🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯૧: આજ્ઞાપાલન માટે જ્ઞાન જરૂરી છે.

આગળના ભાગમાં આપણે જોયું કે જરૂરીયાતો ભિખારીની પણ પૂરી થઇ શકે છે પણ ઇચ્છાઓતો ચક્ર​વર્તિની પણ પૂરી થતી નથી.

હ​વે આગળ,

આજ્ઞા


આજ્ઞાપાલન માટે જ્ઞાન જરૂરી છે.

 • આપણે પ્રભુની આજ્ઞા બાજુમાં મૂકી તેથી પ્રભુની આજ્ઞા મુજબ આહાર ​વ્ય​વસ્થા જાળ​વી શક્તા નથી.
 • જેમ કે, ઘી ખાતા વિકલેન્દ્રિયના કલેવર નથી ખાતા? વલોણું કર્યા પછી જે ક્ષણે માખણ છાસથી છૂટું પડે તે જ ક્ષણે તેમાં તે જ વર્ણના વિકલેન્દ્રિય જીવો પેદા થઇ જાય છે.
 • આજે આપણે ઘી કઇ રીતે બનાવીએ છીએ? પૂર્વે વલોણા પણ એકાંતરે થતા. તેમાં ૨ દિવસનું આંતરૂ પણ ન ચાલે. આજે દિવસો સુધીનું માખણ ભેગું થાય, મલાઇ ભેગી થાય તેમાં વિકલેન્દ્રિય જીવો પેદા થાય, તેને નિચોવીને, બાળીને તેના ક્લેવરો જ ખાઇએ છીએ.
 • આ જ રીતે લોટ અને અન્ય વસ્તુઓ માટેના કાળ અને જયણા માટે અહીં ક્લિક​ કરી, એપ ઇન્સ્ટોલ કરી આપ જયણા વિશે વિસ્તારથી જોઇ શકશો.

આજ્ઞા તત્વ અંગે:

 • આજ્ઞા તત્વ પણ સમજવા જેવું છે, વીતરાગ આજ્ઞા કરે નહિ અને કરવી હોય તો પણ સમષ્ટિગત કહે પણ વ્યક્તિગત કરે નહિ, આજ્ઞા પણ યોગ્યને કરાય, અયોગ્યને ન કરાય.
 • ભગવાને આજ્ઞા કરી છે કે ઉપદેશ આપ્યો છે? આજ્ઞા કરવા માટે ઇચ્છા, સત્તા વગેરે તત્વો જોઈએ.
 • વીતરાગ પરમાત્માએ મોહનો સંપૂર્ણ નાશ કર્યો હોવાથી ઇચ્છા નથી.
 • સત્તા કે હકૂમત ચલાવવાની પણ તેમની વૃત્તિ નથી.
 • તેઓ તો માત્ર સ્વરૂપમાં જ રહે છે અને કર્મના યોગ પ્રમાણે ઉપદેશ ફરમાવે છે.
 • પરંતુ આ ઉપદેશને સાધકોએ આજ્ઞાવત સ્વીકાર​વાનો છે, તેનાથી જ તેનું કલ્યાણ છે.
 • “આણાએ ધમ્મો” એ શિષ્યવચન છે, ભગવાનની આજ્ઞાના પાલનથી કઈ રીતે જીવો આગળ વધ્યા અને ભગવાનની આજ્ઞા નહીં પાળવાથી જીવો કેવા ભટક્યા છે? એનું વર્ણન એ શાસ્ત્રો છે.
 • શાસ્ત્રો એ દર્પણ છે, જગતનું યથાર્થ સ્વરૂપ એમાં પ્રતિબિંબિત થાય છે. માટે એ આજ્ઞા પ્રત્યે પ્રીતિ, આદર, બહુમાન ઊભા કરી યથાશક્તિ પાળવાની છે. ભગવાનની સર્વ આજ્ઞાઓને શિરોધાર્ય કરવાની છે અને યથાશક્તિ પાળ​વાની છે.

આજ્ઞાનો આરાધક​:

 • સંસાર જેને કર્ત​વ્ય ન લાગે એ વ્યક્તિમાં આજ્ઞા પ્રત્યે આદર પેદા થવાની શક્યતા છે. આના માટે ૩ વાતો વિચાર​વાની છે.
  • ૧. પાપ ન​વિ તિવ્રભાવે કરે.
  • ૨. જેહને ન​વિ ભ​વરાગ રે.
  • ૩. ઉચિત સ્થિતિ સેવે સદા

આ ત્રણ જેનામાં આવે તે પરમાત્માની આજ્ઞાનો આરાધક બની શકે.

 • અનુચિત પ્ર​વૃતિથી તે જ વ્યક્તિ અટકી શકે કે જેનો ભ​વનો રાગ ઘટ્યો હોય.
 • ભૌતિક સુખનો રાગ એ જ ભ​વનો રાગ છે. જ્યાં સુધી ભ​વનો રાગ જીવતો જાગતો હોય ત્યાં સુધી આજ્ઞા પ્રત્યેનો આદર કે આરાધના એક પણ શક્ય નથી.
 • ભૌતિક સુખની તીવ્ર આસ​ક્તિ આજ્ઞા પ્રત્યેની ઉપેક્ષા પેદા કરાવીને આજ્ઞા ભંગ કર​વા સુધી પ્રેરીત કરે છે.

જેઓ ગાર​વરસિક છે તેમને માટે જિનાજ્ઞા ભાંગ​વી તે રમત માત્ર છે. (ગાર​વ એટલે આસક્તિ)

 • આ ગાર​વ ત્રણ પ્રકારના છે.
  • ૧. ૨સગારવ,
  • ર. ઋદ્ધિગારવ,
  • ૩. શાતાગારવ.
 • ૧. ૨સગારવ:
  • મનગમતી વાનગીઓની ગાઢ આસક્તિ,
  • ઉત્તમોત્તમ વાનગીઓ ખાવાની ઈચ્છા એ ક્યારે મળે એવી અભિપ્સા, મળે એટલે તેમાં ગાઢ લીનતા, આનંદ આનંદ થઈ જાય એ રસગારવ છે.
 • ર. ઋદ્ધિગારવ:
  • ઋદ્ધિ-સમૃદ્ધિ ની ગાઢ આસક્તિ,
  • ધન-ધાન્ય, વિવિધવસ્ત્રો, અલંકારો.
  • બંગલા-બગીચા, ગાડીઓ વગેરે મેળવવાની ઈચ્છા, અને મળે ત્યારે તેમાં થતી લીનતા એ ઋદ્ધિગારવ છે.
 • ૩. શાતાગારવ:
  • અનુકૂળતાની ગાઢ આસક્તિ અનુકૂળતાને મેળવવાના વિચારોમાં રત રહેવું અને અનુકૂળતા મળતાં જ તેમાં લીન થઈ જવું એ શાતાગારવ છે.


 • આ ત્રણ પૈકીના કોઈપણ એક, બે કે ત્રણેયમાં જે ગાઢ આસક્ત બને તે સાધુ હોય કે સાધ્વી હોય, શ્રાવક હોય કે શ્રાવિકા હોય એને માટે પરમાત્માની આજ્ઞા ભાંગવી એ રમત છે.

 • ભૌતિક સુખ અને સુખની સામગ્રી પ્રત્યેના ગાઢ લગાવનું જ એ પરિણામ છે, કે વર્તમાનનાં ધર્મસ્થાનો પણ અધર્મકારક સુખસામગ્રીઓથી હવે ખરડાવા લાગ્યાં છે.
 • ધર્મસ્થાનોમાં પણ લાઈટ, માઈક, પંખા, ફ્રીજ, ક્લોજ સર્કીટ ટી.વી., વિડીઓ જેવાં સાધનો ઘર કરવા માંડ્યાં છે.
 • તો બુફે પદ્ધતિ જેવી અગણિત અયોગ્ય પદ્ધતિઓ ઘર કરવા માંડી છે.
 • જે ઉત્તમ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ આ બધાં અનિષ્ટોથી દૂર રહે છે, તેમની અનુમોદના કરવાના બદલે, તેમની દયા ખાવામાં આવે, તેમને મૂર્ખ-જડ-રૂઢીચુસ્ત કહીને નવાજવામાં આવે છે.
 • આજે નહિ તો કાલે એ પણ આ જ રસ્તે આવવાના છે, એમ કહી તેમને હીણા ચીતરવામાં આવે, આ બધો વ્યવહાર પણ આજ્ઞાભંગનો જ એક પ્રકાર છે.
 • આજે ચારે કોર આજ્ઞાભંગનું ભયાનક તાંડવ ખેલાઈ રહ્યું છે અને કમનસીબે એને ખેલનારા સાધુ-સાધ્વીના અને શ્રાવક-શ્રાવિકાના લેબાસમાં ફરનારા અને સમાજમાં આગવું સ્થાન ધરાવનારાઓ હોય છે, જે અત્યંત ભયાનક ભાવિનો અણસાર આપી જાય છે.
 • આજે મંદિર બંધાવનારા મળશે પણ જયણાપૂર્વક મંદિર બાંધનારા કેટલા મળશે?
 • પૂજા કરનારા મળશે પણ વિધિપૂર્વક પૂજા કરનારા કેટલા મળશે?
 • સામાયિક કરનારા મળશે પણ બત્રીશ દોષ ટાળીને કરનારા કેટલા મળશે?
 • રોજ બોલે ‘સામાયિક વિધિએ લીધું, વિધિએ પાળ્યું’ છતાં વિધિની ખબર કેટલાને?
 • રોજ બોલે કે ‘દશ મનના, દશ વચનના, બાર કાયાના’ - પણ આ બત્રીશ દોષની ખબર કેટલાને?
 • વિધિ-અવિધિની ખબર હોત તો અવિધિ ટાળી વિધિ કરનારા મળી શકત.

વધુ હ​વે પછીના ભાગમાં
શેર કર​વા નીચે ક્લિક કરો