🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯૨: જિન-વચન કષ્ટ ટાળે?

આગળનાં ભાગમાં આપણે જોયું કે આજ્ઞાપાલન માટે જ્ઞાન જરૂરી છે

હ​વે આગળ,

આજ્ઞા


જ્ઞાનીઓ કહે છે, કે પાપથી ઉદ્ધારનો ખરેખર ઉપાય શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં છે.

 • સર્વ આપતિમાં જિનાજ્ઞા એ જ શરણ​. એટલે કે,
  • જે અત્યંત ભારે ગરીબાઈથી પીડાતા હોય કે એમનું બધું ધન અને વૈભવ નષ્ટ થઈ ગયો હોય, એવાને જિનાજ્ઞા સિવાય ક્યાં રક્ષણ મળે?
  • દુર્દશા અથ​વા કોઇ કલંકમળ કે પાપથી દુ:ખિત જીવોને…
  • બધાથી નિંદાયેલા અને સગાવહાલાના તિરસ્કારથી તપેલા જીવોને…
  • જન્મ-જરા-મૃત્યુના સેંકડો દુખોથી ભયંકર જગતમાં જે જીવો પીડિત છે એમને…
  • અસાર સંસારમાં સેંકડો દુઃખ-દુષ્કૃત્યની પીડાથી જે દુ:ખિત છે….
 • એમને ભગવાન જિનેશ્વરદેવનાં વચન સિવાય બીજે ક્યાં રક્ષણ મળે?

જિન-વચન કષ્ટ ટાળે ?

 • જ્ઞાની ભગવંતે જિનવચનનું જે મહાત્મ્ય બતાવ્યું છે કે પ્રિયવિયોગ, ગરીબી, કલંક, તિરસ્કાર વગેરેના દુ:ખોથી બીજું કાંઈ શરણ નથી અને જિનવચન શરણ છે. એની પાછળ શું રહસ્ય છે?

  • શું જિનવચનને સ્વીકારે એટલે એ બધી પીડાઓ તરત મટી જાય?
  • ગરીબી મટીને તવંગરતા આવી જાય ?
  • કલંક ફાટીને પ્રતિષ્ઠા પ્રસરે?
  • મારપીટ વગેરે અટકી જાય?

જો એવું હોય તો નરકમાં રહેલા સમકિતી જીવોને કેમ મારપીટ ચાલુ રહે છે?

 • સીતાને કલંક કેમ એકદમ ન મટ્યું?
 • મહાત્માઓ કેમ ઉપસર્ગથી ખપી ગયા?

જો એ દુ:ખો ઊભા રહેતા હોય તો જિનવચને શરણ શું આપ્યું?

 • આના જ​વાબમાં એમ કહી શકાય કે, જિનવચન બે રીતે શરણ આપે છે,
  • (૧) ભાવી દીર્ધ કષ્ટ પરંપરાનો અંત લાવીને, અને
  • (૨) વર્તમાનમાં કષ્ટનો ખ્યાલ મિટાવીને.

જિનવચનથી ભાવી કષ્ટ પરંપરાનો અંત શી રીતે?

 • જેની પાસે જિનવચનનું આલંબન નથી, એ વર્તમાનમાં કષ્ટ અનુભવતી વખતે આકુળવ્યાકુળ હોય છે, આર્તધ્યાનમાં સબડે છે, ક્રોધાદિ કષાયમાં ચડે છે, અસત કલ્પના, અસત માન્યતામાં મિથ્યાત્વથી પણ પીડાય છે. આવા બધાં કારણે એ સાનુબંધ પાપકર્મ ઉપાર્જે છે.

સાનુબંધ એટલે એવાં કે જેની પાછી આગળ અશુભ પરંપરા ચાલે.

 • અહીં બાંધેલા પાપકર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે પણ આ જ આર્તધ્યાન વગેરેની લોથ ઊભી, ને તેથી નવાં પાપકર્મ બંધાય.
 • એમ આગળ પણ નવાં નવાં પાપોપાર્જન ચાલુ. એટલે પરિણામ શું? પાપપરંપરાથી કષ્ટપરંપરા.
 • અહીં તો સહવા નું થોડું, પરંતુ આગળ સહવાનું ઘણું અને લાંબું ઊભું થાય.
 • અહીં કષ્ટ ભોગવીને એટલાં કર્મ તો ખપાવીએ, પણ ભવિષ્ય માટે લાંબું વેતરણ ઊભું થશે. એટલે બકરું કાઢી ઊંટ પેસાડવા-જેવું થાય.

કષ્ટમાં જિનવચનની સલાહ

 • જિનવચન એ શીખવે છે કે, આ કષ્ટ ભોગવીએ છીએ તે આપણા પૂર્વ કર્મને લીધે છે ને એમાં તો એટલો પાપકર્મ ભોગવાઈને નષ્ટ થઇ રહ્યા છે.
 • કષ્ટ દેનાર આપણા જ કર્મ છે. બહારના બીજા કોઇ નહીં. તેથી બીજા ઉપર કષાય ન કરીએ.
 • કષ્ટ લાગે છે તે શરીર પરના રાગને લીધે, અહંત્વ પરના રાગને લીધે, જો એ રાગ​-મમત્વ નથી, તો કોઈ દુ:ખ નથી ! માટે એ રાગને જ દુ:ખદાતા સમજી એને તોડવાના પ્રયત્નમાં રહેવું જોઇએ.
 • તેથી કષ્ટ ભોગવતી વખતે ચિત્ત સ્વસ્થ રહે, સમાધિ રહે, અને તેથી નવાં પાપકર્મ બંધાય નહિ. તેથી ભાવી કષ્ટ પરંપરા ચાલે નહિ.

જિન​વચન તત્વ સમજુતી ઉપરાંત મહાપુરુષોના ચરિત્ર બતાવે છે

 • મહાપુરુષોએ, આપણે જે કષ્ટ ભોગ​વીએ છીએ તેના કરતા જાલિમ કષ્ટ ભોગ​વ્યા છે, એ આપણે નજર સામે રાખીએ તો આપણા કષ્ટ નહિવત લાગે અને આપણું મન બગડે નહીં અને આર્તધ્યાન અટકે…

જિનવચન નર્ક અને તિર્યંચ ગતિના અતિ ભયંકર કષ્ટ બતાવે છે

 • એ વિચારીએ તો આપણને એમ લાગે કે આપણને કષ્ટ જ શું છે? અને આપણું મન-ચિત બગડતું અટકે.

આવતા ભાગમાં આપણે મેતારજ મુનિએ ઘોર કષ્ટમાં ય મન કેમ ન બગાડ્યું તે વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો