દિવસ-૭: શ્રી વિમોક્ષ અધ્યયન
વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૭ !
- આધાર: શ્રી વિમોક્ષ અધ્યયન (અધ્યયન-૮)
વ્યાખ્યાતા:
- આચાર્ય શ્રી જયસુંદર સૂરીશ્વરજી મ. સા.
આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:
ભગવાનના શ્રીમુખે ત્રિપદી શ્રવણનો કેવો પ્રભાવ…?!!!
- ગણધરોએ અંતર્મુહુર્તમાં ૧૪ પૂર્વ અને ત્યારબાદ ૧૧ અંગની રચના કરી શ્રુતધર્મનું જબરજસ્ત ઉત્થાન કર્યું.
આગમ ૨ પ્રકારે:
- સૂત્રાગમ
-
અર્થાગમ
- શ્રાવકોને સૂત્રથી આગમ ભણવા માન્ય નથી પણ અર્થથી પાત્રતાનુસારે અપાય છે.
મોક્ષ એટલે શું?
- એ જૈનના બચ્ચાને સમજાવવું પડે?
- મોક્ષ એ નવતત્વનું છેલ્લું નવમું તત્વ છે.
- બધા આર્યદર્શનોમાં મોક્ષની વાત છે પણ જૈનદર્શન જેવું મોક્ષનું સચોટ દર્શન અન્ય ક્યાંય નથી.
- “કૃત્સ્નકર્મક્ષયો મોક્ષઃ” (તત્ત્વાર્થ) - સર્વકર્મનો ક્ષય એ મોક્ષ છે.
- આવા વિશિષ્ટ મોક્ષ અર્થાત્ વિમોક્ષનું નિરૂપણ જેમાં છે તે વિમોક્ષ અધ્યયન.
આકર્ષક સ્થળનું વર્ણન સાંભળતા ત્યાં જવાનું આકર્ષણ થાય તે સહજ છે
- તેમ મોક્ષનું વર્ણન સાંભળી ત્યાં જવાની આતુરતા જાગે છે???
જૈનશાસન એટલે-
Unity in diversity
અનેકતામાં એકતા…
ભેદમાં અભેદ…
સામાચારીભેદથી માર્ગભેદ નથી થતો.
- પ્રત્યેક ગણધર ભગવંતો ની દ્વાદશાંગી સૂત્રથી ભિન્ન હોય તો પણ અર્થથી સમાન હોય છે.
- જિનકલ્પી અને સ્થાવિરકલ્પીનું ધ્યેય એક જ હોવા છતાં આચારો અલગ હોય છે.
-
જૈનસંઘમાં આટલા સંપ્રદાય કે ફાંટા કેમ એવું કદી ન વિચારવું. કબીરવડ એક જ હોવા તેની શાખા - પ્રશાખા અનેક હોય તેમ…
- શાસનમાં અનેક સંપ્રદાય એ વિવાદના કારણે જ હોય એવું નથી.
- આ ભેદ સંપ, સુવિધા અને વ્યવસ્થા માટે હોય છે.
સંકલક:
- મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
- મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી
આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶