🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૮૬: રથયાત્રામાં હાથી-ધોડા ઉપર બેસ​વું એ શું હિંસા છે?

આગળના ભાગમાં આપણે આજ્ઞા વિશે જોઇ રહ્યા હતા કે પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી પ્રભુની ભક્તિ જ થાય છે, આજ્ઞા પ્રમાણે ચાલ​વું, પ્રભુનો ઉપદેશ પાળ​વો તે પ્રભુની ભક્તિ જ છે…

હ​વે આગળ,

આજ્ઞા


પ્રભુના શાસનમાં અહિંસા એ મુખ્ય ધર્મ કહેવાય​, પણ “અહિંસા એ જ ધર્મ​” એવું નથી.

  • જો અહિંસા ને જ ધર્મ માનીએ તો “શ્રાવકે પરમાત્માની પૂજા કે સાધર્મિક ભક્તિ વગેરે કોઇ અનુષ્ઠાન ન કરાય​”
  • જે અહિંસા આપણને કાયમી અહિંસક્તા સુધી પહોંચાડનારી હોય તો જ તે અહિંસા માન્ય રખાય છે. તેમ જે હિંસા પણ કાયમી અહિંસકભાવ સુધી પહોંચાડનારી હોય તો તે હિંસા પણ પ્રભુના શાસનમાં માન્ય છે.

રથયાત્રામાં હાથી-ધોડા ઉપર બેસ​વું એ શું હિંસા છે ?
મહાપૂજામાં લાખો ફૂલોનો થતો શણગાર એ શું હિંસા છે ?

  • જે અનુષ્ઠાન કર​વાથી આપણા રાગ​-દ્રેષ ઘટતાં હોય, ભૌતિક સ્વાર્થ નબળો પડતો હોય, ભવરોગ દૂર થતો હોય તે અનુષ્ઠાનમાં થતી હિંસા એ હિંસા જ નથી અને જેના હૈયામાં સ્વ​-પર જગતના તમામ જીવોનું કલ્યાણ કર​વાની ભાવના ઝળહળતી હોય, શાસનરક્ષાની ભાવના ધબકતી હોય તો એ ઝઘડો કરે કે તિરસ્કાર કરે, દ્રેષ કરે કે હિંસા કરે તો પણ એ અહિંસા જ છે.

  • આપણને ફૂલમાં હિંસા દેખાય છે અને અન્ય ગ્રહકાર્યમાં ૧૫-૨૦ બાલદી પાણીની ઢોળતા જરાય વિચાર પણ નથી આવતો.
  • જો પાણીનું ૧ ટીપું ઢોળતા પણ હૈયુ વેદના અનુભ​વે એવી અવસ્થા આવે નહીં ત્યાં સુધી ફૂલથી પ્રભુની ભક્તિ કર​વી જોઇએ.
  • એમ તો આપણે પ્રતિક્રમણ કરીએ અને ચર​વળો હલાવીએ તોય વાયુકાયના જીવોની હિંસા થશે, તો શું પ્રતિક્રમણ નહીં કર​વાનું ?
  • પરંતુ એવુ ન હોય, રાગાદિ પોષાતા હોય તો દેખીતી અહિંસા પણ હિંસા જ છે અને રાગાદિ નબળા પડતા હોય તો દેખીતી હિંસા પણ અહિંસા છે.

તત્વાર્થમાં પણ કહ્યું છે કે,

પ્રમાદના યોગે થતો જીવનો નાશ એ ત્રસ હોય કે સ્થાવર હોય એને હિંસા કહેવાય અને તેનો ત્યાગ એ પ્રથમ અહિંસા વ્રત છે. ત્રસ એટલે હાલતા ચાલતા જીવો. સ્થાવર એટલે જે પોતાની ઇચ્છા મૂજબ હલી-ચલી ન શકે તેવા જીવો.

  • બીજા જીવને માર​વો એ જ માત્ર હિંસા નથી પણ પ્રમાદથી જીવ મરે તો હિંસા
  • અને પ્રમાદ ન હોય અને જીવ મરે તો હિંસા નહી.
  • આ પ્રભુના શાસનનો મૂળભુત સિદ્ધાત સ્યાદ​વાદ છે.
  • આપણામાં પ્રમાદ હોય અને મૌનપણે ખૂણામાં બેસીને આરાધના કરીએ તોય હિંસા અને અપ્રમતપણે દુનિયામાં ફરીએ તો ય અહિંસા.

કાળજી રાખીને ચાલનારાના પગ નીચે કીડી અચાનક મરી જાય તો પણ​ પાપ ન લાગે કારણ કે એમ તો કોઇ જીવને માર​વાની તાકાત આ દુનિયામાં કોઇની નથી.

  • એ મારી ત્યારે જ શકે જ્યારે સામા જીવનું આયુષ્ય પૂરૂ થ​વાનું હોય.
  • પરંતુ અહીં જો પરિણામ માર​વાનો હૈયામાં હોય તો પાપ લાગે.
    • વ્યવહારમાં પણ આવું જ બને છે ને ! ચોર ચપ્પુ મારે અને માણસ મરે નહીં તો ય કેસ થાય અને ડોક્ટર ચીરે અને માણસ મરી જાય તો ય કેસ ન થાય​ કેમ કે ડોક્ટરને બચાવ​વાનો ભાવ છે અને ચોરને માર​વાનો ભાવ છે.
  • આપણે હિંસા કરીએ કે ન કરીએ પણ અંદર રાગનો પરિણામ છે. માટે હિંસાનું પાપ લાગે જ.

સંસારદાવામાં લખ્યું છે,

પરમાત્માના શાસનની હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમુદ્રના ઉંડાણ જેવું છે.

  • જો દેખાય એટલી હિંસા માન​વામાં આવે તો સાધુ શ્વાસો-શ્વાસ લે, વ્યાખ્યાન આપે, વગેરેમાં પણ વાયુના જીવોની હિંસાનું પાપ લાગશે અને એકેન્દ્રિય અહિંસક કહેવાશે.
  • પણ શાસ્ત્રકારો સાધુને પરમ અહિંસક કહે છે અને એકેન્દ્રિય જીવમાં રાગ છે માટે એ હિંસક છે, એકેન્દ્રિયને સંયોગો નથી મળ્યા માટે પાપ નથી કરતો પણ કર​વાના પરિણામ તો છે જ.

આપણે આવું જ એક તંદુલિયા મત્સનું દ્રષ્ટાંત જોયું હતુ, તે વાંચ​વા અહીં ક્લિક કરો

આજ્ઞા વિશે વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો