દિવસ-૨: શ્રી લોકવિજય અધ્યયન
વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૨ !
- આધાર: શ્રી લોકવિજય અધ્યયન (અધ્યયન-૨)
વ્યાખ્યાતા:
- મુનિરાજ શ્રી ધર્મપ્રેમવિજયજી મ. સા.
આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:
-
“ઉપ્પને ઈ વા, વિગમે ઈ વા, ધુવે ઈ વા” આ ત્રણ શબ્દો ન હતા, પ્રભુ દ્વારા કરાયેલો શક્તિપાત હતો.
- જન્મે બ્રાહ્મણ એટલે કે નવકાર પણ ન જાણનાર ગણધરો વિશાળકાય શાસ્ત્રરચના કરે છે. પ્રભકૃપાથી અશક્ય પણ શક્ય બને એનું બેજોડ ઉદાહરણ છે - દ્વાદશાંગી.
-
પ્રભુએ સર્વપ્રથમ આચારાંગ દ્વારા આચારની વાત કરી. પ્રભુએ પહેલા ધ્યાનાંગ કે જ્ઞાનાંગ ના દેખાડ્યું.
-
પ્રવૃત્તિ વિના પરિણતિની વાતો, ક્રિયા વિના જ્ઞાનની વાતો, વ્યવહાર વિના નિશ્ચયની વાતો, વિધિને ગૌણ કરીને આશયની વાતો કરવી તે ઉન્માર્ગ છે.
- લોકવિજય અધ્યયન નો હાર્દ છે - વિષય અને કષાયરૂપી લોક પર વિજય મેળવવાની પ્રેરણા અને સચોટ તરકીબો.
"જે ગુણે સે મૂલટ્ઠાણે"
- શ્વાસ ચાલુ છે ત્યાં સુધી શોખો છોડી દો તો સદ્ગતિ, શ્વાસ છૂટી જાય ત્યાં સુધી શોખો ચાલુ તો દુર્ગતિ.
- દૂધપાકમાં ઝેર મારક લાગે છે પણ શું દૂધપાક મારક લાગે છે???
"અપ્પં ચ ખલુ આઉ.........
ખણં જાણાહિ પંડિએ"
- સત્તાનું પદ મળી જાય પછી રાજકારણીઓ પૈસા બનાવી લેવા માટે કેટલા સજાગ અને સક્રિય હોય છે. માનવભવની દુર્લભ સીટ મળી ગયા પછી આપણે એટલા સજાગ ખરા???
- આંખ ખૂલે અને મીંચાય ઘણી વખત પણ આંખ ઉઘડતી નથી.
"ણાલં તે તવ તાણાએ વા સરણાએ વા"
Family is not hopeless.
Family is helpless.
- કોઈ કંઈ કરતું નથી એ દુર્ધ્યાન છે. કોઈ કંઈ કરી શકે એમ નથી એ શુભધ્યાન છે.
- જે ખુદ લાચાર છે એને આધાર ન બનાવો.
-
Babysitter જેમ ૫૦ બાળકોની care કરે પણ મમત્વ ના કરે તેમ સાધક કુટુંબની માવજત કરે પણ મમત્વ ના કરે.
- ‘સ્વજનદ્વેષી નરકં વ્રજેત્’ (શ્રી કલ્પસૂત્ર), સ્વજનનો દ્રોહ નરકગતિનું જો કારણ છે તો સ્વજન નો મોહ તિર્યંચગતિનું કારણ છે.
"જેણ સિયા તેણ નો સિયા"
- જે બંધનનું કારણ બને તેના બંધાણી ક્યારેય ન બનો.
- જે તમને પાડે તેવી ટેવ ક્યારેય ન પાડો.
વ્યાખ્યાતા:
- મુનિરાજ શ્રીઅનંતયશ વિજયજી મ. સા.
"જહા પુણ્ણસ્સ કત્થતિ તહા તુચ્છસ્સ કત્થતિ"
- વ્યક્તિના ઔદયિક ભાવને નહિ પણ ક્ષાયોપશમિક ભાવને, પુણ્યને નહીં પણ પાત્રતાને, બાહ્યસમૃદ્ધિને નહિ પણ આંતર સમૃદ્ધિને જોઈ ઉદ્બોધન કરવું.
- જેમ રંકને તેમ રાજાને કોઈપણ અપેક્ષા વગર દેશના આપવી.
- પુણ્યના આશિક બનવા કરતા ગુણના આશિક બનીએ.
- અવસ્થા ગૌણ બની અને પાત્રતા મુખ્ય થઈ ત્યારે શાસનને સમ્રાટ સંપ્રતિની પ્રાપ્તિ થઈ.
- સાધક સર્વજીવો પ્રતિ સમદૃષ્ટિ હોય.
- ભિન્ન સામર્થ્ય વાળા ૨ સાધુઓ, પુત્રો કે પુત્રવધુ પ્રતિ સમ વ્યવહાર કરે.
સંકલક:
- મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
- મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી
આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶