🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસ-૩: શ્રી શીતોષ્ણીય અધ્યયન

વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૩ !

 • આધાર: શ્રી શીતોષ્ણીય અધ્યયન (અધ્યયન-૩)

વ્યાખ્યાતા:

 • મુનિરાજ શ્રી પ્રિયદર્શીવિજયજી મ. સા.

આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:


 • બાહ્યગરમીની ઉપશાંતિ માટે પાણી આવશ્યક… ભીતરના કષાયોની ગરમીને શાંત કરવા પ્રભુવાણી આવશ્યક…

 • શાસન માત્ર ચારિત્રધર્મ નહીં, ચારિત્ર અને શ્રુતધર્મ ઉભયથી ટકશે.

 • મહત્વ જ્ઞાનનું છે તેના કદનું નહીં.

"અણેગચિત્તે ખલુ અયં પુરિસે"


 • વ્યક્તિને દ્રવ્યથી એક જ મન હોય છે પણ વિચારોની ચંચળતાને કારણે અનેક ચિત્તવાળો કેહવાય છે.
 • આપણી પાસે શરીર એક, આત્મા એક પણ મન કેટલા??? ઘરનું મન જુદું, જિનાલયનું મન જુદું, ધંધામાં મન જુદું, અને ઉપાશ્રયમાં મન જુદું…
 • મનગમતી લાવેલી ગાડી થોડા સમયમાં અણગમતી કેમ બની જાય છે???

મન પાપ માટે પ્રેરે છે. અંતઃકરણ પાપથી અટકાવે છે.

પરમાત્માની હાજરીમાં પાપ કરવાનું કદાચ સૂઝી શકે પણ સદ્બુદ્ધિની હાજરીમાં પાપ કરવાનું સૂઝે જ નહીં.(ઉપમિતી ગ્રંથ)

 • પ્રવૃત્તિ થી ચિક્કાર કર્મ બંધાય, વૃત્તિ થી ચીકણા કર્મ બંધાય.
 • પૂજાનું ફળ પ્રસન્નતા છે. સામાયિકનું ફળ સમતા છે.

"સવ્વતો પમત્તસ્સ ભયં
સવ્વતો અપમત્તસ્સ નત્થિ ભયં"


 • ભય (જોખમ) પ્રમાદીને છે, અપ્રમત્તને નહિ.
 • પરીક્ષા માટે તૈયાર સદા નિશ્ચિંત હોય છે, બેદરકાર હંમેશા ભયભીત હોય છે.

વ્યાખ્યાતા:

 • પંન્યાસ શ્રી જિનપ્રેમવિજયજી મ. સા.

સદ્ગુરુ વિનાનું જીવન મરણતુલ્ય છે.

પ્રશ્ન - શું શાસ્ત્રનો અભ્યાસુ પાપ કરે ખરો?
ઉત્તર - હે ગૌતમ! શાસ્ત્રનો એકાદ અક્ષર બરાબર જાણી લે તે પાપ કરવા ક્યારેય તૈયાર ન થાય. (મહા નિશીથ સૂત્ર)

 • ‘આપણે કશું નથી જાણતા’ એ પણ ખરેખર નથી જાણતા.

"સુત્તા અમુણી, મુણિણો સુત્તા વિ જાગરા હુંતિ"


 • અધર્મી જાગવા છતાં સૂતેલો કેહવાય. ધર્મી સૂતો હોય તો પણ જાગૃત જ કેહવાય.
 • સ્પૃહામાં ઉકળાટ છે. નિસ્પૃહ અવસ્થામાં શીતળતા છે.

"ફારુસિયં ન વેએઈ"


 • સાધકને બાહ્ય પરિબળો સ્પર્શે નહીં.
 • જે સ્પર્શે એ પીડે.
 • જે અડે તે નડે.

વ્યાખ્યાતા:

 • મુનિરાજ શ્રી અનંતયશવિજયજી મ. સા.

ડર કે દબાણથી, લોભ કે લજ્જાથી પણ ધર્મ કરે એની નિંદા ન કરવી.

 • ધર્મ pressure થી પણ કરાય કે pleasure થી જ કરાય???

 • સાંસારિક પ્રવૃત્તિ જો પરાણે કરી કે કરાવી શકાય તો ધાર્મિક પ્રવૃત્તિ કેમ નહિ.

 • બાળક નર્સરીમાં પરાણે મૂકો છો કે પ્રસન્નતાથી જાય છે???

 • લજ્જા, ભય કે ગારવથી પણ સંયમનું પાલન કરનારને ૬ઠું ગુણસ્થાનક સંભવે છે.

સંકલક:

 • મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
 • મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.

આચારાંગ વાચનાસત્રનાં બધા અમૃત-અંશો વાંચ​વા અહિં ક્લિક કરો
શેર કર​વા નીચે ક્લિક કરો