🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસ-૫: શ્રી લોકસાર અધ્યયન

વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૫ !

  • આધાર: શ્રી લોકસાર અધ્યયન (અધ્યયન-૫)

વ્યાખ્યાતા:

  • આચાર્ય શ્રી કલ્યાણબોધિ સૂરીશ્વરજી મ. સા.

આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:


  • પરમાત્માના દરેક સિદ્ધાંતો અબાધ્ય અને અકાટ્ય છે, કેમકે તેનું અવતરણ કેવળજ્ઞાનની રોશનીમાં થયું છે.
  • ક્ષેત્રથી લોકનો સાર સિદ્ધશિલા છે. દુનિયાનું સૌથી બેસ્ટ લોકેશન છે.
  • સિદ્ધશિલા પર આપણો આત્મા હંમેશ settle થઇ જાય તે લોકનો સાર.

"જુદ્ધારિહં ખલુ દુલ્લહં"


  • આંતરિક યુદ્ધ માટે મળેલ માનવભવ - માનવદેહ વિ. સામગ્રી દુર્લભ છે.
  • આ માનવભવ આંતરિક યુદ્ધ માટેનો શસ્ત્ર સરંજામ છે.
  • મમ્મણ માટે લોકનો સાર સંપત્તિ હતી. સુભૂમ ચક્રી માટે લોકનો સાર સત્તા હતી. બ્રહ્મદત્ત ચક્રી માટે લોકનો સાર સ્ત્રી હતી.કંડરિક મુનિ માટે લોકનો સાર સ્વાદ હતો. તેથી તેની તીવ્ર આસક્તિમાં તે ચારેય ૭મી નરકમાં ગયા.

"જે છેએ સે સાગારિયં ન સેવે"


  • તે જ બુદ્ધિમાન છે જે ભોગનું સેવન ન કરે.
  • ભોગસુખોમાં બંને બાજુ માર છે. ભોગવતી વખતે દુષ્ટ અધ્યાવસાય અને પછી દુર્ગતિનો માર.
  • દુનિયા ક્યારેય સુધરી નથી અને સુધરવાની પણ નથી. તેથી દુનિયાને સુધારવાના પ્રયત્નો કરવા જોઈએ પણ તેનો ઠેકો લેવાની જરૂર નથી.

"તમેવ સચ્ચં નીસંકં જં જિણેહિમ્ પવેઇયં"


  • જે પરમાત્માએ કહ્યું છે તે સાચું અને નિશંક જ છે.
  • વ્યક્તિ સાથેના ઋણાનુબંધ, પ્રેમાનુબંધ, વેરાનુબંધ - ભવ, ભાવ, જાતિ, ગતિ, યોનિ, કુળ કંઈ જોતું નથી.

"જં સમ્મં તિ પાસહા તં મોણં તિ પાસહા"


જે સમ્યક્ત્વ છે એજ મુનિત્વ છે. જે મુનિત્વ છે તે જ સમ્યક્ત્વ છે.

બેફામ હિંસાથી કાલસૌકરિક કસાઈ ૭મી નરકમાં ગયો. તેથી વિપરીત, ઉત્કૃષ્ટ અહિંસાથી ધર્મરુચિ અણગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા.

  • શિષ્ય “તદ્દીટ્ઠીએ” હોય અર્થાત્ ગુરુની દ્રષ્ટિ એ જ શિષ્યની દ્રષ્ટિ હોય.
  • શિષ્ય “તમ્મુત્તીએ” હોય અર્થાત્ ગુરુને અભિમુખ હોય.
  • શિષ્ય “તપ્પુરક્કારે” હોય અર્થાત્ સર્વત્ર ગુરુને આગળ કરનાર હોય.
  • શિષ્ય “તસ્સણ્ણિએ” હોય. અર્થાત્ ગુરુમય હોય.
  • શિષ્ય “તન્નિવેસણે” હોય અર્થાત્ ગુરુકુલવાસમાં રહેનાર હોય.

  • ગૌતમ માટે ભગવાન સર્વસ્વ હતા, ગોશાળા માટે ભગવાન જીવન નિર્વાહનું સાધન હતા.
  • ગુરુકુળવાસની બહાર સન્માનનું સુખ હોઈ શકે પણ ગુરુકુળવાસમાં સુરક્ષાનું સુખ છે.

વ્યાખ્યાતા: મુનિ શ્રીઅનંતયશવિજયજી મ. સા.

  • લોકનો સાર ધર્મ છે. ધર્મનો સાર જ્ઞાન છે. જ્ઞાનનો સાર સંયમ છે. સંયમનો સાર નિર્વાણ છે.

શ્રી આચારાંગમાં

  • કેટલાક સૂત્રો ભાવગર્ભિત છે… દા. ત. “સુઅં મે આઉસં…”
  • કેટલાક સૂત્રો પ્રભાવગર્ભિત છે… દા. ત. “પણયા વીરા મહાવીહિમ્”
  • કેટલાક સૂત્રો નિશ્ચયગર્ભિત છે…દા. ત. “જં સમ્મં તિ પાસહા…”
  • કેટલાક સૂત્રો વ્યવહારગર્ભિત છે…દા. ત. “આચાર અને ગોચરી સંબંધિત સૂત્રો”
  • કેટલાક સૂત્રો વેદનાગર્ભિત અને સંવેદનાગર્ભિત છે…દા. ત. “એતં તે મા હોઉ”
  • આમ શ્રી આચારાઙગ સૂત્રમાં આવા ૬ પ્રકારના સૂત્રો જોવા મળે છે.

સંકલક:

  • મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
  • મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.

આચારાંગ વાચનાસત્રનાં બધા અમૃત-અંશો વાંચ​વા અહિં ક્લિક કરો




શેર કર​વા નીચે ક્લિક કરો