દિવસ-૯: દ્વિતીય શ્રી આચારાગ્ર શ્રુતસ્કંધ
વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૯ !
- દ્વિતીય શ્રી આચારાગ્ર શ્રુતસ્કંધ
વ્યાખ્યાતા:
- મુનિરાજ શ્રી જ્ઞાતનંદનવિજયજી મ. સા.
આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:
- જૈનશાસનમાં સાધુ ભગવંતો માટે એવો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે કે, અશુભ ગણાય એવો એક પણ આતંકવાદી અંદર ઘુસપેઠ ન કરી શકે.
- શ્રી આચારાંગ સૂત્ર ના આ બીજા શ્રુત સ્કંધ માં તમામ સાધ્વાચારની સમજણ આપવામાં આવી છે.
- વેષ ગ્રહણ કરવો તે દ્રવ્ય શ્રમણત્વ.
- આજ્ઞાનું પાલન, યતિધર્મ પાળવો એ ભાવશ્રમણત્વ.
સાધુના ઉપકરણો એટલે કે સંયમના સાધનોના ૨ પ્રકાર:
- ઔઘિક = સર્વસામાન્ય ઉપકરણ
- ઔપગ્રહિક = સહાયક ઉપકરણ.
સાધુ અને શ્રાવક નિત નવા અભિગ્રહો ગ્રહણ કરવામાં તત્પર હોય.
- છતી શક્તિએ અભિગ્રહ ગ્રહણ ન કરીએ તો પ્રાયશ્ચિત આવે તેમ છેદસૂત્રોમાં જણાવ્યું છે.
- જ્યાં જયણાનું પાલન ન થતું હોય તેવા સ્થાનોમાં શ્રમણ ગોચરી ન જાય.
પ્રભુએ કમાલ કરી છે…!
- ઉત્સર્ગ માર્ગ ની ઉત્કૃષ્ટ સાધનાની વાત તો કરી પણ અશક્ત માટે અપવાદોનું નિરૂપણ પણ કર્યું.
- સ્વપ્રશંસા કરી અન્યને નીચું દેખાડવાનું શ્રમણ ના કરે.
- શ્રમણએ સહવર્તી સાધુની ભક્તિ કરવાની છે એમ શ્રાવકોએ સાધર્મિકને સ્વજન સમજીને ભક્તિ કરવાની છે.
સંકલક:
- મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
- મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી
આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶