🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૮૫: પ્રભુની આજ્ઞાનું પાલન એ જ શ્રેષ્ઠ આરાધના છે.

આગળના ભાગમાં આપણે જોયું કે જ્યારે પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન થયું છે ત્યારે હંમેશા ઉન્નતિ જ થાય છે…

હ​વે આગળ,

આજ્ઞા


પ્રભુની પૂજા કરીએ, જાપ કરીએ, ધ્યાન કરીએ પરંતુ જો પ્રભુની આજ્ઞાની ઉપેક્ષા કરીએ, અવગણના કરીએ તો તે ઉપાસના નથી થઇ શકતી, દર્શન નથી થઇ શકતા.

એટલે જ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરી મહારાજ સાહેબે કહ્યું છે,

હે વીતરાગ​ !

 • તમારી પૂજા કરતા તમારી આજ્ઞાનું પાલન ચઢીયાતું છે કારણ કે પૌદગલિક સુખ, કીર્તિ આદિની કનિષ્ઠ કામના રાખીને જો પૂજા થાય (કે જે આજ્ઞાથી વિરૂદ્ધ છે) તો એ દર્શન​-પૂજાની કશી કિંમત નહીં.
 • જેને આજ્ઞાનું આચરણ શક્ય નથી પણ આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા, બહુમાન રાખે છે એ પણ આજ્ઞાનો અભ્યાસી છે, ઓછામાં ઓછી ઉપાસના આ જ છે.
 • જે પ્રભુના સર્વ વચનોનો બહુમાન નહીં, પરંતુ એક પણ વચનનો વિરોધ​ કરે છે એ બીજા ગમે તેવા સુકૃત​ કરે તેની કશી કિંમત નથી.

પ્રભુની આજ્ઞાનું પાલન કર​વાથી પ્રભુની ભક્તિ જ થાય છે, આજ્ઞા પ્રમાણે ચાલ​વું, પ્રભુનો ઉપદેશ પાળ​વો તે પ્રભુની ભક્તિ જ છે.

 • જે પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે જ પ્રભુનો ભક્ત છે એમ સમજ​વું.
 • ઉચિત્ત દ્ર​વયસ્ત​વ પણ પાળ​વું એટલે કે જિનપૂજા કર​વી એ પણ પ્રભુની આજ્ઞા છે અને એ આજ્ઞા પ્રમાણે વર્ત​વાથી પ્રભુની ભક્તિ થાય છે.
 • જ્યારે દ્ર​વ્યસ્ત​વ પાળીએ છીએ ત્યારે ભાવસ્ત​વને પણ પાળીએ એમાં કંઇ આશ્ચર્ય નથી કારણ કે દ્રવ્યસ્ત​વ ભાવસ્ત્વનું અંગ છે એમ કહ્યું હોવાથી દ્ર​વ્યસ્ત​વથી પ્રભુભક્તિમાં ભાવસ્ત​વના પણ આવી જાય છે.

આજ્ઞાનું પાલન એ જ શ્રેષ્ઠ આરાધના છે.

 • પરમાત્માની આજ્ઞા બધા જીવોનું હિત કરનારી જ છે, કેમકે પરમાત્મા વીતરાગ છે.
 • પરમાત્માએ કેવલજ્ઞાન વડે બધા જીવોનું કલ્યાણ કરનારો જે માર્ગ જોયો તેનો જ તેમણે બધા જીવોને ઉપદેશ આપ્યો.
 • તેથી જે પરમાત્માની આજ્ઞાનું પાલન કરે છે તેનું કલ્યાણ થાય છે, એટલે કે તે પરમાત્માની સમાન બને છે.
 • જે પરમાત્માની આજ્ઞાનું પાલન કરતો નથી તેનું કલ્યાણ થતું નથી.
 • આમ જીવો પોતે જ પોતાનું કલ્યાણ કે અકલ્યાણ કરે છે, પરમાત્મા નહીં.
 • પરમાત્મા માર્ગનો ઉપદેશ આપે છે, તે કોઈને પરાણે આરાધના કરાવતાં નથી.

વાદળ બધે સરખી રીતે વરસે છે. જે પોતાનું વાસણ ઉઘાડે છે તેનું વાસણ ભરાય છે, જે પોતાનું વાસણ બંધ રાખે છે તેનું વાસણ ખાલી રહે છે. એમાં વાદળનો કોઈ દોષ નથી, તે તો સમાન જ છે, દોષ તો જીવોનો છે.

એમ પરમાત્માએ પણ બધા જીવોને વિષે તુલ્ય જ આજ્ઞા કરી છે. જે તેનું પાલન કરે છે તે મુક્તિ પામે છે, જે તેનું પાલન કરતો નથી તે સંસારમાં ભમે છે. પરમાત્માનો કોઈ દોષ નથી, દોષ તો જીવોનો જ છે.

પરમાત્માની આરાધના કરવાની ઇચ્છાવાળાએ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.

 • લોકમાં પણ દેખાય છે કે કોઇકની આજ્ઞાના પાલનથી તે ખુશ થાય છે, પછી તે ઇચ્છિત વસ્તુઓ આપે છે.
 • જો કે પરમાત્માની આજ્ઞાના પાલનથી પરમાત્મા ખુશ થતાં નથી, કેમકે તેઓ વીતરાગ છે, છતાં પણ પરમાત્માની આજ્ઞાના પાલનથી આરાધકનું કલ્યાણ થાય છે.

પરમાત્માની આજ્ઞા છે – ચિત્તને નિર્મળ કરવું.

 • રાગ-દ્વેષ-કષાય-ઇર્ષ્યા-દીનતા-શોક-ભય-ચિન્તા દુર્ગહા વગેરે ચિત્તના મેલો છે, આ મેલોથી ચિત્ત મલિન થાય છે. મલિન ચિત્તમાં શુભ ચિન્તન, શુભ ધ્યાન-ગુણ-પરમાત્મા વગેરે શુભ તત્વોનો વાસ થતો નથી.
 • મલિન ચિત્તમાં અશુભ તત્વોનો વાસ થાય છે, તેઓ ચિત્તને વધુ મલિન કરીને આત્માને દુર્ગતિમાં નાંખે છે.
 • શુભ તત્વો આત્માને સદગતિમાં અને સિધ્ધ​ગતિમાં સ્થાપિત કરે છે. આ બધા મેલોને દૂર કરીને મનને સ્ફટિકરત્નની જેમ નિર્મળ કરવું. સ્ફટિકરત્ન એકદમ નિર્મળ હોય છે. એમ ચિત્તને પણ એકદમ નિર્મળ કરવું.
 • સ્ફટિકરત્નમાંથી આરપાર જોઈ શકાય છે, ચિત્તરત્ન પણ એવું નિર્મળ કરવું કે તેની અંદર રહેલા ભાવો બીજા જોઈ શકે. બીજી વસ્તુઓ કરતા સ્ફટિક વધુ નિર્મળ છે, માટે ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ કરવાનો ઉપદેશ આપ્યો.

અહિંસા, સંયમ અને તપનું પાલન કરવું એ પણ ભગવાનની જ આજ્ઞા છે.

 • ધર્મનું સ્વરૂપ સમજવા માટે ભગવાનની આજ્ઞાનું સ્વરૂપ સમજવું પડે અને આજ્ઞાનું સ્વરૂપ સમજવા માટે અહિંસા, સંયમ અને તપનું સ્વરૂપ સમજી લેવું જરૂરી છે.

 • જે પોતાના દોષો જુએ તે દુ:ખ મજેથી વેઠી શકે. જે દુ:ખ મજેથી વેઠે, તે જ બીજાના દુ:ખને ટાળી શકે.
 • પોતાના મન, વચન​, કાયાના યોગે કોઇના પણ મન-વચન કે કાયાને દુ:ખ ન પહોંચાડ​વુ તેનું નામ અહિંસા.

 • સૂક્ષ્મ જીવ હોય કે બાદર જીવ હોય, અપરાધી હોય કેે નિરપરાધી હોય, કોઇપણ જીવને, કોઇપણ ક્ષેત્રમાં, કોઇપણ કાળમાં, રાગાદિ કોઇપણ ભાવથી, મનથી, વચનથી કે કાયાથી કર​વારૂપે, કરાવ​વા રૂપે કે અનુમોદ​વા રૂપે દુ:ખ ન પહોંચાડ​વુ તે અહિંસા.

જેટલી કાળજી આપણા આત્માની કરીએ તેટલી જ કાળજી બીજાની કર​વી જોઇએ.

 • કારણ કે, બીજો એ “બીજો” નથી, આપણો જ અંશ છે.
 • બીજાની હિંસામાં આપણી જ હિંસા છૂપાયેલી છે એ સમજ​વું પડશે.
 • બીજાની હિંસા કરીએ છીએ ત્યારે આપણે આપણી જ દસગણી હિંસા નિશ્ચિત કરી દઇએ છીએ.

આવું શ્રી મહાનિશીથ આગમમાં સ્પષ્ટ લખ્યું છે.

હોય વિપાકે દસગણું રે, એકવાર કિયું કર્મ​.

 • એમાં પણ આસક્તિ હોય તો ખબર નહીં કેટલાય ભ​વ સુધી મરવું પડશે ?

આજ્ઞા વિશે વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો