🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસ-૬: શ્રી ધૂત અધ્યયન

વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૬ !

  • આધાર: શ્રી ધૂત અધ્યયન (અધ્યયન-૬)

વ્યાખ્યાતા:

  • પંન્યાસ શ્રી રત્નબોધિવિજયજી મ. સા.

આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:


ધૂત અધ્યયનમાં મોક્ષપ્રાપ્તિ માટે મમત્વત્યાગની અનિવાર્યતા જણાવવામાં આવી છે.

  • આ અધ્યયનના ૫ ઉદ્દેશામાં ક્રમશઃ
    • સ્વજન,
    • કર્મ,
    • શરીર
    • ઉપકરણ,
    • ગારવ ત્રિક અને
    • ઉપસર્ગોના ધુનનની વાત કરી છે.

"સરણં તત્થ નો સમેતિ"


  • સાધક સ્વજનોને શરણભૂત ન માને. કેમકે સ્વજનો પણ સમયે બેવફા બની જાય છે એના અનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં બતાવ્યા છે.

"એવં એગે મહાવીરા....... અણપ્પપણ્ણે"


  • કેટલાક સહન કરવામાં પરાક્રમી હોય છે જ્યારે કેટલાક જીવો સહન કરવામાં કાયર હોય છે.
  • જેમ વૃક્ષ કપાય, છોલાય, બળી જાય તો પણ સ્થાન છોડતું નથી તેમ મોટા ભાગના ગૃહસ્થો સંસારમાં અનેક પીડાઓ હોવા છતાં સંસાર છોડવા તૈયાર થતા નથી.

"એગે ફાસા પુટ્ઠો ધીરો અહિયાસેઈ"


  • સાધક દુઃખને ધીરતાપૂર્વક સહન કરે.
  • સુખને મજેથી ભોગવે તેમ દુઃખને પણ…
  • દુઃખ સહન કરવામાં પ્રભુનો સાધનાકાળને આલંબન બનાવી શકાય.

"નો મહમત્થિ, એગોહં અંસિ"


  • હું એકલો છું….મારું કશું નથી… બધું પર છે.
  • આપણે જન્મ્યા એકલા અને મૃત્યુ પહેલા કેટલો પથારો પાથરી દીધો…!
  • છોડવા માટેના ભવમાં ભેગું કરવાનું જ કાર્ય કરીએ છીએ.
  • જે જાતને ભારે કરે તે ગારવ.

વ્યાખ્યાતા:

  • આચાર્ય જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મ. સા.

કરેમિ ભંતેના ઉચ્ચારણ પૂર્વે એક નવકારનું સ્મરણ કેમ?

  • જ. કરેમિ ભંતે એ ચારિત્ર સૂત્ર છે. નવકાર એ દર્શન સૂત્ર છે.

  • સમ્યગ્દર્શન એ વિરતિની પૂર્વભૂમિકા છે.


વ્યાખ્યાતા: મુનિ શ્રી અનંતયશવિજયજી મ. સા.

  • આચારાંગજીમાં આચારને ભગવાન કહીને સંબોધિત કરેલ છે.
  • પુક્ખરવર… સૂત્રમાં શ્રુતને પણ ભગવાન કહ્યું છે.

મોક્ષ ના સાધન રુપ ૨ ધર્મ છે:

  • શ્રુતધર્મ
  • ચારિત્રધર્મ

મોક્ષમાર્ગના સાધક ૨ પ્રકારે:

  • શ્રમણ
  • શ્રાવક

મોક્ષમાર્ગના પથિક ૨ પ્રકારે:

  • સંવિગ્ન = આચારની શુદ્ધતા & પ્રરુપણા
  • સંવિગ્નપાક્ષિક = આચારની શિથિલતા પણ પ્રરુપણાની શુદ્ધતા.

“સાધુનિન્દયા અનંતસંસારી ભવતિ” (આચારાઙગ ટીકા)

  • જીવ સાધુની નિંદાથી અનંત સંસારી થાય છે.

સંકલક:

  • મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
  • મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.

આચારાંગ વાચનાસત્રનાં બધા અમૃત-અંશો વાંચ​વા અહિં ક્લિક કરો




શેર કર​વા નીચે ક્લિક કરો