🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯B: ભાવ વગર દ્ર​વ્ય નમસ્કાર થાય તો તેનું ફળ કેવું હોય?

આગળના ભાગમાં આપણે नमो કે णमो - ક્યું સાચું? એ વિશે જોયું..

 • એક વખત શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાન પાસે ગયા તે વખતે શ્રી નેમિનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓ બિરાજમાન હતા.
 • એ બધાંને જોઈને શ્રી કૃષ્ણને મનમાં એટલો બધો ઉલ્લાસ અને વિનયનો ભાવ આવ્યો કે મારે આ દરેકે દરેક સાધુ ભગવંતને “દ્વાદશાવર્તપૂર્વક વંદના કરવી.”
 • આ કંઈ સહેલું કામ નહોતું. પણ એમણે એ કામ ભાવપૂર્વક ચાલુ કર્યું.
 • એ જોઈ બીજા રાજાઓએ પણ વંદના ચાલુ કરી.
 • પણ બધા જ રાજાઓ થોડા વખતમાં જ થાકી ગયા એટલે બેસી ગયા.

 • તે વખતે શ્રીકૃષ્ણ સાથે આવેલા વીરા સાળવીને વિચાર આવ્યો કે શ્રીકૃષ્ણની સાથે હું પણ બધાંને બતાવી આપું કે થાક્યા વગર હું વંદના કરી શકું છું.

 • એટલે વીરા સાળવીએ પણ વંદના ચાલુ રાખી અને શ્રીકૃષ્ણની સાથે તે પૂરી કરી.

વંદના કરીને શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ ભગવાન પાસે આવ્યા અને કહ્યું કે

અઢાર હજાર સાધુઓને પ્રત્યેકને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરતાં મને એટલો બધો પરિશ્રમ પડ્યો છે કે એટલો તો યુદ્ધો લડતાં મને પડ્યો નથી.’

શ્રી નેમિનાથ ભગવાને કહ્યું,

હે વાસુદેવ તમે આ રીતે ભાવપૂર્વક વંદન કરવાથી અઢળક પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે.

એ વખતે શ્રીકૃષ્ણએ પૂછ્યું કે,

મારી સાથે વીરા સાળવીએ પણ અઢાર હજાર સાધુઓને વંદન કર્યા છે તો એને પણ એટલું ફળ મળશે?

શ્રી નેમિનાથ ભગવાને કહ્યું,

હે વાસુદેવ, વીરા સાળવીએ તો માત્ર બધાંને બતાવવા તમારા અનુકરણરૂપે વંદન કર્યા છે.

એમાં ભાવ નહોતો, દેખાડો હતો. એટલે એનો નમસ્કાર તે કાયાકષ્ટરૂપ માત્ર દ્રવ્યનમસ્કાર હતો. એનું વિશેષ ફળ ન હોઈ શકે.

જો ભાવ સાથે ક્રિયા કરવામાં આવે તો:

 • બહિરાત્મભાવની નિવૃતિ થાય અને અંતરાત્મભાવનો આનંદ થાય.
 • મમત્વનો ત્યાગ કરાવી સમત્વ તરફ લઇ જાય છે.
 • મિથ્યાત્વ​નો ત્યાગ કરાવી સમ્યગદર્શન તરફ લઇ જાય છે.
 • મનને અશુભ વિકલ્પોથી છોડાવી શુભ વિકલ્પમાં જોડે છે.
 • नमो પદ જીવાત્માને પરમાત્મા પ્રતિ લઇ જાય છે.

હ​વે પછીના ભાગમાં આપણે શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો? એ વિશે જોઇશું…
શેર કર​વા નીચે ક્લિક કરો