દિવસ-૮: શ્રી ઉપધાનશ્રુત અધ્યયન
વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૮ !
- આધાર: શ્રી ઉપધાનશ્રુત અધ્યયન (અધ્યયન-૯)
વ્યાખ્યાતા:
- આચાર્ય શ્રી મહાબોધિ સૂરીશ્વરજી મ. સા.
આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:
નવકારને ચૌદ પૂર્વનો સાર કહી શકાય તો પંચિંદિય સૂત્રને આચારાંગ સૂત્રનો સાર કહી શકાય.
ઉપધાન એટલે તપ.
- ઉપધાન એટલે ટેકો અથવા તકિયો.
- ચારિત્રરૂપી શય્યામાં ટેકો આપે એવો તપ એ ઉપધાન.
દરેક તીર્થંકર ભગવંતો ના શાસનમાં સર્વ પ્રથમ અંગ આચારાંગ જ હોય.
- તેના પ્રથમ શ્રુત સ્કંધ નું નવમું અધ્યયન ઉપધાનશ્રુત નામનું જ હોય.
- અને તેમાં નિશ્ચે તે તે સમયના વિદ્યમાન તીર્થંકરની સાધનાનું જ વર્ણન હોય.
આ નવમા અધ્યયનમાં પ્રભુ મહાવીરની બહુલતયા અજ્ઞાત સાધનાનું વર્ણન છે.
- ૨૩ તીર્થંકરો ની અબજો વર્ષ ની સાધના એક બાજુ અને ભગવાન મહાવીરની ૧૨.૫ વર્ષની સાધના એક તરફ…
- પ્રભુ મહાવીરની સાધના રોમહર્ષક અને હૃદયદ્રાવક છે કેમકે
- ૨૩ તીર્થંકરોની સાધના પ્રાયઃ નીરુપસર્ગ હતી.
- ભગવાન મહાવીરની સાધના સોપસર્ગ હતી.
હરેક તીર્થંકરોના જીવનના ૩ ખંડ હોય છે
- સમૃદ્ધિ ખંડ
- સાધના ખંડ
- સિદ્ધિ ખંડ
અન્ય તીર્થંકર ભગવાન આપણી માસી જેવા હશે.
- ભગવાન મહાવીર આપણી મા જેવા છે.
આચારાંગજીમાં ભગવાનની સાધનાને ૪ ચરણમાં વિભાજિત કરવામાં આવી છે
1) ચર્યા: વિહારમાં આવતા ઉપસર્ગ.
2) વસતિ: મકાનમાં આવતા ઉપસર્ગ.
3) પરિષહ: કષ્ટોને સામેથી ઉભા કરી સહન કરવા.
4) આતંક: રોગ કે દેહની મરમ્મત કે ચિકિત્સા ના કરવી.
- દીક્ષા પછીના પ્રથમ વિહારમાં પ્રભુના દેહ પર થયેલ સુગંધી વિલેપનથી આકર્ષિત થઇ હજારો ભમરા જ્યારે પ્રભુના દેહ પર ચોંટી પડ્યા ત્યારે સોવનવર્ણી કાયાવાળા પ્રભુની કાયા તામ્રવર્ણી થઈ ગઈ.
“સુવર્ણવર્ણોપિ પ્રભુઃ તામ્રવર્ણો બભુવ”
- પ્રભુનો સાધનાકાળ ભલે ૧૨.૫ વર્ષનો કેહવાય પણ ગૃહસ્થ જીવનના છેલ્લા ૨ વર્ષની અપેક્ષાએ પ્રભુનો સાધનાકાળ ૧૪.૫ વર્ષનો પણ કહી શકાય.
- પ્રભુનો સંકલ્પ હતો…કૈવલ્ય ન થાય ત્યાં સુધી બોલવું નહીં, બેસવું નહીં, સૂવું નહીં…
- પ્રમાદઃ સંસારપાતાય - પ્રમાદ સંસારસાગરમાં પાડનાર છે આ પ્રભુનું સૂત્ર હતું.
- અનાર્યદેશના વિચરણમાં પ્રભુ ૨ બદામની વ્યક્તિઓનું સહન કરી લેતા પણ પ્રતિકાર ન કરતા..
- પ્રભુ એ શરદ ઋતુમાં સૌથી વધુ ઉપવાસ આરાધ્યા હતા.
- મહાવીર તો બન્નેને કેહવાય પણ બહારના શત્રુને હણે તે હનુમાન અને અંદરના શત્રુને હણે તે વર્ધમાન…
સંકલક:
- મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
- મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી
આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶