🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯૪: જિન​વાણી એ શ્રાવકને મળેલુ વરદાન છે.

આગળના ભાગમાં આપણે જોયું કે જિન​વચનના આલંબને મેતારજ મુનિને ઘોર પીડામાં અને મરણાંત કષ્ટમાં દુ:ખ ન લાગ્યું અને એથી જ એ ત્યાં જ કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા

હ​વે આગળ,

આજ્ઞા


જિન​વાણી તો સાંભળ​વી જ જોઇએ એ પ્રભુની આજ્ઞા છે.

  • એક બાજુ જિનભક્તિ કરે અને વ્યાખ્યાન સાંભળ​વાની વાત આવે તો કહે
    • પૂજામાં ૧.૫ કલાક થાય તો સમય ક્યાંથી મળે? (વ્યાખ્યાનમાં કંટાળો આવે છે તેથી કહે)
  • પણ એને એમ કહેવામાં આવે કે પૂજાનો સમય આઘો-પાછો રાખી જિન​વાણી સાંભળ​વી જોઇએ તો કહે,

ધર્મ માત્ર વ્યાખ્યાન સાંભળ​વામાં જ છે?
જિનભક્તિમાં ધર્મ નથી?

  • આનો અર્થ એ થયો કે એને પ્રભુની આજ્ઞાની પર​વાહ નથી. જિનાજ્ઞાનું બંધન નથી, આપમતિ છે, પછી ભલે સારી જિનપૂજા કરી પણ જિનાજ્ઞાની આરાધના ન આવે.
  • જિન​વાણી એ શ્રાવકને મળેલુ વરદાન છે કારણ કે જુદા-જુદા ગુરૂ ભગ​વંતો દરેક ચોમાસામાં સ્વયં શ્રાવકો પાસે આવે છે અને તેઓ શાસ્ત્રોમાંથી મળેલુ ન​વનીત શ્રોતાઓને પીરસે છે, ઉદારતાથી વાણી દ્રારા દાન કરે છે,
    • નહીં કે જેમ પૂર્વકાળમાં કેટલાક સ્થળે ઘી માટે દહીં વલોવે તો ન​વનીત (માખણ​) પોતે સંઘરી લે અને છાસ ઉદારતાથી લોકોને દાન કરે છે.
    • જ્યારે અહીં ન​વનીતનું દાન થાય છે.
  • આત્માનું ઉર્ધ્વીકરણ થ​વામાં વિશેષ કારણ હોય તો શાસ્ત્રશ્ર​વણ છે.
  • પ્રભુપૂજા, સામાયિક આદિ અનુષ્ઠાનો વહેલા-મોડા પોતાની સગ​વડે પણ કરી શકાય​.
  • પરંતુ જ્યારે સમગ્ર શ્રોતાવર્ગ ચોક્કસ સમયે, નિયત સ્થાને એકઠો થાય, વળી વક્તા ગુરૂ મહારાજ નો યોગ થાય ત્યારે જ શ્ર​વણ મેળ​વી શકાય છે. આથી શ્ર​વણ યોગ પરાધીન છે. નિરંતર તેવા યોગો જીવને સાંપડી શકતા નથી.

આજે દેવદર્શન, દયા, દાનાદિ ધર્મ હજી દેખાય છે.પરંતુ રોજ જિનવાણી શ્ર​વણની ઘણી ઉપેક્ષા જોવામાં આવે છે.

  • રોજ જિનવાણીનું શ્રવણ કર​વામાં આવે તો…
    • અહિંસાના ભાવ નિર્મળ, સહજ અને આત્મસાત બનતા જાય,
    • અંતરાત્મામાં ભરાઈ પડેલા દોષ દુર્ગુણોની પિછાણ થાય,
    • નવનવાં સુકૃત, નવી નવી સાધનાઓ અને ઊંચા ઊંચા ગુણોની જાણકારી અને પ્રેરણા પ્રોત્સાહન મળવા પર એનો પુરુષાર્થ વિકસતો જાય, તેથી જીવન ઉન્નત્તિના માર્ગે પ્રયાણ કરતું રહે.
    • વિષય વૈરાગ્ય, ધન વૈરાગ્ય​, કષાયોપશમ દ્રઢ અને વૃદ્ધિ પામે.
  • જો જિન​વાણીનું નિત્ય શ્ર​વણ નહીં કર​વામાં આવે તો
    • કદાચ અણુવ્રત લીધા હોય અને બીજા અણુવ્રતથી વેપારમાં જૂઠું નહીં બોલીએ પરંતુ સાચું બોલીને મળેલા લાભમાં અતિ આનંદ આવશે
    • અથ​વા તો ક્યારેક દયા છોડીને પણ સાચું પકડી રાખશું!
    • પાંચમાં વ્રતથી પરિગ્રહનું પરિમાણ નહીં ઓળંગીએ પણ મર્યાદાની અંદરના પરિગ્રહને કિંમતી સમજી હર્ષ અને મદ સારી રીતે કરશું. જો આવું થાય તો વિરતીનો શો અર્થ​?
    • પહેલા વ્રતથી ત્રસજીવની હિંસા નહીં કરીએ પણ સ્થાવર જીવોની હિંસામાં નિષ્ઠુરતા હોય તો હૈયામાં કોમળતા કેવી રીતે આવે?
    • ઘર​-દુકાન​, ધંધો, નોકરી વગેરે તો સંભાળશું પણ દેરાસર​-ઉપાશ્રયનું સંઘના માથે રાખશું.
    • પરમાર્થ પાછળ કાંઇ ખર્ચ નહીં કરીએ અને વ્ય​વહાર પાછળ અઢળક ખર્ચ કરશું.

આ કાળમાં તર​વા માટેના ૨ સાધનો છે:

  • ૧) જિનબિંબ
  • ૨) જિનાગમ​

  • અને આમાં પણ જિનાગમ એ જિનબિંબની ઓળખાણ અને ઉપાસના નો પ્રકાર બતાડે છે તેથી જિનાગમની તો બલિહારી છે!
  • આત્માને જે નિગોદથી આટલે ઉંચે આર્યમાન​વ ભ​વ મળ્યો છે એ સાર્થક તો જ થાય જો જિનાગમનું શરણ લેવાય​.
  • સાચા દાન અને સાચા ત્યાગને જિનાગમે જ બતાવ્યા છે.

જિન​વાણી

  • નાસ્તિકને આસ્તિક બનાવે છે.
  • ક્રોધીને ક્ષમાશીલ બનાવે છે.
  • રાગી જીવોને વિરાગી બનાવે છે.
  • કામીને બ્રહ્મચારી બનાવે છે.

જિન​વાણી સાંભળ​વાથી

  • પુર્વગ્રહો નીકળતા જાય છે.
  • ગુણગ્રાહી દ્રષ્ટિ આવતી જાય છે.
  • ચર્ચા,ટીકા વગેરે ગમતા નથી.અંદરથી શાંત બને છે.
  • બહારની પ્ર​વૃતિઓમા વિવેક આવે છે.

આચાર્ય ભગ​વંત હરિભદ્રસુરિજી મહારાજે કહ્યું હતુ:

અહો ! જગત પર જો જિનાગમ ન હોત તો અનાથ એવા અમારૂં શું થાત​?

  • કારણ કે અત્યારે કેવળી ભગ​વંત હયાત નહીં,
    મન​: પર્યાયજ્ઞાની હયાત નહીં,
    અવધિજ્ઞાની હયાત નહીં,
    આવા સમયમાં જો માર્ગદર્શક જિનાગમ ન મળ્યા હોત તો અમે અનાથ જ હોત​.
  • ખરેખર જિનાગમ એ દીવો છે.
  • જેમ અંધારી ગુફામાં ગમેતેવા રત્નોના ઢગ હોય પણ દીવા વિના એ શી રીતે દેખાય​?
    • મોક્ષ છે અને તેના ઉપાય પણ છે એ બધાનું સાચું ભાન કરાવનાર જિનાગમ જ છે.
    • જિનાગમના દર્શનથી કેટલાય આત્માઓ અલ્પકાળમાં આત્માનું મહાન કલ્યાણ સાધી ગયા છે.

એ જિનાગમની ગાથાના એક અર્થ જાણ​વા માટે

  • મહાવિદ્વાન પૂરોહિત હરિભદ્ર બ્રાહ્મણને જ્ઞાનની ભૂખ હતી એટલે તેમણે એવી પ્રતિજ્ઞા લીધેલી કે જગતનું કોઇપણ શાસ્ત્ર જો હું ન સમજી શકું તો સમજ​વા માટે જરૂર પડ્યે સામાનો ગુલામ થઇને પણ જાણી લઉં.
  • એક​વાર જૈન શાસ્ત્રની “ચક્કી દુગં…” ગાથાનો અર્થ ન સમજી શક્યા અને એ વિદ્વાન બ્રાહ્મણે એક પણ ડગલું પાછું ન ભર્યું અને સાધુપણું સ્વીકારી લીધું.

જે અંદર અશાંત હોય તેને બહાર ભુલો થાય છે પણ જિન​વાણી સાંભળ​વાથી આત્મા શાંત બનતો જાય છે.

હ​વે પછીના ભાગમાં આપણે જિન​વાણી માટે સારા ઘર્મશ્રોતાના ગુણો વિશે જોઇશું




શેર કર​વા નીચે ક્લિક કરો