🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૮B: સંપદા એટલે સિદ્ધિ

આગળના ભાગમાં આપણે સંપદા વિશે જોઇ રહ્યા હતા…

એક મત એવો પણ છે કે ન​વકારમંત્ર સંપદા એટલે વિશ્રામસ્થાન એવો અર્થ ન ઘટાવતા સંપદા એટલે સિદ્ધિ એવો સીધો અર્થ જ ઘટાવ​વો જોઇએ. એ રીતે ન​વકાર મંત્ર મા ૮ સંપદા એટલે આઠ સિદ્ધિ રહેલી છે.

નવકારમંત્રની આરાધના નિર્મળ ચિત્તથી, પૂરી નિષ્ઠા અને એકાગ્રતાપૂર્વક નીચેનાં આઠ પદનું ધ્યાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારો જણાવે છે:

 • નમો - અણિમા સિદ્ધિ
  • અણુ જેટલા સૂક્ષ્મ થઈ જવાની શક્તિ.
  • નમો એટલે નમસ્કાર, નમવાની ક્રિયા, જ્યાં સુધી અહંકારનો ભાર છે ત્યાં સુધી નમાતું નથી, એ ભાર નીકળી જાય છે ત્યારે ભાવપૂર્વક નમવાની ક્રિયા થાય છે.
  • નમવાનો મનોભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ​ છે.
 • અરિહંતાણં - મહિમા સિદ્ધિ
  • મહાન અને પૂજાવાને યોગ્ય થઈ જવાની શક્તિ.
 • સિદ્ધાણં - ગરિમા સિદ્ધિ
  • ઇચ્છાનુસાર મોટા અને ભારે થઈ જવાની શક્તિ.
 • આયરિયાણં - લધિમા સિદ્ધિ
  • ઇચ્છાનુસાર હલકા અને શીધ્રગામી થઈ જવાની શક્તિ.
 • ઉવજ્ઝા​યાણં - પ્રાપ્તિ સિદ્ધિ
  • દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ.
 • સ​વ્વસાહૂણં - પ્રાકામ્ય સિદ્ધિ
  • બધી જ ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ.
 • પંચ નમુક્કારો- ઈશિત્વ સિદ્ધિ
  • બીજા ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શક્તિ.
 • મંગલાણં - વશિત્વ સિદ્ધિ
  • બીજાને વશ કરવાની શક્તિ.

હ​વે પછીના ભાગમાં આપણે नमो કે णमो - ક્યું સાચું? એ વિશે જોઇશું…
શેર કર​વા નીચે ક્લિક કરો