🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસ-૧૦: સમગ્ર શ્રી આચારાંગ સૂત્ર

વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૧૦ !

  • સમગ્ર શ્રી આચારાંગ સૂત્ર

વ્યાખ્યાતા:

  • આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરીશ્વરજી મ. સા.

આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:


જૈનશાસનમાં ચાર અનુયોગ કહ્યા છે.

  • તેમાં ચરણ - કરણાનુયોગ સૌથી મહત્વનો કહ્યો છે. કેમકે બાકીના ૩ અનુયોગ એના ટેકા માટે છે.

  • આચાર જૈનશાસનનો સાર છે. આચારથી વિચાર પ્રગટે છે, ટકે છે, વધે છે, બદલાય છે.

  • પૃથ્વીમાંથી ચીસ નથી આવતી, આંસુ નથી દેખાતા, વેદના વ્યક્ત નથી થતી પરંતુ એમાં પણ જીવત્વ છે.
    • જેમ બેભાન વ્યક્તિમાં સંવેદના હોય પણ તેની અભિવ્યક્તિ ના હોય તેમ…
  • અગ્નિકાયને પેટાવવામાં દોષ વધુ છે, બુઝવવામાં ઓછો છે.
    • કેમકે કોઈપણ જીવની ઉત્પત્તિમાં નિમિત્ત બનતા જ તેના નાશ, મૃત્યુમાં સહજ નિમિત્ત બનાય જ છે.
  • પ્રભુએ વનસ્પતિ વિ. માં જીવત્વ દેખાડ્યું એ પ્રયોગ માટે નહીં પરંતુ કરુણા, સંવેદના, જયણા પ્રગટે માટે દેખાડ્યું.

આચારાંગ સૂત્ર માત્ર રેશમી પોથી કે જ્ઞાનભંડારમાં ન રહી જાય પણ જીવનમાં આવે એ વાચનાસત્રનો હેતુ છે.

આચારાંગજીમાં વ્રતની રક્ષા માટે અનેકવિધ ઉપાયો જણાવ્યા બાદ છેલ્લા ઉપાય તરીકે જણાવ્યું કે

  • વ્રતની રક્ષા કાજે કોઈ અન્ય અવકાશ ના જ બચ્યો હોય તો દ્રવ્યપ્રાણના ભોગે પણ ભાવપ્રાણની રક્ષા કરે પરંતુ વ્રત ભંગ ના કરે,કેમકે જેને બચાવવાનું છે એને ગુમાવીને બીજું કશું બચાવવું વ્યર્થ છે.
  • જે પેઢીમાંથી આચાર જાય એના પછીની પેઢીમાંથી વિચાર પણ જાય.

સંકલક:

  • મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
  • મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.

આચારાંગ વાચનાસત્રનાં બધા અમૃત-અંશો વાંચ​વા અહિં ક્લિક કરો




શેર કર​વા નીચે ક્લિક કરો