ટિએ વિશે વધુ આપણે હ​વે પછીનાં ભાગમાં જોઇએ.
શેર કર​વા નીચે ક્લિક કરો