દિવસ-૪: શ્રી સમ્યક્ત્વ અધ્યયન
વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૪ !
- આધાર: શ્રી સમ્યક્ત્વ અધ્યયન (અધ્યયન-૪)
વ્યાખ્યાતા:
- મુનિરાજ શ્રી કરુણાદૃષ્ટિ વિજયજી મ. સા.
આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:
-
સમ્યક્ત્વ એ પારસમણિ છે. જેને સ્પર્શે તેનું મૂલ્ય વધી જાય. જ્ઞાન, ચારિત્ર અને તપ તેના સ્પર્શ થી સમ્યક્ જ્ઞાન ચારિત્ર અને તપ બને છે.
-
સમ્યક્ત્વ સહિતની આરાધના અસંખ્ય ગણી નિર્જરા કરાવે. મિથ્યાત્વીના તપ કરતા શ્રાવકની નવકારશી ચડે.
"સવ્વે જીવા ન હંતવ્વા"
- ‘કોઈ પણ જીવને હણવા નહીં’ તે સમ્યક્ત્વની ભૂમિકા છે.
"તચ્ચં ચેતં, તહા ચેતં અસિમ્ ચેવ પવુચ્ચતિ"
- સમ્યક્ત્વ નો સીધો અર્થ છે - રૂઆબ - રૂઆબ - રૂઆબ…!
- જિનાજ્ઞા પ્રત્યેનું સ્વાભિમાન તે સમ્યક્ત્વ.
-
જેમ ક્ષત્રિય કટારીને વરેલો હોય તેમ સમકિતી આત્મા આજ્ઞાને વરેલો હોય.
- સમ્યક્ત્વ એક કુમળું સસલું છે. જો આચારનું પાંજરું નહિ હોય તો વિષય - કષાયરૂપી ડાઘિયા કૂતરા તેને ફાડી ખાશે.
રાગનું કારણ છે - વસ્તુનું અપૂર્ણદર્શન…
-
વસ્તુના ભૂત અને ભાવીના પર્યાયોનું ચિંતન વૈરાગ્ય પ્રગટાવે છે.
-
આશા એવી આશ્ચર્યકારી બેડી છે જેનાથી બંધાયેલો દોડ્યા કરે અને નહિ બંધાયેલો સ્થિર રહે છે.
"જે આસવા તે પરિસ્સવા"
- સમ્યક્દૃષ્ટિ જીવ માટે કર્મબંધના નિમિત્ત પણ કર્મનિર્જરાના નિમિત્ત બને છે.
- જીવનના પ્રારંભિક તબક્કામાં જ્ઞાનયોગને પ્રાધાન્ય આપવું અને પાછલા વર્ષોમાં તપોયોગને પ્રાધાન્ય આપવું.
સંકલક:
- મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
- મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી
આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶