🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯A: नमो કે णमो - ક્યું સાચુ?

આગળના ભાગમાં આપણે સંપદા વિશે જોયું…

ઘણા પુસ્તકોમાં नमो અને ઘણામાં णमो હોય છે, તો આ બંને માં શું સાચુ?

  • બંને પદ સાચા છે.

કેમ બંને પદ સાચા?

  • સંસ્કૃતમાં જ્યાં “न” હોય ત્યાં પ્રાકૃતમાં “ण” થાય છે.

  • “न” દંત્ય વ્યંજન છે અને “ण” મૂર્ધન્ય વ્યંજન છે.
  • દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચારણ કઠિન છે.

  • શ્રી સિદ્ધસેન દિવાકરે “નમસ્કાર માહાત્મ્ય​” ની પ્રાકૃતમાં રચના કરી છે તેમાં “નમો” પદનો જ ઉપયોગ કર્યો છે.
  • બીજી બાજુ “ભગવતીસૂત્રમાં” - णमो પદનો જ ઉપયોગ કર્યો છે.

  • આમ ઠેઠ પ્રાચીન કાળથી नमो અને णमो એ બંને પદો વિકલ્પે પ્રયોજાય છે.
  • એટલે બંન્ને સાચા છે
  • તેવી રીતે नमुक्कारो અને णमुक्कारो-णमोक्कारो બંને સાચા છે.

ન​વકારમંત્રમાં “नमो” પદ વધુ પ્રચલિત છે પરંતુ ધ્યાન ધરવામાં “णमो” પદની ભલામણ થાય છે.

  • नमो (णमो) ને ઉલટાવવાથી मोन (मोण) થશે.

  • मोन (मोण) એટલે મુનિપણું.

  • મનને સંસાર તરફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે.
  • એટલે નમો પણ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફેરવીને પંચપરમેષ્ઠિ તરફ વાળવામાં આવે.

  • મોનનો અર્થ જો મૌન કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સરકી અંતર્મુખ થવાનું છે.

  • नमो માં દ્ર​વ્યનમસ્કાર અને ભાવ નમસ્કાર હોય છે.

  • ભાવ વગર દ્ર​વ્ય નમસ્કાર થાય તો તેનું ફળ કેવું હોય તે વિશે આવતા અંકે જોઇએ.

હ​વે પછીના ભાગમાં આપણે ભાવ વગર દ્ર​વ્ય નમસ્કાર થાય તો તેનું ફળ કેવું હોય? એ વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો